મોરબીના નીચી માંડલ-વાંકડા ગામ વચ્ચે અકસ્માત કરીને પિતા-પુત્ર મારી નાખવાની ઘટનાનો પર્દાફાશ: 3 આરોપીની ધરપકડ હળવદ આઈ.ટી.આઈ. ખાતે ૧૦ જુલાઈએ ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન મોરબી જિલ્લામાં યુવા આપદામિત્ર સ્કીમ હેઠળ ૫૫ યુવાનોને તાલીમ અપાઈ મોરબીના ગોડાઉનમાં લાગેલી આગ ચાર દિવસે પણ ચાલુ !: હિટાચી મશીનથી બળેલ મગફળી હટાવવાનું કામ શરૂ ખેડૂત આંદોલન પાર્ટ 3 થી મોરબીના મનોજ પનારાને દૂર રાખવા ટ્રસ્ટની ગૌશાળાને ફટકારી દબાણ હટાવવાની નોટીસ મોરબી ટીંબડીના બાલાજી પાર્ક સહિતની સોસાયટીઓમાં ગેસ કંપની સામે રોષ, પૈસાના લીધા બાદ પણ ગેસ કનેશન ન અપાયા મોરબીમાં જુદાજુદા બે બનાવમાં પરણીતા અને યુવતી પ્રેમ સંબંધમાં ગુમ થઇ હોવાનું ખુલ્યુ મોરબીમાં કારચાલકોની ખરાબ આદત કોઇ માટે જીવલેણ સાબિત થશે, કાર ચાલકે દરવાજો ખોલતાં બાઈક સવાર સારવારમાં
Breaking news
Morbi Today

ટંકારા નજીક રીક્ષાને કાર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા વૃધ્ધને સારવારમાં ખસેડાયા


SHARE







ટંકારા નજીક રીક્ષાને કાર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા વૃધ્ધને સારવારમાં ખસેડાયા

ટંકારા નજીક રિલાયન્સ પેટ્રોલ પંપ પાસેથી રીક્ષા ચાલક પોતાની રિક્ષા લઈને જુના રસ્તા પર રોડ ક્રોસ કરી રહ્યા હતા ત્યારે કાર ચાલકે તેની રિક્ષાને અડફેટે લીધી હતી જેથી કરીને રિક્ષાચાલકને હાથે-પગે, અંગૂઠામાં અને પાંસળીમાં ઈજા થઈ હતી માટે તેને સારવારમાં ખસેડાયા હતા અને હાલમાં રિક્ષા ચાલકે કાર ચાલકની સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી શહેરના વાવડી રોડ ઉપર આવેલ ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં રહેતા મામદભાઇ ખમીશાભાઇ ભુંગર જાતે સંધી (ઉ.૬૪) પોતાના વાલા વાળી સીએનજી રીક્ષા નંબર જીજે ૩ એઝેડ ૬૦૧૭ લઈને ટંકારા તાલુકાના જુના રસ્તા પાસે રોડ ક્રોસ કરી રહ્યા હતા ત્યારે કાર નંબર જીજે ૩૬ એલ ૭૭૯૭ ના ચાલકે રીક્ષાને હડફેટે લીધી હતી જેથી કરીને મામદભાઇને હાથે પગે, અંગૂઠામાં અને છાતીના ભાગે પાસળીમાં ઇજાઓ થઇ હોવાથી તેને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા અને સારવાર લીધા બાદ મામદભાઇકારના ચાલક સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News