મોરબી સિરામીક એસો.ના માજી પ્રમુખ સહિત ૫૦૦ થી વધુ લોકો આપમાં જોડાયા
મોરબીની મચ્છુ નદીમાં બાંધકામ વેસ્ટના ઢગલા !: ધુતરાષ્ટ્ર જેવા અધિકારી-પદધિકારી મૌન ?: જવાબદાર કોણ તે પ્રશ્ન
SHARE









મોરબીની મચ્છુ નદીમાં બાંધકામ વેસ્ટના ઢગલા !: ધુતરાષ્ટ્ર જેવા અધિકારી-પદધિકારી મૌન ?: જવાબદાર કોણ તે પ્રશ્ન
વર્ષો પહેલા સુઝલામ સુફલામ યોજના અંતર્ગત સાફ કરવામાં આવેલ મોરબીની મચ્છુ નદીમાં ફરી પછી ગંદકી: શહેરની માધ્યમથી પસાર થતી મચ્છુ નદીને પ્રદુષણ અને ગંદકી મુક્ત કયારે થશે તે પ્રશ્ન: ચોમાસામાં હાજરો એમસીએફટી પાણી વહી ગયું હાલમાં નદીમાં ગટરનું પાણી યથાવત!: મચ્છરના ઉપદ્રવની સૌથી મોટું કારખાનું બની મચ્છુ નદી!
મોરબી શહેરમાં ચોમેર બાંધકામો કરવામાં આવી રહ્યા છે ત્યારે જુદીજુદી સાઈટ ઉપરથી નીકળતા બાંધકામાં વેસ્ટના ઢગલા છેલ્લા ઘણા સમયથી મોરબીની મધ્યમાંથી પસર થતી મચ્છુ નદીમાં કરવામાં આવી રહ્યા છે તેમ છતા પણ મોરબીના જવાબદાર ધુતરાષ્ટ્ર જેવા અધિકારી અને પદાધિકારીઓને તે બાંધકામ વેસ્ટના ઢગલા દેખાતા નથી ? જેથી કરીને જો ચોમાસામાં ભારે વરસાદ પડે અને મચ્છુ નદી તેના કાંઠા મુકીને ફરી પછી મોરબી માટે વિનાસકારી બને તો તેના માટે જવાબદાર કોણ તે સૌથી મોટો પ્રશ્ન છે
મોરબી શહેરમાંથી પસાર થતી મચ્છુ નદીમા પ્રદુષણે માજા મુકી અને શહેરના જુદાજુદા વિસ્તારોમાંથી ગટરનુ ગંદુ પાણી નદીમાં આવે છે જે પ્રદુષણમા વધારો કરી રહ્યુ છે. તેમ છતાં પણ જવાબદાર અધિકારી કે પદાધિકારી દ્વારા પ્રદુષણ કે પછી ગંદકીને રોકવા માટેની કામગીરી કરવામાં આવતી નથી તે હક્કિત છે અને અગાઉ સામાજિક કાર્યકર દ્વારા રાજ્યના મુખ્યમંત્રી સુધી લેખિત રજૂઆત કરવામાં આવી છે છતાં પણ કોઈ અસરકારક કામગીરી કરવામાં આવી નથી આટલું જ નહિ તંત્ર મૌન હોવાથી હાલમાં મોરબી શહેરના જુદાજુદા એરિયામાંથી બાંધકામ વેસ્ટ કાઢવામાં આવે તેના ઢગલા મચ્છુ નદીમાં જ કરવામાં આવી રહ્યા છે
મચ્છુ નદીમાં બનાવવામાં આવેલા બેઠા પુલ ઉપરથી પસાર થતા જવાબદાર અધિકારી કે પદાધિકારીઓને મચ્છુ નદી બેફામ રીતે બુરવા માટેની જે પ્રવૃતિ કરવામાં આવી રહી છે તે કેમ દેખાતું નથી અને ધુતરાષ્ટ્રની જેમ મૌન બેઠા છે તે સૌથી મોટો સવાલ છે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્વચ્છતા અભિયાન દ્વારા નદીઓને શુધ્ધ બનાવવાનુ આહ્વાન કરી રહ્યા છે અને રાજ્ય સરકાર દ્વારા અગાઉ મચ્છુ નદીને સાફ કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું હતું જો કે, વરસાદી પાણીના વોકળા મારફતે નદીમાં ગટરનું ગંદુ પાણી છોડવામાં આવી રહ્યું છે જેથી ચોમેર ગંદકી જ જોવા મળી રહી છે
ગત ચોમાસામાં હજારો એમસીએફટી પાણી મચ્છુ નદીમાં વહી ગયું હતું તેમ છતાં પણ આજની તારીખે શુદ્ધ પાણી નહિ પરંતુ માથું ફાડી નાખે તેવું દુષિત પાણી નદીમાં ભરેલું છે જેમાંથી મચ્છરનો ઉપદ્રવ પણ થાય છે તેમ છતાં લોકોના આરોગ્યને ધ્યાનમાં રાખીને સ્થનિક તંત્ર દ્વારા કોઈ પાગલ લેવામાં આવતા નથી અત્રે ઉલેખનીય છે કે, મચ્છુ નદીમાં રીવરફ્રન્ટ બનાવવાની વાતો છેલ્લા ઘણા સમયથી કરવામાં આવી રહી છે જો કે, હજું સુધીમાં તે દિશામાં કોઈ નક્કર કામ કરવામાં આવ્યું નથી ત્યારે સૌ પહેલા નદીને પ્રદુષણ અને ગટરની ગંદકીમાંથી મુક્તિ અપાવવામાં આવે તે જરૂરી છે
મચ્છુ નદીમાં ઝુલતા પુલની નીચેના ભાગમાં વરસાદી પાણી ભરાઈ રહે તે માટે રાજાશાહી વખતમાં કાળા પથ્થરની પાજ બનાવવામાં આવી હતી જેને વર્ષો પહેલા તોડવી નાખી છે ત્યાર પછી તેને રીપેર કરવા માટેની તસ્દી આજ દિવસ સુધીમાં લેવામાં આવી નથી જેથી નદીમાં શુદ્ધ પાણી રહેતું જ નથી અને જે હેતુથી પાજ તોડવામાં આવી હતી તે હેતુ પણ આજની તારીખે સિદ્ધ થયો નથી એટલે કે મચ્છરનો ઉપદ્રવ નદીમાં હજુ પણ છે જેથી સ્થાનિક અધિકારીઓને પ્રજાના આરોગ્યની ચિંતા જ નથી તેવું લાગે છે
છેલ્લા ઘણા વર્ષોથી નદીમાં ગટરની ગંદકી નાખવામાં આવી જ રહી છે તેની સાથોસાથ હવે નદીને બુરવા માટેની કામગીરી શરુ કરવામાં આવી છે જેની સામે પણ આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે જેથી જુદાજુદા વિસ્તારમાંથી જુના બાંધકામ તોડવામાં આવે એટલે તેનો બાંધકામ વેસ્ટ ટ્રક અને ટ્રેક્ટરમાં ભરીને મચ્છુ નદીના પટમાં નાખવામાં આવે છે જેથી હાલમાં નદીના પટમાં બાંધકામ વેસ્ટના ઠેરઠેર ઢગલા થઇ ગયા છે અત્રે ઉલેખનીય છે કે, અગાઉ પાલિકાના સફાઈના વાહનો દ્વારા નદીના પટમાં કચરાના ઢગલા કરવામાં આવ્યા હતા જે અંગેના સમાચાર પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા ત્યાર બાદ તે કચરના ઢગલા ઉપાડીઓ લેવામાં આવ્યા હતા
પરંતુ બાંધકામ વેસ્ટના જે ઢગલા કરવામાં આવ્યા છે તે ઉપાડવા માટે તંત્ર વાહકો દ્વારા ઢગલા કરનારા સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી અને ફરજ પાડવામાં આવતી નથી અને તંત્ર દ્વારા પણ તેને દૂર કરવામાં આવતા નથી જેથી બાંધકામ વેસ્ટના ઢગલા કરનારા તત્વોને જાણે કે મોકલું મેદાન મળી ગયું હોય તેવો ઘાટ મોરબીમાં જોવા મળી રહ્યો છે અને આ બેદરકારીના લીધે ભવિષ્યમાં મોરબી જળ હોનારત જેવી કોઈ ઘટના બને તો તેના માટે જવાબદાર કોણ તે સવાલ ઊભો થઈ રહ્યો છે તેમજ ધુતરાષ્ટ્ર જેવી ભૂમિકામાં રહેલા અધિકારી કે પદાધિકારીઓને મચ્છુ નદીમાં કરવામાં આવતા બાંધકામ વેસ્ટના ઢગલા કેમ દેખાતા નથી તે સૌથી મોટો પ્રશ્ન છે
