મોરબીમાં ઘરેથી કામે જવાનું કહીને નીકળેલ યુવાન ગુમ હળવદના ટીકર ગામે ઝેરી દવા પી લેતા સારવારમાં ખસેડાયેલ મહિલાનું મોત મોરબીમાં પ્લાસ્ટિકના સ્પીડ બ્રેકર તૂટી ગયા બાદ રોડમાં ચોંટેલા લોખંડા ખિલ્લા તેમજ લાલબાગ પાસેથી દબાણો દૂર કરવાની માંગ મોરબીમાં ઘરમાંથી ઝડપાયેલ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો આપવા આવનારા શખ્સની ધરપકડ મોરબી અને વાંકનેરના વે-બ્રિજના કેલિબ્રેશન માટે GeM પોર્ટલ મારફતે ઈ-ટેન્ડર જાહેર મોરબી જિલ્લામાં ડો. બાબાસાહેબ આંબેડકર આવાસ યોજના માટે ઓનલાઈન અરજી કરી શકાશે મોરબીમાં પીજીવીસીએલના પ્રશ્નો માટે લોક જનશક્તિ પાર્ટીએ કરી રજૂઆત મોરબી જીલ્લા ભારતીય મજદૂર સંઘનું ત્રિવાર્ષીય અધિવેશન યોજાયું
Breaking news
Morbi Today

મોરબીના રંગપર ગામે પરિણીતાએ કરેલ આપઘાતના બનાવમાં પતિ-દિયરની ધરપકડ


SHARE







મોરબીના રંગપર ગામે પરિણીતાએ કરેલ આપઘાતના બનાવમાં પતિ-દિયરની ધરપકડ

મોરબીના રંગપર ગામે રહેતી પરણીતાએ એસિડ પી લીધું હતું જેથી તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું જે બનાવ સંદર્ભે હાલમાં મૃતક મહિલાના ભાઈએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મૃતક મહિલાને મારવા માટે તેના પતિ, દિયર અને નણંદ દ્વારા મજબૂર કરવામાં આવી હોવાની ફરિયાદ કરી હતી જે ગુનામાં પોલીસે મૃતક મહિલાના પતિ અને દિયરની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.

રાજકોટમાં આવેલ બાબરીયા કોલોની શેરી નંબર 1 માં રહેતા શક્તિસિંહ બચુભા જાડેજા (22) એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે થોડા દિવસો પહેલા હર્ષાબા ઝાલા રહે. સુરેન્દ્રનગર પરાક્રમસિંહ ઘનશ્યામસિંહ ઝાલા અને રાજદીપસિંહ ઘનશ્યામસિંહ ઝાલા રહે. બંને રંગપર વાળાની સામે ફરિયાદ કરી હતી જેમાં જણાવ્યું હતું કે તેઓના બહેન ભક્તિબાને તેના નણંદ હર્ષાબા ઝાલા, પતિ રાજદીપસિંહ ઝાલા અને દિયર પરાક્રમસિંહ ઝાલાએ લગ્ન બાદથી શારીરિક અને માનસિક ત્રાસ આપ્યો હતો અને હર્ષાબાની ચડામણીથી ફરિયાદીની બહેનના પતિ અને દિયર દ્વારા દારૂ પીને અસહ્ય માથાકૂટ કરી દુઃખ ત્રાસ આપવામાં આવતો હતો એટલૂ જ નહીં અવારનવાર ફરિયાદીની બહેનને ઘરેથી કાઢી મૂકવામાં આવી હતી જેથી ફરિયાદીના બહેન ભક્તિબાએ દુઃખ ત્રાસથી કંટાળીને પોતે પોતાની જાતે એસિડ પી લીધું હતું અને આપઘાત કર્યો હતો જેથી પરિણીતાએ આપઘાત કરવા મજબૂર કરવાના ગુનામાં પોલીસે હાલમાં મૃતક મહિલાના પતિ રાજદીપસિંહ ઘનશ્યામસિંહ ઝાલા (30) અને પરાક્રમસિંહ ઘનશ્યામસિંહ ઝાલા (25) રહે. બંને રંગપર વાળાની ધરપકડ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

વૃદ્ધ સારવારમાં

મોરબીમાં આવેલ સોઓરડીની પાછળના ભાગમાં મહાવીર પાર્કમાં રહેતા જીવરાજભાઈ સોલંકી (69) નામના વૃદ્ધ નજરબાગ રેલવે સ્ટેશન પાસેથી બાઈકમાં જતા હતા ત્યારે બાઇક સ્લીપ થવાના કારણે અકસ્માત થયો હતો જે બનાવમાં બેભાન થઈ ગયેલા વૃદ્ધને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી






Latest News