મોરબી નવયુગ વિદ્યાલયમાં વાર્ષિક ઇનામ વિતરણ-સન્માન સમારોહ યોજાયો મોરબીના મહાપાલિકાના પ્રથમ મેયર માટે સતવાર અને બોરિચા હોટ ફેવરિટ: મોભાદાર પદ માટે લોબિંગ ચાલુ મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી તપનભાઈ દવેના જન્મદિવસ નિમિતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૩૨૨ લોકોએ કર્યું રક્તદાન મોરબીમાં પિતા વગરના બાળકને ખાનગી શાળા વગર ફી એ શિક્ષણ આપશે મોરબીમાં પીવાના પાણીની બોટલોની સપ્લાઈ કરતાં 4 પ્લાનમાં ચેકિંગ: બે પ્લાન્ટ ફૂડ વિભાગે બંધ કરાવ્યા મોરબી તાલુકા વિસ્તારમાંથી સગીરાનું અપહરણ મોરબીમાં ટ્રેન હેઠળ ઝંપલાવીને યુવાને કર્યો આપઘાત મોરબીમાં લિફ્ટ માંગીને યુવાન પાસેથી રોકડા અને બાઈકની લૂંટ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ, બીજાની શોધખોળ
Breaking news
Morbi Today

ટંકારાના ઓટાળામાં દારૂના દૂષણે યુવાનનો ભોગ લીધા બાદ સરપંચ સહિતના આગેવાનોની જનતા રેડ


SHARE













ટંકારાના ઓટાળામાં દારૂના દૂષણે યુવાનનો ભોગ લીધા બાદ સરપંચ સહિતના આગેવાનોની જનતા રેડ

મોરબી જિલ્લાના મોટાભાગના વિસ્તારોની અંદર દારૂ ખુલ્લેઆમ વેચાણ કરવું હોય છે અને દેશી દારૂ તો ઠીક વિદેશી દારૂની જે બ્રાન્ડની માંગો તે બોટલ કોઈ પણ વિસ્તારમાં મળી રહે તેવો ઘાટ હાલમાં મોરબી જિલ્લામાં છે ત્યારે ટંકારા તાલુકાના ઓટાળા ગામે દેશી દારૂના દૂષણએ યુવાનનો ભોગ લીધો છે જેથી કરીને દારૂના ધંધાને બંધ કરવા માટે ગામના સરપંચ સહિતના આગેવાનો મેદાનમાં આવ્યા છે અને ગામના લોકો દ્વારા દારૂના ધંધા જે જગ્યા ઉપર ચાલે છે ત્યારે જનતા રેડ કરવામાં આવી હતી અને દેશી દારૂનો જથ્થો કબ્જે કર્યો હતો અને દારૂના દૂષણને સંપૂર્ણ રીતે ગામમાંથી ડામી દેવા માટે ગામના સરપંચ સહિતએ સંકલ્પ કરેલ છે

મોરબી જિલ્લાની અંદર દારૂ દૂષણ દિવસેને દિવસે વધી રહ્યું છે અને મોટાભાગના વિસ્તારોની અંદર પોલીસ દ્વારા સેમ્પલ લેવાની કામગીરી કરવામાં આવતી હોય તે બે લીટર, ચાર લિટર, આઠ લિટર કે દસ લિટર દારૂનો જથ્થો પકડવામાં આવે છે જો કે, ઔદ્યોગિક વિસ્તારની આસપાસમાં અને ગ્રામ્ય વિસ્તારની અંદર રોજ હજારો લિટર દેશી દારૂ વેચાણ કરવામાં આવે છે તે નિર્વિવાદિત વાત છે તેમ છતાં પણ મોટા પ્રમાણમાં દેશી દારૂનો જથ્થો રેર કેસમાં પકડાયો હોય તેવું જોવા મળે છે

ત્યારે વાત કરીએ ટંકારા તાલુકાના ઓટાળા ગામની તો ગામની આસપાસના વિસ્તારમાં દેશી દારૂનું વેચાણ ખૂબ જ કરવામાં આવતું હોય છે જેથી કરીને યુવાનો સહિતના નશાના આદિ બની રહ્યા છે ત્યારે દારૂ પીવાના લીધે એક યુવાનને લીવર ફેઇલ થઈ જવાથી તેનું મોત નીપજયું છે જેથી કરીને ગામના લોકોમાં રોષની લાગણી ફેલાઈ છે અને અગાઉ પણ અનેક વખત રજૂઆતો કરવામાં આવી હતી. તેમ છતાં દારૂના દૂષણને ડામવા માટે કોઇ નક્કર કામગીરી કરવામાં આવતા ગામના સરપંચ સુરેશભાઈ પરમાર સહિતના આગેવાનો દ્વારા જે વિસ્તારની અંદર દેશી દારૂનું વેચાણ કરવામાં આવતું હતું તે વિસ્તારની અંદર જનતા રેડ કરવામાં આવી હતી

જે જગ્યાએ જનતા રેડ કરી હતી ત્યાંથી દેશી દારૂની લગભગ ૫૦ થી ૭૦ જેટલી કોથળીઓ કબ્જે કરી હતી અને આ બનાવની ટંકારા પોલીસને જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ગામની અંદર તેમજ આસપાસના વિસ્તારમાં દેશી દારૂ વેચાણ બંધ કરવા માટે પોલીસને આગેવાનો દ્વારા કહેવામાં આવ્યું છે અને જો દેશી દારૂનુ વેચાણ બંધ નહિ કરવામાં આવે તો આગામી સમયમાં સરપંચ સહિતના આગેવાનો દ્વારા વારંવાર જનતા રેડ કરીને દેશી દારૂના ધંધાર્થીઓને ખુલ્લા પાડવામાં આવશે તેવી પણ તેઓ ચીમકી ઉચ્ચારી છ






Latest News