મોરબીના હરીપર (કે.)ની સગીરાનું અપહરણ, કારે રીક્ષાને હડફેટે લેતા બે બાળકીને ઈજા: અજંતા કલોક પાસે મારામારી ઈન્સ્ટાગ્રામમાં લાઈક-ફોલોઅર્સ વધારવા યુવાને ઝેરી દવા પીને વીડીયો વાઈરલ કર્યો! તે અમારું સમાધાન થવા દીધેલ નથી તેવું કહીને વાંકાનેરના પાડધરા ગામે યુવાન ઉપર હુમલો: પાંચ શખ્સો સામે ફરિયાદ મોરબીમાં ગણેશ વિસર્જન વખતે ચાર યુવકો ડૂબ્યા, 2 નો બચાવ: 1 નો મૃતદેહ મળ્યો, 1 ની શોધખોળ ચાલુ મોરબી નજીકથી દારૂનો જથ્થો ભરેલ ગાડી સાથે પાંચ ઝડપાયા, 12 લાખનો મુદ્દામાલ કબજે હું તને જોઈ લઈશ કહીને વાંકાનેર સિવિલમાં ડોક્ટરને થપાટ મરનારા નગરપાલિકાના પૂર્વ પ્રમુખના દીકરા સહિતના બે સામે ગુનો નોંધાયો મોરબી RTO દ્વારા સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત વિવિધ તાલુકાઓમાં માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમો યોજાયા મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેએ હરબટીયાળી ગામે SMAM યોજનાના લાભાર્થીઓ અને ફાર્મની લીધી રૂબરૂ મુલાકાત
Breaking news
Morbi Today

મોરબીના ખાનપર ગામે કેરોસીન છાંટી અગ્નિસ્નાન કરનાર આધેડનું સારવાર દરમ્યાન મોત


SHARE









મોરબીના ખાનપર ગામે કેરોસીન છાંટી અગ્નિસ્નાન કરનાર આધેડનું સારવાર દરમ્યાન મોત

મોરબી તાલુકાના ખાનપર ગામના રહેવાસી ગરાસીયા આધેડે તેઓના ઘેર અગ્નિસ્નાન કરતાં તેઓને મોરબીની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લવાયા હતા જ્યાં પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે રાજકોટ લઇ જવાયા હતા જેઓનું સારવાર દરમ્યાન મોત નિપજયુ હોવાનું જાણવા મળેલ છે.

મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોના જણાવ્યા પ્રમાણે ખાનપર ગામના વતની વનરાજસિંહ બચુભા ઉર્ફે મંગુભા જાડેજા નામના ૫૭ વર્ષીય આધેડે તા.૩૦-૩ ના તેમના ઘેર શરીરે કેરોસીન છાંટી સળગી જતા દાઝી ગયેલી હાલતમાં તેમને મોરબીની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા જ્યાં રાબેતા મુજબ પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે તેઓને રાજકોટ ખસેડાયા હતા.જયાં ગઇકાલે તા.૩૧-૩ ના સાંજે સાતેક વાગ્યે સારવાર દરમ્યાન વિક્રમસિંહ જાડેજાનું મોત નિપજયુ હતુ.બનાવને પગલે તાલુકા પોલીસ મથકના આર.બી.વ્યાસે નોંધ કરીને બનાવના કારણ અંગે આગળની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે.




Latest News