રાજમાતા વિજય કુંવરબા સાહેબનો પાર્થિવદેહ મોરબી પહોચ્યો: વેપારીઓને ધંધો રોજગાર બંધ રાખીને કાલે અંતિમ યાત્રામાં જોડાવા મંત્રીનું આહ્વાન મોરબી જિલ્લાના યોગ કોચ-ટ્રેનર્સની ગાંધીનગર ખાતે ચેરમેનની હાજરીમાં સોમવારે મિટિંગ યોજાશે મોરબી રામધન આશ્રમ ખાતે મહામંડલેશ્વર રત્નેશ્વરીદેવીના જન્મદિવસની અનોખી ઉજવણી મોરબીમાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં કોર્ટે આરોપીને ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં યોજાનાર દશેરાનો કાર્યક્રમ રદ મોરબી જીલ્લામાં જવાહર નવોદય વિદ્યાલયમાં પ્રવેશ માટે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ ૨૨ ઓક્ટોબર મોરબી જીલ્લામાં ટુ-વ્હિલર વાહનોની નવી સીરીઝ GJ-36-BE માટે પસંદગીના નંબરો મેળવવા ઓનલાઇન ઓક્શન પ્રક્રિયા જાહેર કરાઇ મોરબી જીલ્લામાં આઇ-ખેડુત પોર્ટલ ૨.૦ ઉપર નાની-મોટી નર્સરી સહાય યોજના માટે ઓનલાઇન અરજી કરી શકાશે
Breaking news
Morbi Today

મોરબીમાં સંરક્ષણદળોમાં જોડાવા ઇચ્છતા યુવાનો માટે તાલીમ વર્ગ યોજાશે


SHARE







મોરબીમાં સંરક્ષણદળોમાં જોડાવા ઇચ્છતા યુવાનો માટે તાલીમ વર્ગ યોજાશે

મોરબી રોજગાર વિનિમય કચેરી દ્વારા સંરક્ષણ દળો-આર્મી, નેવી, એરફોર્સ, અર્ધ લશ્કરી દળો-વગેરેમાં જોડાવા માંગતા યુવાનો ભરતી રેલીમાં સારો દેખાવ કરી શકે અને પસંદગી મેળવી શકે તે માટે રોજગાર વિનિમય  કચેરી, મોરબી દ્વારા એક માસના, રહેવા-જમવાની ની:શુલ્ક વ્યવસ્થા સાથેના, નિવાસી તાલીમ વર્ગનું આયોજન આગામી સમયમાં મોરબી ખાતે કરવામાં આવનાર છે, જેમા  શારીરિક ક્ષમતા કસોટી માટેની અને લેખિત પરીક્ષા માટેની પુર્ણ સમયની તાલીમ નિષ્ણાંત ફેક્લ્ટી દ્વારા આપવામાં આવશે. તેમજ તાલીમ લેવા બદલ ઉમેદવારોને નિયમોનુસાર સ્ટાઇપેન્ડ ચુકવવામાં આવશે.

આ તાલીમ વર્ગમાં ઓછામાં ઓછી ધો-૧૦ પાસની લાયકાત ધરાવતા અને ઉંમર જનરલ ડયુટી માટે ૧૭ વર્ષ ૬ માસથી ૨૦ વર્ષ ટેડ મેન, ટેકનિકલ અને ક્લાર્ક માટે માટે ૧૭ વર્ષ ૬ માસથી ૨૨ વર્ષ સુધીની ઉંમર ધરાવતા ઉમેદવારો (અપંગો અને બહેનો સિવાય) પ્રવેશ મેળવી શકશે. તાલીમ વર્ગમાં જોડાવા ઇચ્છુક લાયક ઉમેદવારોએ તમામ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, બેન્ક પાસબૂકની વિગત, પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ, આધાર કાર્ડની નકલ વગેરે સાથે રોજગાર વિનિમય કચેરી, જિલ્લા સેવા સદન, રૂમ નં. ૨૧૫, સો-ઓરડી  વિસ્તાર, મોરબી ખાતે અરજી કરવા તેમજ વધું વિગત માટે કોલ સેન્ટર નં. ૬૩૫૭૩૯૦૩૯૦  પર સંપર્ક સાધવા રોજગાર અધિકારી-મોરબી દ્વારા જણાવવામાં આવેલ છે.




Latest News