વડીલોના આશીર્વાદ જ સાચી મૂડી: મોરબીમાં સ્વ. નર્મદાબેન નિમાવત ટ્રસ્ટ દ્વારા રામાનંદી સમાજ માટે પ્રેરણાદાયી 'વડીલ વંદના' સમારંભ મોરબી: સ્વ.રમેશભાઈ મકનભાઈ રંગપડીયાની બીજી પુણ્યતિથિ નિમિત્તે નિઃશુલ્ક નિદાન અને દવા કેમ્પ ક્રિટીકલ કેર ક્ષેત્રે સતત સફળતા અપાવતા આયુષ હોસ્પિટલના નામાંકિત ડો. સત્યજીતસિંહ જાડેજા દ્વારા વેન્ટિલેટર પરના 83 વર્ષ ના વૃદ્ધને નવજીવન અપાયું મોરબી જીલ્લામાં ચર્ચા જગાવનાર ચકચારી કેસમાં મનાઈ હુકમ ફરમાવતી ના.કોર્ટે મોરબીની પી.જી.પટેલ કોલેજમાં માતૃભાષા સપ્તાહ અંતર્ગત કવિ સંમેલન યોજાશે મોરબીની ન્યુ એરા ગ્લોબલ સ્કૂલના વિદ્યાર્થીઓએ વિધાનસભાની શૈક્ષણિક મુલાકાત લીધી વાંકાનેરના લુણસર નજીક ડમ્પર ચાલકને રોડ સાઈડમાં વાહન ચલાવવાનું કહેતા યુવાનને ચાર શખ્સોએ મારમાર્યો ટંકારાના વીરપરનો બનાવ: રીક્ષા નીચે ગલૂડિયું આવી જવાની બાબતે થયેલ બોલાચાલી બાદ યુવાન અને તેની માતાને ચાર શખ્સોએ મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં ૭ વર્ષમાં ૧૬૧૭૩ કરતાં વધારે મહિલાઓને ૧૮૧ અભયમે સલાહ-સુચન-માર્ગદર્શન આપ્યું


SHARE













મોરબી જીલ્લામાં ૭ વર્ષમાં ૧૬૧૭૩ કરતાં વધારે મહિલાઓને ૧૮૧ અભયમે સલાહ-સુચન-માર્ગદર્શન આપ્યું

ગુજરાત રાજ્યની વિશેષતા એ છે કે પ્રત્યેક બાબતમાં આગવી રીતે પહેલ કરી લોકોને સરળતાથી યોજનાઓનો લાભ પહોચાડી શકાય તેવા અનેક સંવેદનશીલ નિર્ણયો લેવામાં આવેલ છે. મહિલાઓને ઘરેલુ હિંસા સહિતની વિવિધ પ્રકારની હિંસા તેમજ મુશ્કેલીની બાબતમાં તાત્કાલિક ધોરણે બચાવ અને સલાહ-સુચન-માર્ગદર્શન ઉપરાંત મહિલાલક્ષી યોજનાઓની જાણકારી મળી રહે તે માટે મહિલા હેલ્પલાઈનની સુવિધાની ઉપલબ્ધીની આવશ્યકતા જણાતા ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગૃહ વિભાગ, રાજ્ય મહિલા આયોગ અને GVK EMRI દ્વારા સંકલિત રીતે ૮ માર્ચ ૨૦૧૫ ને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના રોજ રાજ્યવ્યાપી ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈનશરુ કરવામાં આવી હતી.

૭ વર્ષ ની સફળ કામગીરી દરમ્યાન ૧૮૧ અભયમમહિલા હેલ્પ લાઈન દ્વારા મોરબી  જિલ્લામાં કુલ ૧૬૧૭૩ કરતાં વધારે મહિલાઓને જરૂરિયાત મુજબ સલાહ-સુચન, માર્ગદર્શન અને બચાવ પુરું પાડવામાં આવ્યું છે. તાકીદની પરિસ્થિતિમાં ઘટના સ્થળ ઉપર અભયમ રેસક્યુવાન સાથે કાઉન્સિલર સહિતની ટીમ જઇને ૩૮૯૫ જેટલી મહિલાઓને મદદ પુરી પાડેલ છે. છેલ્લા એક વર્ષમાં કરવામાં આવેલ  મુખ્ય કેસોમાં ઘરેલું હિંસાના ૪૮૪, લગ્ન જીવનના વિખવાદના ૨૧, આડોશી-પાડોશી સાથેના ઝઘડાના ૫૨, બાળકની કસ્ટડી માટેના ૨૪, ફોન પર કે શારીરિક પજવણીના ૮, ઘરેથી નીકળી ગયેલા-ભૂલા પડેલા-બિન વારસ માનસિક અસ્વસ્થ ના ૫૨, આત્મ હત્યાના પ્રયાસ કે વિચાર કરતા ૫, તેમજ અન્ય પ્રકારના ૧૧ થી વધુ કેસોમાં સફળતાપૂર્વક કામગીરી કરી પીડિતાઓની સમસ્યાનું  યોગ્ય નિરાકરણ લાવેલ છે. આ સેવાથી મહિલાઓને કટોકટીની પળોમાં તાત્કાલીક પ્રતિસાદ આપી મુંઝવણ અને મુશ્કેલ પરિસ્થિતિમાં એક સ્વજનની જેમ સાથે રહી મહિલાને મદદ મળતી હોવાથી ગુજરાતની મહિલાઓમાં અનેરો વિશ્વાસ પ્રસ્થાપિત કર્યો છે. આમ, મોરબી જિલ્લામાં ૧૮૧ અભયમ્ મહિલા હેલ્પલાઇન દ્વારા અનેક મહિલાઓના જીવનમાં સકારાત્મક પરિવર્તન આવ્યું છે જેનાથી તેઓને નવી જીંદગી મળી હોવાનો અનુભવ થયો છે.








Latest News