મોરબીમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં જુગાર રમતા 8 મહિલા સહિત કુલ 9 વ્યક્તિ ઝડપાયા ઓનલાઇન ટ્રાન્જેક્શન કરતા પહેલા સાવધાન: ટંકારાના લજાઈ ગામે રહેતા યુવાને કુરિયર કંપનીના ગુગલમાંથી કસ્ટમર કેર નંબર મેળવીને માત્ર 5 રૂપિયાનું ટ્રાન્જેક્શન કરતા ખાતામાંથી 4.42 લાખ ઉપડી ગયા ! હળવદના ચરડવા પાસે ડબલ સવારી બાઈકને કાર ચાલકે હડફેટે લેતા અકસ્માત, ઇજાગ્રસ્ત દંપતી સારવારમાં માળીયા (મી)ના પંચવટી ગામના પાટીયા પાસે બનેવીના ભંગારના બેસવા ગયેલ સાળા ઉપર લોખંડના પાઇપ વડે હુમલો મોરબીમાં ધોળા દિવસે યુવાનનું અપહરણ થતા બચાવવા ગયેલા તેના સગા ભાઈ ઉપર 3 શખ્સોએ કર્યો છરી વડે હુમલો મોરબી પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં વિજ્ઞાન ગણિત પ્રદર્શન યોજાયું વાંકાનેરમાં યુવા સારથી સંગઠન દ્વારા આયોજિત મહારક્તદાન કેમ્પમાં 334 બોટલ રક્ત એકત્રિત થયું મોરબીના નવલખી રોડેથી નીકળેલો શખ્સ બીયરના ટીન સાથે પકડાયો: રવાપર રોડે યુવાન ઉપર છરી વડે હુમલો
Breaking news
Morbi Today

ટંકારાના ઓટાળામાં દારૂના દૂષણે યુવાનનો ભોગ લીધા બાદ સરપંચ સહિતના આગેવાનોની જનતા રેડ


SHARE







ટંકારાના ઓટાળામાં દારૂના દૂષણે યુવાનનો ભોગ લીધા બાદ સરપંચ સહિતના આગેવાનોની જનતા રેડ

મોરબી જિલ્લાના મોટાભાગના વિસ્તારોની અંદર દારૂ ખુલ્લેઆમ વેચાણ કરવું હોય છે અને દેશી દારૂ તો ઠીક વિદેશી દારૂની જે બ્રાન્ડની માંગો તે બોટલ કોઈ પણ વિસ્તારમાં મળી રહે તેવો ઘાટ હાલમાં મોરબી જિલ્લામાં છે ત્યારે ટંકારા તાલુકાના ઓટાળા ગામે દેશી દારૂના દૂષણએ યુવાનનો ભોગ લીધો છે જેથી કરીને દારૂના ધંધાને બંધ કરવા માટે ગામના સરપંચ સહિતના આગેવાનો મેદાનમાં આવ્યા છે અને ગામના લોકો દ્વારા દારૂના ધંધા જે જગ્યા ઉપર ચાલે છે ત્યારે જનતા રેડ કરવામાં આવી હતી અને દેશી દારૂનો જથ્થો કબ્જે કર્યો હતો અને દારૂના દૂષણને સંપૂર્ણ રીતે ગામમાંથી ડામી દેવા માટે ગામના સરપંચ સહિતએ સંકલ્પ કરેલ છે

મોરબી જિલ્લાની અંદર દારૂ દૂષણ દિવસેને દિવસે વધી રહ્યું છે અને મોટાભાગના વિસ્તારોની અંદર પોલીસ દ્વારા સેમ્પલ લેવાની કામગીરી કરવામાં આવતી હોય તેમ બે લીટર, ચાર લિટર, આઠ લિટર કે દસ લિટર દારૂનો જથ્થો પકડવામાં આવે છે જો કે, ઔદ્યોગિક વિસ્તારની આસપાસમાં અને ગ્રામ્ય વિસ્તારની અંદર રોજ હજારો લિટર દેશી દારૂ વેચાણ કરવામાં આવે છે તે નિર્વિવાદિત વાત છે તેમ છતાં પણ મોટા પ્રમાણમાં દેશી દારૂનો જથ્થો રેર કેસમાં જ પકડાયો હોય તેવું જોવા મળે છે

ત્યારે વાત કરીએ ટંકારા તાલુકાના ઓટાળા ગામની તો ગામની આસપાસના વિસ્તારમાં દેશી દારૂનું વેચાણ ખૂબ જ કરવામાં આવતું હોય છે જેથી કરીને યુવાનો સહિતના નશાના આદિ બની રહ્યા છે ત્યારે દારૂ પીવાના લીધે એક યુવાનને લીવર ફેઇલ થઈ જવાથી તેનું મોત નીપજયું છે જેથી કરીને ગામના લોકોમાં રોષની લાગણી ફેલાઈ છે અને અગાઉ પણ અનેક વખત રજૂઆતો કરવામાં આવી હતી. તેમ છતાં દારૂના દૂષણને ડામવા માટે કોઇ નક્કર કામગીરી કરવામાં ન આવતા ગામના સરપંચ સુરેશભાઈ પરમાર સહિતના આગેવાનો દ્વારા જે વિસ્તારની અંદર દેશી દારૂનું વેચાણ કરવામાં આવતું હતું તે વિસ્તારની અંદર જનતા રેડ કરવામાં આવી હતી

જે જગ્યાએ જનતા રેડ કરી હતી ત્યાંથી દેશી દારૂની લગભગ ૫૦ થી ૭૦ જેટલી કોથળીઓ કબ્જે કરી હતી અને આ બનાવની ટંકારા પોલીસને જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ગામની અંદર તેમજ આસપાસના વિસ્તારમાં દેશી દારૂ વેચાણ બંધ કરવા માટે પોલીસને આગેવાનો દ્વારા કહેવામાં આવ્યું છે અને જો દેશી દારૂનુ વેચાણ બંધ નહિ કરવામાં આવે તો આગામી સમયમાં સરપંચ સહિતના આગેવાનો દ્વારા વારંવાર જનતા રેડ કરીને દેશી દારૂના ધંધાર્થીઓને ખુલ્લા પાડવામાં આવશે તેવી પણ તેઓ ચીમકી ઉચ્ચારી છ




Latest News