મોરબીમાં ઘરેથી કામે જવાનું કહીને નીકળેલ યુવાન ગુમ હળવદના ટીકર ગામે ઝેરી દવા પી લેતા સારવારમાં ખસેડાયેલ મહિલાનું મોત મોરબીમાં પ્લાસ્ટિકના સ્પીડ બ્રેકર તૂટી ગયા બાદ રોડમાં ચોંટેલા લોખંડા ખિલ્લા તેમજ લાલબાગ પાસેથી દબાણો દૂર કરવાની માંગ મોરબીમાં ઘરમાંથી ઝડપાયેલ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો આપવા આવનારા શખ્સની ધરપકડ મોરબી અને વાંકનેરના વે-બ્રિજના કેલિબ્રેશન માટે GeM પોર્ટલ મારફતે ઈ-ટેન્ડર જાહેર મોરબી જિલ્લામાં ડો. બાબાસાહેબ આંબેડકર આવાસ યોજના માટે ઓનલાઈન અરજી કરી શકાશે મોરબીમાં પીજીવીસીએલના પ્રશ્નો માટે લોક જનશક્તિ પાર્ટીએ કરી રજૂઆત મોરબી જીલ્લા ભારતીય મજદૂર સંઘનું ત્રિવાર્ષીય અધિવેશન યોજાયું
Breaking news
Morbi Today

મોરબીમાં 13 વર્ષ પહેલાં તુલસીપાર્કમાં જમીન કબ્જા બાબતે નોંધાયેલ બે ફરિયાદમાં આરોપીની ધરપકડ, વૃદ્ધાને આપઘાત માટે દુષ્પ્રેરણાના ગુનામાં ત્રણ સામે કાર્યવાહી


SHARE







મોરબીમાં 13 વર્ષ પહેલાં તુલસીપાર્કમાં જમીન કબ્જા બાબતે નોંધાયેલ બે ફરિયાદમાં આરોપીની ધરપકડ, વૃદ્ધાને આપઘાત માટે દુષ્પ્રેરણાના ગુનામાં ત્રણ સામે કાર્યવાહી

મોરબીના શનાળા-કંડલા બાયપાસ ઉપર આવેલા તુલસી પાર્ક વિસ્તારમાં જમીન (પ્લોટ) ઉપર કબ્જા કરવામાં આવ્યો હતો.તે અંગેની વર્ષ ૨૧૦૩ માં જુદીજુદી બે ફરિયાદો નોંધાયેલ હતી.જે બનાવમાં હાલ આરોપીની ધરપકડ કરવામાં આવી હોવાનું એ ડિવિઝન પોલીસ સૂત્રોએ જણાવેલ છે.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે મોરબીના શનાળા-કંડલા બાઇપાસ ઉપર આનંદનગરની પાછળ આવેલા તુલસી પાર્ક વિસ્તારમાં જુદા જુદા પ્લોટ ધારકોના પ્લોટ ઉપર કબ્જા કરવામાં આવ્યા હતા.જે અંગે વર્ષ ૨૦૧૩ માં જુદી જુદી બે ફરિયાદો નોંધાઈ હતી.જેમાં એક ફરિયાદી જગદીશભાઈ મૂળજીભાઈ અઘારા હતા અને બીજામાં કરશનભાઈ રેવાભાઇ કાવર હતા.તે બે ફરિયાદોમાં છેલ્લા ૧૩ વર્ષથી આરોપી પકડવાનો બાકી હતો..! અને તે આરોપી સામે હાલમાં દારૂ બાબતે ફરિયાદ નોંધાતા તે દારૂના ગુનામાં પકડાયેલ હોય હાલમાં એ ડિવિઝન પોલીસ સ્ટાફે જેલમાંથી આરોપી નવઘણ મોહનભાઇ ઉર્ફે મેપાભાઇ બાંભવા ભરવાડ (૩૩) રહે.તુલસી પાર્ક મોરબી-કંડલા બાયપાસ મોરબી નો મોરબી સબ જેલ ખાતેથી કબ્જો મેળવ્યો હતો અને ઉપરોક્ત બંને પ્લોટ ઉપર કબ્જાના ગુનામાં તેની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી હતી.તેમ એ ડિવિઝન પોલીસસુત્રોએ જણાવેલ છે.

ત્રણ સામે કાર્યવાહી

મોરબીના વાવડી રોડ ઉપર આવેલ ક્રિષ્ના પાર્ક એવન સિલેક્શન વાળી શેરીમાં રહેતા મદીનાબેન આદિનભાઈ બ્લોચ (૨૭) એ સિટિ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નજમા સલીમભાઈ માણેક, સાસુ અને નણંદ જીલીબેન રહે. ત્રણેય શુભ સોસાયટી વાવડી રોડ મોરબી, નજમાબેનની બહેન નુરબાઈ, દેરાણી ભુરીબેન અને દિયર વલિયો દાઉદભાઈ રહે.ત્રણેય વીસીપરા મોરબી સામે ફરિયાદ નોંધાવેલ હતી.જેમાં તેમણે જણાવ્યું હતું કે, આરોપી નજમાબેનના પતિ સલીમભાઈને ફરિયાદી સાથે પ્રેમ સંબંધનો ખોટો શંકા વહેમ રાખીને તમામ આરપીઓ સ્કોર્પિયો ગાડી લઈને ફરિયાદીના ઘરે આવ્યા હતા અને નજમાબેન, નૂરબાનું, જીલીબેન અને ભૂરીબેન હાથમાં ધોકા લઈને ફરિયાદીના ઘરમાં ઘૂસી ગયા હતા અને ફરિયાદી તથા સાહેદોને ગાળો આપી હતી અને ફરિયાદીના માતા અને પતિની હાજરીમાં ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી તેમજ ફરિયાદી અને તેની માતાને મુંઢ માર મારીને ઇજાઓ કરી હતી તેમજ નજમાબેને ફરિયાદીને ફોન કરીને ફરિયાદીના માતાને મકાન ખાલી કરી દેવાની અને ફરિયાદી તથા તેના ભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી આરોપીઓની ધમકીઓ અને હેરાનગતિથી કંટાળી જઈને ફરિયાદીના માતાએ આપઘાત કર્યો હતો.હાલમાં આ બનાવની તપાસ ચલાવી રહેલા એ ડિવિઝન પોલીસ મથકના પીએસઆઇ એન.આર.વાણીયા તેમજ રાઇટર દિપકભાઇ બારોટ દ્વારા વૃદ્ધાને આપઘાત માટે દુષ્પ્રેરણા કરવાના ઉપરોક્ત ગુનામાં થોડા દિવસ પેહલા આગોતરા જામીન લઈને આવેલા નુરબાનુબેન અબ્બાસભાઇ જામ (૪૪) રહે.મદીના સોસાયટી વીસીપરા મોરબી, જલુબેન ઉર્ફે જીલીબેન ગુલામહુશેન માલાણી (૫૯) રહે.શુભ સોસાયટી વાવડી રોડ મોરબી તેમજ ઝરીનાબેન આગોતરા જામાન સાથે રજૂ થતા તેઓ વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી કરી જામીન મુકત કરવામાં આવ્યા હતા.અને બે દિવસ પેહલા બાકીના આરોપીઓ નઝમાબેન સલામ દાઉદભાઇ માણેક મિંયાણા (૩૪) રહે.સંસ્કાર એપા. ગોકુળ પાર્ટી પ્લોટ સામે વાવડી રોડ નઝમાબેન ઉર્ફે ભુરીબેન વલીમામદ દાઉદભાઇ માણેક (૨૯) તેમજ વસીમામદ ઉર્ફે વલીયો રહે.બંને વિજયનગર મદીના સોસાયટી પાસે વીસીપરા મોરબી પણ આગોતરા જામાન સાથે રજૂ થતા તેઓ વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી કરી જામીન મુકત કરવામાં આવ્યા હતા.તેમ પોલીસ સૂત્રોએ જણાવેલ છે.

ઇજાગ્રસ્ત રાજકોટ ખસેડાયો

મોરબી જિલ્લાના હળવદ તાલુકાના માનગઢ ગામે રહેતા સમરતભાઈ મોરજીભાઈ આડેસરા નામના ૨૨ વર્ષના યુવાનને અમરાપર ગામ પાસે વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ પહોંચી હતી.જેથી ઇજા પામેલ સમરતભાઈને અહીંની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.અને અત્રે પ્રાથમિક સારવાર આપી તેને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો.તેમજ અમરાપર ગામના જ નયનભાઈ રમેશભાઈ જાંબુકિયા (૧૯) નામના યુવાનને પણ ગામ નજીક અકસ્માત બનાવમાં ઈજા પહોંચી હોય તેને અત્રેની આયુષ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.તેમજ મોરબીના માળીયા મીંયાણા હાઇવે ઉપર તા.૩૦ ના રોજ વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો.જેમાં રોહિતભાઈ ભરતભાઈ ડાભી (૨૨) અને ભરતભાઈ નાથાભાઈ ડાભી (૫૦) રહે.બંને બગસરા જી.અમરેલી તથા દીપાબેન રમેશભાઈ સોલંકી (૪૫) રહે.જુનાગઢ વાળાઓને ઇજા થયેલ હોય ત્રણેયને સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા

 






Latest News