ટંકારામાં આર્યસમાજ દ્વારા આજથી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ: યજ્ઞ-શોભાયાત્રા સહિતના કાર્યક્રમો યોજાયા મોરબીના મહેન્દ્રનગર પાસે પેસેન્જર રીક્ષાને અકસ્માત નડયો, એક વ્યક્તિનું રાજકોટ ખાતે મોત મોરબીના સાહિલ માજોઠીનું યુદ્ધ કેદીઓને ટ્રાન્સફર લિસ્ટમાં હાલ યુક્રેને રશિયાને નામ ન આપ્યું: સાહિલને ભારત હેમખેમ આવવા સામે પ્રશ્નાર્થ મોરબીની ઓમ શાંતિ વિદ્યાલયનો વિદ્યાર્થી કંઝારીયા જયદીપ રંગોત્સવમાં સમગ્ર ભારતમાં પ્રથમ મોરબી નજીક કારખાનાના બાથરૂમમાં અજાણ્યું ઇન્જેક્શન મારીને યુવાને કર્યો આપઘાત ​​​​​​​મોરબીમાં પરિણીતાને દુ:ખ ત્રાસ આપીને મારકૂટ કરતાં પતિ સહિત ત્રણ સામે ફરિયાદ હળવદ ભાજપ દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં ત્રાજપર ચોકડીએ રીક્ષા પલ્ટી જતાં ઇજા પામેલ યુવાન સારવારમાં: મિલન પાર્કમાંથી બાઈકની ચોરી
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં આંગણવાડી કાર્યકર અને તેડાગરની ભરતી પ્રક્રિયા ચાલુ


SHARE













મોરબી જીલ્લામાં આંગણવાડી કાર્યકર અને તેડાગરની ભરતી પ્રક્રિયા ચાલુ

મોરબી જિલ્લામાં આંગણવાડી કાર્યકરની ૧૦૬ તથા આંગણવાડી તેડાગરની ૧૩૮ જગ્યાની ભરતી પ્રક્રિયા ચાલુ છે. જેની અંતિમ તા. ૪/૪ (રાત્રે ૧૨:૦૦ કલાક) છે. આ જગ્યા પર અરજી કરવા મહિલા ઉમેદવાર જે તે આંગણવાડી કેન્દ્ર વિસ્તારની સ્થાનીક રહેવાસી હોવી જોઈએ તથા તે અંગેની મામલતદાર દ્વારા ઇસ્યુ કરેલ જનસેવા કેન્દ્રનું નિયત નમુનાનું પ્રમાણપત્ર જ માન્ય રહેશે.

આ અરજી કરવાની છેલ્લી તારીખને કટ ઓફ ડેટ ગણવામાં આવશે. આંગણવાડી કાર્યકર/તેડાગર, અને મીની આંગણવાડી કાર્યકરની માનદ સેવામાં પસંદગી માટે અરજી કરનાર મહિલા અરજદારની ઉમર અરજી કરવાની છેલ્લી તારીખે ૧૮ વર્ષ પૂર્ણ હોવી જોઈએ અને ૩૩ વર્ષથી વધુ ના હોવી જોઈએ. અરજી માટે વેબસાઈટ https://e-hrms.gujarat.gov.in ઉપર દર્શાવેલ સૂચનાઓ અને નિયમો વાંચીને અંગ્રેજીમાં ફોર્મ ભરવાનું રહેશે. આંગણવાડીની ખાલી જગ્યાઓમાં અરજી કરવા માટે જે તે આંગણવાડી કેન્દ્રને પસંદ કરી આંગણવાડી કાર્યકર/તેડાગર અને મીની આંગણવાડી કાર્યકર માટે અરજી કરવાની રહેશે. વધુ માહિતી મેળવવા માટે હેલ્પ લાઈન નંબર ૦૨૮૨૨ ૨૯૯૧૨૦ અથવા  નજીકની આઈસીડીએસ કચેરીનો સંપર્ક કરવા મોરબી જિલ્લા પ્રોગ્રામ ઓફિસર દ્વારા જણાવાયુ છે.

કામચલાઉ રીતે કામ બંધ

આગામી વર્ષ ૨૦૨૨-૨૩ થી  PM KISAN યોજના હેઠળ નોંધયેલ તમામ ખેડુતોને જણાવવાનું કે આધાર સંલગ્ન OTP ખરાઇ કરવાની સગવડ કામચલાઉ રીતે બંધ કરવામાં આવેલ છે. તેમજ e-KYC માટેની સમયમર્યાદા તા. ૩૧-૫-૨૦૨૨ સુધી લંબાવામાં આવી છે. વધુ જાણકારી માટે PM-Kisan Helpline No. 155261 / 011-24300606  અથવા  પોતાના ગ્રામસેવક, તલાટી, ખેડૂત મિત્ર કે વીસીઇનો સંપર્ક કરવા જણાવ્યુ છે આ કામગીરીમાં જરૂરી મદદ માટે તા. ૧-૪-૨૦૨૨ થી ૭-૪-૨૦૨૨ સુધી મોરબી જિલ્લાના તમામ ગ્રામસેવક પોતાના કાર્યક્ષેત્રના ગામોમાં હાજર રહી કામગીરી કરશે તેમ જિલ્લા ખેતીવાડી અધિકારી વી.કે. ચૌહાણની યાદીમાં જણાવાયું છે.






Latest News