મોરબીમાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અંતર્ગત સરકારી કચેરીઓમાં સ્વચ્છતા અભિયાન યોજાશે યુવા કલાકારો માટે ઉત્કૃષ્ટ તક: મોરબી જિલ્લામાં યુવા ઉત્સવ ૨૦૨૬-૨૭ અંતર્ગત જુદીજુદી સ્પર્ધાઓ યોજાશે સરકારી સેવાઓનો સીધો લાભ: મોરબી તાલુકાના જુદાજુદા ગામોમાં સેવા સેતુ ૨.૧ બીજા તબક્કાનો કાર્યક્રમ યોજાશે મોરબી, માળિયા અને ટંકારાના ૫ ગામો માટે ૬૪.૩૬ લાખના નવા સંપ, પાઇપલાઇન, પમ્પિંગ મશીનરી, ટ્રાયલ બોર અને કૂવા સહિતના પાણી પુરવઠાના વિકાસકામો મંજૂર મોરબી જિલ્લામાં દિવાળી બાદ ખેડૂત મહાપંચાયતનું ધાર્મિક અને સામાજિક સંસ્થાઓને સાથે રાખીને કરાશે આયોજન: કલેક્ટર કચેરીના પટાંગણમાંથી સત્યાગ્રહ છાવણીના આગેવાનોએ કર્યું એલાન મોરબીના હરીપર (કે.)ની સગીરાનું અપહરણ, કારે રીક્ષાને હડફેટે લેતા બે બાળકીને ઈજા: અજંતા કલોક પાસે મારામારી ઈન્સ્ટાગ્રામમાં લાઈક-ફોલોઅર્સ વધારવા યુવાને ઝેરી દવા પીને વીડીયો વાઈરલ કર્યો! તે અમારું સમાધાન થવા દીધેલ નથી તેવું કહીને વાંકાનેરના પાડધરા ગામે યુવાન ઉપર હુમલો: પાંચ શખ્સો સામે ફરિયાદ
Breaking news
Morbi Today

મોરબીમાં મંજૂર થયેલા ૩૮.૩૫ કરોડના ગટર-પાણીના કામ ટલ્લે ચડતા મુખ્યમંત્રીને રજૂઆત


SHARE









મોરબીમાં મંજૂર થયેલા ૩૮.૩૫ કરોડના ગટર-પાણીના કામ ટલ્લે ચડતા મુખ્યમંત્રીને રજૂઆત

મોરબી પાલિકાના હદ વિસ્તારમાં આવતી સોસાયટીઓ તેમજ વાડી વિસ્તારની અંદર ભૂગર્ભ ગટર અને પાણીની લાઈન માટે સરકારમાંથી ૩૮.૩૫ કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે જોકે આ કામગીરી હાલમાં ચડી ગઈ છે કારણ કે પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા આ કામગીરીને કરવા માટે અસમર્થતા દર્શાવવામાં આવી છે જેથી આ કામ કરવા માટે પાલિકા દ્વારા તૈયારી દર્શાવવામાં આવી છે પરંતુ હજુ સુધી સરકારમાંથી તેના માટેની જરૂરી મંજુરી મળેલ ન હોય તે બાબતે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી, રાજ્યના પંચાયત મંત્રી તેમજ મોરબી જિલ્લાના પ્રભારી મંત્રીને આ મુદ્દે મોરબી નગરપાલિકાના પ્રમુખ સહિતના સતવારા સમાજના આગેવાનો દ્વારા લેખિતમાં રજૂઆત કરવામાં આવેલ છે

રાજ્યની એ ગ્રેડની નગરપાલિકાઓમાં મોરબી નગરપાલિકાનો સમાવેશ થાય છે અને મોરબી નગરપાલિકાની હદ વિસ્તારમાં લોકોને સુવિધા પૂરી પાડવીએ પાલિકાની પ્રાથમિક ફરજ છે જો કે આજની તારીખે મોરબી નગરપાલિકાની હદ વધારવામાં આવ્યા બાદ સમાવેશ કરવામાં આવેલ ૪૦ સોસાયટીઓ તેમજ ૧૧૫ જેટલા વાડી વિસ્તારની અંદર પ્રાથમિક સુવિધા જેમાં પીવાના પાણી, ભૂગર્ભ ગટર, લાઇટ તેમજ રોડ રસ્તા સહિતના પ્રશ્નો છે જેને ઉકેલવા માટે તેને સરકાર દ્વારા ૪૫ કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે અને તેમાંથી ૩૮.૩૫ કરોડ રૂપિયાના ખર્ચે ભૂગર્ભ ગટર અને પીવાના પાણીના કામ ગુજરાત પાણી પુરવઠા બોર્ડ અને ગટર વ્યવસ્થા બોર્ડને સોંપવામાં આવ્યા હતા

જોકે તે કામગીરી કરવા માટે ગુજરાત પાણી પુરવઠા બોર્ડ અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા અસમર્થતા દર્શાવવામાં આવી છે જેથી કરીને આ અંગેની લેખિતમાં જાણ સંબંધિત વિભાગને ગાંધીનગર ખાતે કરી દેવામાં આવી છે અને ત્યારબાદ પાલિકા દ્વારા આ કામગીરી કરવા માટે સહમતિ આપી સમર્થતા દર્શાવવામાં આવી છે તેમ છતાં પણ સરકાર તરફથી કોઇ યોગ્ય નિર્ણય કરવામાં આવ્યો નથી જેથી કામની મંજૂરી મળી ગઇ હોવા છતાં પણ કરોડો રૂપિયાના વિકાસ કામોને પાલિકા દ્વારા હાથ ધરવામાં આવતા નથી જેથી ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, મોરબી માળીયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય અને રાજયના પંચાયત મંત્રી બ્રિજેશભાઇ મેરજા તેમજ મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી દેવાભાઈ માલમને મોરબી નગરપાલિકાના પ્રમુખ કુસુમબેન કે. પરમાર સહિતના વિસ્તારના અને સતવારા સમાજના આગેવાનો દ્વારા લેખિતમાં રજૂઆત કરવામાં આવેલ છે

આ ઉપરાંત વાડી વિસ્તારની અંદર રહેતા પરિવારને વીજ કંપનીમાંથી થ્રી ફેઈઝ અને સિંગલ ફેઈઝના કનેક્શન લેવા માટે મુશ્કેલીનો સામનો કરવો પડે છે જેથી આ પ્રશ્નને પણ કાયમી ધોરણે ઉકેલવા માટે સતવારા સમાજના આગેવાનો દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને રજૂઆત કરી છે તેની સાથોસાથ છેવાડાના વાડી વિસ્તારમાં વર્ષોથી પોતાના બાપદાદાની જમીન પર મકાન બનાવીને રહેતા પરિવારના જમીન રેગ્યુલર કરવા માટે થઈને નોન એગ્રીકલ્ચર કરી રેગ્યુલર કરવા ગત જાન્યુઆરી મહિનામાં લેખિત રજૂઆત કરવામાં આવી છે તેમ છતાં પણ તે મુદ્દે હજુ સુધી કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી જેથી તે મુદે પણ રજૂઆત કરી હતી આ તકે ગણેશભાઈ ડાભી, ભાવેશભાઈ કંજારીયા, કે.કે. પરમાર, હર્ષદભાઈ કંઝરિયા સહિતના સતવારા સમાજના આગેવાનો ત્યાં હાજર રહ્યા હતા




Latest News