મોરબીના નીચી માંડલ-વાંકડા ગામ વચ્ચે અકસ્માત કરીને પિતા-પુત્ર મારી નાખવાની ઘટનાનો પર્દાફાશ: 3 આરોપીની ધરપકડ હળવદ આઈ.ટી.આઈ. ખાતે ૧૦ જુલાઈએ ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન મોરબી જિલ્લામાં યુવા આપદામિત્ર સ્કીમ હેઠળ ૫૫ યુવાનોને તાલીમ અપાઈ મોરબીના ગોડાઉનમાં લાગેલી આગ ચાર દિવસે પણ ચાલુ !: હિટાચી મશીનથી બળેલ મગફળી હટાવવાનું કામ શરૂ ખેડૂત આંદોલન પાર્ટ 3 થી મોરબીના મનોજ પનારાને દૂર રાખવા ટ્રસ્ટની ગૌશાળાને ફટકારી દબાણ હટાવવાની નોટીસ મોરબી ટીંબડીના બાલાજી પાર્ક સહિતની સોસાયટીઓમાં ગેસ કંપની સામે રોષ, પૈસાના લીધા બાદ પણ ગેસ કનેશન ન અપાયા મોરબીમાં જુદાજુદા બે બનાવમાં પરણીતા અને યુવતી પ્રેમ સંબંધમાં ગુમ થઇ હોવાનું ખુલ્યુ મોરબીમાં કારચાલકોની ખરાબ આદત કોઇ માટે જીવલેણ સાબિત થશે, કાર ચાલકે દરવાજો ખોલતાં બાઈક સવાર સારવારમાં
Breaking news
Morbi Today

ટંકારાની વિરપર ગ્રામ પંચાયતે તકરાર નિવારવા કલેક્ટરને કરી મહત્વની રજૂઆત


SHARE







ટંકારાની વિરપર ગ્રામ પંચાયતે તકરાર નિવારવા કલેક્ટરને કરી મહત્વની રજૂઆત

ટંકારાની વિરપર ગ્રામ પંચાયત દ્વારા કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે અને આ ગામે આવેલા ખરાબા પૈકીની જમીન લાગુ, બેઠા થાળે કે અન્ય બાબતે આપવાની થતી હોય તો પહેલા ગ્રામ પંચાયત તથા આજુ-બાજુના ખાતેદારોની સંમતી લેવામાં આવે તેવી રજૂઆત કરેલ છે કેમ કેજમીન ફાળવણી કરવામાં આવ્યા પછી ઘણી વખત ખાતેદારોને તેમના ખેતરમાં જવા માટેના રસ્તા બંધ થાય છે અને તકરાર ઊભી થાય છે

હાલમાં વિરપર ગ્રામ પંચાયતે કલેક્ટર જે.બી. પટેલને જે રજૂઆત કરી છે તેમાં જણાવ્યુ છે કેવિરપર ગામની આસપાસમાં આવેલ સરકારી ખરાબાની જમીનમાંથી કોઈને પણ જુદા-જુદા હેતુ માટે જો સરકારના નિયમો મુજબ જમીન આપવાની થતી હોય તો આ જમીનની ફાળવણી કરવામાં આવે તે પહેલા પંચાયતને અને આજુબાજુમાં ખેતરો આવેલા હોય તે લોકોની સંમતી લેવામાં આવે તે જરૂરી છે કેમ કેખાતેદારોને જમીન ફાળવ્યા બાદ સરવે નંબર તથા બાજુના ખાતેદારોને તેમના ખેતરમાં જવા માટે રસ્તા બંધ થવાથી તકરાર ઉભી થાય છે. અને આવી તકરાર ઊભી ન થાય તે માટે જમીન ફાળવવામાં આવે ત્યારે પહેલા વિરપર ગ્રામ પંચાયત તથા ખાતેદારોની સંમતિ લઇને આગળની કાર્યવાહી કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે.






Latest News