મોરબીમાં ઘરેથી કામે જવાનું કહીને નીકળેલ યુવાન ગુમ હળવદના ટીકર ગામે ઝેરી દવા પી લેતા સારવારમાં ખસેડાયેલ મહિલાનું મોત મોરબીમાં પ્લાસ્ટિકના સ્પીડ બ્રેકર તૂટી ગયા બાદ રોડમાં ચોંટેલા લોખંડા ખિલ્લા તેમજ લાલબાગ પાસેથી દબાણો દૂર કરવાની માંગ મોરબીમાં ઘરમાંથી ઝડપાયેલ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો આપવા આવનારા શખ્સની ધરપકડ મોરબી અને વાંકનેરના વે-બ્રિજના કેલિબ્રેશન માટે GeM પોર્ટલ મારફતે ઈ-ટેન્ડર જાહેર મોરબી જિલ્લામાં ડો. બાબાસાહેબ આંબેડકર આવાસ યોજના માટે ઓનલાઈન અરજી કરી શકાશે મોરબીમાં પીજીવીસીએલના પ્રશ્નો માટે લોક જનશક્તિ પાર્ટીએ કરી રજૂઆત મોરબી જીલ્લા ભારતીય મજદૂર સંઘનું ત્રિવાર્ષીય અધિવેશન યોજાયું
Breaking news
Morbi Today

મોરબીમાં પીજીવીસીએલના અધિકારી-કર્મચારીઓ દ્વારા જનજાગૃતિ રેલી યોજાઇ


SHARE







મોરબીમાં પીજીવીસીએલના અધિકારી-કર્મચારીઓ દ્વારા જનજાગૃતિ રેલી યોજાઇ

મોરબીમાં દર વર્ષે ચોમાસા પહેલા વીજ અકસ્માતો નિવારવા માટે પીજીવીસીએલ દ્વારા જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે પણ આયોજન કરવામાં આવ્યું હતું અને લોકોને ચોમાસા દરમ્યાન તકેદારી રાખવા માટેની અપીલ કરવામાં આવી હતી. વધુમાં અધિકારીએ જણાવ્યું હતું કે,  ચોમાસામાં પશુઓને વીજ થાંભલા સાથે બાંધવા નહીં, વીજ પોલથી પશુઓને દૂર રાખવા, વીજ થાંભલા સાથે તાર કે દોરી બાંધીને કપડાં સૂકવવા નહીં, ચોમાસામાં ભેજવાળા વાતાવરણના લીધે વીજ શોક લાગવાની શક્યતા હોય છે. આ સાથે લોકોને વીજ બચત અને પર્યાવરણમાં પ્રદૂષણ ઘટાડવા માટે પીએમ સૂર્ય ઘર યોજના હેઠળ સોલાર રૂફટોપ અપનાવવા અનુરોધ કર્યો હતો અને સરકાર દ્વારા આપવામાં આવતી 78,000 રૂપિયા સુધીની સબસિડીનો લાભ લેવા માટે લોકોને સમજાવ્યા હતા. અને ખાસ કરીને સ્માર્ટ મીટરના મુદ્દે અધિકારીએ સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે, સ્માર્ટ મીટર લગાવવું ફરજિયાત નથી, પરંતુ તેમાં ગ્રાહકો સહકાર આપે તે જરૂરી છે. અને આ સ્માર્ટ મીટર લાગવાથી ગ્રાહકો પોતાનો રિયલ ટાઈમ મુજબ વીજ વપરાશ મોબાઈલ મારફતે ગમે ત્યારે જોઈ શકે છે.






Latest News