વંદે માતરમના 150 વર્ષ નિમિત્તે મોરબીના ઘૂંટુ ગામે ખાતે ઐતિહાસિક સમૂહગાનનો કાર્યક્રમ યોજાયો વાંકાનેરના સરતનપર રોડે કારખાનામાં રિપેરિંગ કામ દરમ્યાન ટ્રક પાછળના ભાગે રડતા યુવાનનું કચડાઈ જવાથી મોત ટંકારાના કલ્યાણપર ગામ પાસે ઓવરટેક કરવા જતા સમયે સામેથી આવતા ટ્રક સાથે ડબલ સવારી બાઈક અથડાતા ઇજા પામેલા બે સગા ભાઈ પૈકી એકનું મોત મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે બાઇક સ્લીપ થતાં માથામાં ગંભીર ઈજા પામેલ યુવાનનું  સારવારમાં મોત મોરબીના લક્ષ્મીનગર ગામ પાસે ખેત તલાવડીમાં ડૂબી જવાથી યુવાનનું મોત મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું
Breaking news
Morbi Today

મોરબી : ટંકારા ખાતે આવતીકાલે એક દિવસીય યોગ શિબિરનું આયોજન


SHARE







મોરબી : ટંકારા ખાતે આવતીકાલે એક દિવસીય યોગ શિબિરનું આયોજન

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આવતી કાલે એક દિવસીય નિઃશુલ્ક યોગ ટ્રેનીંગ તાલીમ શિબિરનું આયોજન કરાયેલ છે.આવતી કાલ તા.૬ ને રવિવારના રોજ ટંકારા ખાતે દયાનંદ ચોક, આર્ય સમાજ નજીક સાંજે ૪ થી ૬ વાગ્યે ગુજરાત રાજ્ય બોર્ડ-ગાંધીનગર દ્વારા એક દિવસની યોગ શિબિરનાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.તેમજ સમગ્ર ટંકારા તાલુકાને યોગમય બનાવવુંએ આપણી સૌની ફરજ છે.સમગ્ર ટંકારા તાલુકો યોગમય બને અને શારીરિક, માનસિક કે આધ્યાત્મિક રીતે સ્વસ્થમય બને તે હેતુથી આયોજન કરાયેલ છે.

કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે ટંકારા આર્ય સમાજના આચાર્ય રામદેવજી તથા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા નિમાયેલ સૌરાષ્ટ્ર કચ્છ ઝોનના કોર્ડીનેટર અનિલભાઈ ત્રિવેદી તથા મોરબી જિલ્લાના કોર્ડીનેટર વાલજીભાઇ પી.ડાભી યોગ શિબિરમાં વિશેષ ઉપસ્થિતિ રહેશે.યોગ શિબિર દરમ્યાન ગુજરાત રાજ્ય યોગ બોર્ડની રચનાનો હેતુ, યોગ વિશે માહિતી અને પ્રેકટીકલ, યોગ શા માટે કરવો જરૂરી છે ?, યોગના વિવિધ રોગમાં ફાયદા જેવા વિષયોની ચર્ચા થશે માટે તમામ યોગ સાધકોએ યોગ મેટ(પાથરણું કે શેતરંજી) સાથે લઈને આવવાનું રહેશે.ઉપરોક્ત યોગ શિબિરમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ગુ.રા.યોગ કોચ કંચનબેન એમ.સારેસા (મો.95589 26180) અને ગુ.રા.યોગ ટ્રેનર ડિમ્પલબેન એન.સારેસા (મો.96874 42735) એ યાદીમાં જણાવેલ છે.




Latest News