મોરબીના હરીપર (કે.)ની સગીરાનું અપહરણ, કારે રીક્ષાને હડફેટે લેતા બે બાળકીને ઈજા: અજંતા કલોક પાસે મારામારી ઈન્સ્ટાગ્રામમાં લાઈક-ફોલોઅર્સ વધારવા યુવાને ઝેરી દવા પીને વીડીયો વાઈરલ કર્યો! તે અમારું સમાધાન થવા દીધેલ નથી તેવું કહીને વાંકાનેરના પાડધરા ગામે યુવાન ઉપર હુમલો: પાંચ શખ્સો સામે ફરિયાદ મોરબીમાં ગણેશ વિસર્જન વખતે ચાર યુવકો ડૂબ્યા, 2 નો બચાવ: 1 નો મૃતદેહ મળ્યો, 1 ની શોધખોળ ચાલુ મોરબી નજીકથી દારૂનો જથ્થો ભરેલ ગાડી સાથે પાંચ ઝડપાયા, 12 લાખનો મુદ્દામાલ કબજે હું તને જોઈ લઈશ કહીને વાંકાનેર સિવિલમાં ડોક્ટરને થપાટ મરનારા નગરપાલિકાના પૂર્વ પ્રમુખના દીકરા સહિતના બે સામે ગુનો નોંધાયો મોરબી RTO દ્વારા સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત વિવિધ તાલુકાઓમાં માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમો યોજાયા મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેએ હરબટીયાળી ગામે SMAM યોજનાના લાભાર્થીઓ અને ફાર્મની લીધી રૂબરૂ મુલાકાત
Breaking news
Morbi Today

મોરબીમાં બે મહિલાને માર મરનારા ચાર વ્યક્તિ પૈકીનાં એક આરોપીની ધરપકડ


SHARE









મોરબીમાં બે મહિલાને માર મરનારા ચાર વ્યક્તિ પૈકીનાં એક આરોપીની ધરપકડ

મોરબીના સામાકાંઠે માળીયા ફાટક પાસે આવેલા કાંતિનગર વિસ્તારમાં મસ્જિદ નજીક મારામારીનો બનાવ બન્યો હતો જેમાં ત્યાં રહેતી બે મહિલાઓને ચાર વ્યક્તિઓએ માર માર્યો હતો જેની ફરિયાદ નોંધાઈ હતી જેના આધારે પોલીસે હાલમાં એક આરોપીની ધરપકડ કરેલ છે અને કાયદાના સંઘર્ષમાં આવેલા એક બાળ કિશોરની પૂછપરછ કરીને તેને તેના વાલીને સોફી દેવામાં આવેલ છે

શહેરના સામાકાંઠે માળીયા ફાટક પાસે આવેલ કાંતિનગરમાં ઝુબેદા મસ્જિદની પાસે રહેતા શકીનાબેન હનીફભાઈ ઇશાભાઈ બરેર જાતે માજોઠી (ઉ.૩૦) તથા શેરૂબેન ઇબ્રાહીમભાઇ (ઉ.૩૦)ને બે મહિલા સહિત ચાર વ્યક્તિએ માર માર્યો હતો જેથી ભોગ બનેલ શકીનાબેન હનીફભાઈ માજોઠીએ બી ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી જેમાં તેને જણાવ્યુ હતું કે, મુમતાજબેન સીદીકભાઈ, મહેરૂનબેન હનીફભાઇ, અફઝલ ઈદ્રીશભાઈ સહિત ચાર વ્યક્તિઓએ 'તમે મહેરૂનબેનને મારા વિશે કેમ ચડામણી કરો છો..?' તેમ કહીને માર માર્યો હતો તેવું લખાવ્યું હતુ જેના આધારે પોલીસે ગુનો નોંધીને આ ગુનામાં અફઝલભાઇ ઇદ્રીશભાઇ શેખ નામના એક આરોપીની ધરપકડ કરેલ છે અને કાયદાના સંઘર્ષમાં આવેલા એક બાળ કિશોરની પૂછપરછ કરીને તેને તેના વાલીને સોફી દેવામાં આવેલ છે જોકે, બે મહિલા આરોપીને પકડવા માટે તજવીજ ચાલી રહી છે

અકસ્માતથી નુકશાન

મૂળ પોરબંદર જિલ્લાના અમરદળ ગામના રહેવાસી અને હાલમાં વાંકાનેર પેડક સોસા. કિશનભાઈના મકાનમા ભાડેથી રહેતા ગૌતમભાઈ હિતેન્દ્રભાઈ રાઠોડ જાતે સગર (ઉ.૩૦)એ હાલમાં સલમાનભાઈ સઈદભાઈ ખાન (ઉ.૨૬) રહે. ખંડવા સંજયનગર સોસાયટી શેરી નં.૨૮ છોટા ભીલટ બાબાના મંદિર પાસે ઈન્દોર રોડ એમપી વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે વાંકાનેર-મોરબી ને.હા રોડ હસનપર ઓવરબ્રિજ પાસે ફરિયાદી પોતાના હવાલા વાળી ટ્રક નં. જીજે ૨૫ યુ ૯૨૫૪ લઈને જતો હતો ત્યારે પાછળથી આરોપીએ પોતાના હવાલાવાળી ટ્ર્ક નં. એમપી ૧૨ એચ ૬૦૮૩ તેના ટ્રકની ખાલી સાઈડ તરફથી ઓવરટેક કરી હતી અને ફરિયાદીના ટ્રકનો એકદમ કાવો મારતા તેની ટ્રકની ખાલી સાઈડના દરવાજા પાસે આરોપીના ટ્રકની બોડી અથડાઇ હતી જેથી કરીને બમ્પર, પંખા વિગેરેમાં નુકશાની કરી હતી જેથી પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડીને આગળની કાર્યવાહી કરી હતી 




Latest News