મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું ટંકારા-પડધરીના ૬૦થી વધુ ખેડૂતોએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની આગેવાનીમાં વિધાનસભાની લીધી મુલાકાત મોરબીમાં આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી દ્વારા વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ નિમિત્તે નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો મોરબીમાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અંતર્ગત સરકારી કચેરીઓમાં સ્વચ્છતા અભિયાન યોજાશે યુવા કલાકારો માટે ઉત્કૃષ્ટ તક: મોરબી જિલ્લામાં યુવા ઉત્સવ ૨૦૨૬-૨૭ અંતર્ગત જુદીજુદી સ્પર્ધાઓ યોજાશે સરકારી સેવાઓનો સીધો લાભ: મોરબી તાલુકાના જુદાજુદા ગામોમાં સેવા સેતુ ૨.૧ બીજા તબક્કાનો કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીમાં રેશનિગની દુકાનો અનિયમીત ખુલતી હોવાથી ગ્રાહકોને ભારે મુશ્કેલી: કલેક્ટરને રજૂઆત


SHARE







મોરબીમાં રેશનિગની દુકાનો અનિયમીત ખુલતી હોવાથી ગ્રાહકોને ભારે મુશ્કેલી: કલેક્ટરને રજૂઆત

મોરબી જીલ્લામાં તાજેતરમાં પુરવઠા વિભાગમાં નવા અધિકારી મૂકવામાં આવ્યા છે ત્યારે તાલુકા તથા જીલ્લાના ધણા પ્રશ્નો વણઉકેલાયેલા રહ્યા છે. જેવા કે મોરબી સીટીમાં રાશનકાર્ડની ધણી દુકાનો ધણા સમયથી ચાર્જમાં ચાલે છે તેનું વહેલી તકે જાહેરનામું બહાર પાડવું જોઇએ જેથી કોઇ પરીવારને તેનો લાભ મળે, દુકાનો અનિયમીત ખુલે છે અને સરકારની સુચના મુજબ કાર્ડધારકોને કયા ગ્રાહકને કેટલો અનાજનો જથ્થો મળે તેનું બોર્ડ મુકવું જોઇએ તે ધણી દુકાનો જોવા મળતુ નથી અને રાશનકાર્ડધારકોને બીલ પણ આપતા નથી અને બીલ કરતા પાંચ રૂપીયા કાર્ડ દીઠ વધારે લેવામાં આવે છે.

સરકારએ વન રેશન યોજના દાખલ કરેલ કે રાશનકાર્ડ ધારક કોઇપણ દુકાનેથી પોતાનું રાશન કાર્ડ વડે રાસન લઇ શકે જેને પોર્ટેબેલીટી તરીકે ઓળખવામાં આવે છે તેનો કોઇ ચાર્જ થતો નથી. સરકારએ દુકાનદારને દર સોમવારે રજા રાખેલ છે પરંતુ ઘણા દુકાનદારો પોતાની મરજી મુજબ રજા રાખે છે..! જેથી પ્રજા હેરાન થાય છે. અને દુકાનદારો પોતાની મરજી મુજબ વર્તન કરે છે અને કેટલાક દુકાનોરો તોલ માપમાં ગોલમાલ કરે છે અને પ્રજાને ઓછુ તોલીને વજનમાં અનાજ ઓછુ આપે છે.

તો ગરીબ પરીવારનો પુરતુ અને સમયસર અનાજ મળે તેવી સામાજીક કાર્યકરો રાજુભાઇ દવે, જીજ્ઞેશભાઇ પંડયા, અશોક ખરચરીયા, જગદીશભાઇ બાંભણીયા, મુસાભાઇ બ્લોચે આમ જનતાવતી રજુઆત કરી છે અને પગલા લેવાય તેવી માંગણી કરેલ છે. સરકાર કરોડો રૂપિયા ગરીબ પ્રજા પાછળ ખર્ચ કરે છે પરંતુ અધિકારીઓની અણઆવડત કે બેદરકારી કયાંકને કયાંક કારણભુત હોય તેવું જણાય છે. આવા દુકાનદારો સામે પુરવઠા અધિકારી દ્રારા કડક હાથે કામ લેવાય તે જરૂરી છે તેવી માંગણી છે. 




Latest News