મોરબીમાં સંરક્ષણદળોમાં જોડાવા ઇચ્છતા યુવાનો માટે તાલીમ વર્ગ યોજાશે
હળવદ નજીક અકસ્માતમાં ઇજા પામેલા કાર ચાલકનું સારવારમાં મોત
SHARE









હળવદ નજીક અકસ્માતમાં ઇજા પામેલા કાર ચાલકનું સારવારમાં મોત
મોરબી જિલ્લાના માળીયા- હળવદ હાઈવે ઉપર અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં ઘંઉ ભરીને કન્ટેનર જતુ હતું તે કોઈ કારણસર પલ્ટી મારી જતા ટ્રક ઈનોવા કાર ઉપર પડ્યો હતો જેથી કરીને ઈનોવા કારના ચાલકને ઇજા થતાં સારવારમાં ખસેડાયો હતો અને આ યુવાનની સારવારમાં મોત નીપજયું છે
માળીયા-હળવદ હાઈવે પર જૂના દેવળિયા ગામ પાસે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમા ઘંઉ ભરેલ કન્ટેઈનરના ચાલકે કોઇ કારણોસર સ્ટીયરીંગ ઉપરનો કાબુ ગુમાવતા કન્ટેનર પલ્ટી મારીને ડિવાઈડર સાથે અથડાયુ હતુ. જેથી કન્ટેનરમાં ભરાયેલા ઘઉંનો જથ્થો હાઇવે ઉપર ઢોળાઈ ગયો હતો. દરમિયાનમાં સામેથી આવતી એક ઇનોવા કાર નંબર જીજે ૧૮ બીએચ ૩૨૭૪ પણ કન્ટેનર સાથે અથડાઈ હતી. જેમાં કાર ચાલકને ઇજા થતાં ખાનગી હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો જો કે, સારવાર કારગત ન નિવડતા ઈનોવા કાર ચાલક સુનિલભાઈ શ્યામભાઈ બારૈયા (૨૬) રહે. સાપેડા તાલુકો અંજાર વાળનું મોત નીપજયું છે જેથી હળવદ તાલુકા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે
