યુવા કલાકારો માટે ઉત્કૃષ્ટ તક: મોરબી જિલ્લામાં યુવા ઉત્સવ ૨૦૨૬-૨૭ અંતર્ગત જુદીજુદી સ્પર્ધાઓ યોજાશે સરકારી સેવાઓનો સીધો લાભ: મોરબી તાલુકાના જુદાજુદા ગામોમાં સેવા સેતુ ૨.૧ બીજા તબક્કાનો કાર્યક્રમ યોજાશે મોરબી, માળિયા અને ટંકારાના ૫ ગામો માટે ૬૪.૩૬ લાખના નવા સંપ, પાઇપલાઇન, પમ્પિંગ મશીનરી, ટ્રાયલ બોર અને કૂવા સહિતના પાણી પુરવઠાના વિકાસકામો મંજૂર મોરબી જિલ્લામાં દિવાળી બાદ ખેડૂત મહાપંચાયતનું ધાર્મિક અને સામાજિક સંસ્થાઓને સાથે રાખીને કરાશે આયોજન: કલેક્ટર કચેરીના પટાંગણમાંથી સત્યાગ્રહ છાવણીના આગેવાનોએ કર્યું એલાન મોરબીના હરીપર (કે.)ની સગીરાનું અપહરણ, કારે રીક્ષાને હડફેટે લેતા બે બાળકીને ઈજા: અજંતા કલોક પાસે મારામારી ઈન્સ્ટાગ્રામમાં લાઈક-ફોલોઅર્સ વધારવા યુવાને ઝેરી દવા પીને વીડીયો વાઈરલ કર્યો! તે અમારું સમાધાન થવા દીધેલ નથી તેવું કહીને વાંકાનેરના પાડધરા ગામે યુવાન ઉપર હુમલો: પાંચ શખ્સો સામે ફરિયાદ મોરબીમાં ગણેશ વિસર્જન વખતે ચાર યુવકો ડૂબ્યા, 2 નો બચાવ: 1 નો મૃતદેહ મળ્યો, 1 ની શોધખોળ ચાલુ
Breaking news
Morbi Today

મોરબીના નવા સાદુળકાની સરકારી શાળામાં ચિત્ર સ્પર્ધા યોજાઇ


SHARE









મોરબીના નવા સાદુળકાની સરકારી શાળામાં ચિત્ર સ્પર્ધા યોજાઇ

 વિશ્વ ક્ષય દિવસને અનુસંધાને ડીસ્ટ્રીકટ ટોબેકો કંટ્રોલ સેલ મોરબી, હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર લક્ષ્મીનગર, તથા મોરબી જીલ્લા ટી.બી.વિભાગના સયુંકત ઉપક્રમે નવા સાદુળકાની સરકારી શાળામાં એક ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં ધોરણ ૬ થી ૮ ના શાળાના તમામ બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધેલ હતો અને તમાકુના વ્યસનનો સંદેશો પાઠવતા વિવિધ ચિત્રો દોરેલ, સ્પર્ધામાં પ્રથમ નંબર દ્રિતીય નંબર અને તૃતીય નંબર મેળવનાર વિજેતાને ડીસ્ટ્રીક્ટ ટોબેકો કંટ્રોલ સેલ દ્વારા ઇનામ તથા પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા, ત્યારબાદ ડીસ્ટ્રીક્ટ ટોબેકો કંટ્રોલ સેલ ના સોશ્યલ વર્કર તેહાન એમ. શેરસીયા દ્વારા વિદ્યાર્થીઓને વ્યસનમુક્ત રહેવા તથા પોતાના પરિવારને વ્યસનમુક્ત રાખવા અંગે માહિતગાર કરી વ્યસનની શારીરિક અસરો, આર્થિક અસરો અને વ્યસન મુક્તિના ફાયદા અંગે માહિતી આપેલ, ત્યારબાદ ટીબી વિભાગના ડીસ્ટ્રીક્ટ પ્રોગ્રામ કો-ઓર્ડીનેટર પિયુષ જોષી દ્વારા ટી.બી. દિવસના અનુસંધાને બાળકોને ભારત દેશને ટી.બી. મુક્ત બનાવવા માટે સ્વયં શું યોગદાન આપી શકે, ટી.બી.ના લક્ષણો તેની સારવાર વગેરે બાબતોથી માહિતગાર કર્યા હતા, કાર્યક્રમના અંતમાં એચ.ડબલ્યુ.સી.લક્ષ્મીનગર ના સી.એચ.ઓ. ડો.વિજય અગોલા દ્વારા દરેક વિદ્યાર્થીઓને ટી.બી. મુક્ત ભારત અંતર્ગત શપથ લેવડાવવામાં આવેલ. આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના તમામ સ્ટાફગણ દ્વારા જહેમત ઉઠાવેલ હતી.




Latest News