મોરબીના રાપર ગામ પાસે ટ્રેક્ટર પલ્ટી જતાં વાહન નીચે દબાઈ જવાથી યુવાનનું મોત
SHARE









મોરબીના રાપર ગામ પાસે ટ્રેક્ટર પલ્ટી જતાં વાહન નીચે દબાઈ જવાથી યુવાનનું મોત
મોરબી તાલુકાના રાપર ગામે આવેલ તલાવડી પાસે ઢાળ ચડાવતા સમયે ટ્રેકટર પલ્ટી મારી ગયું હતું.જેથી કરીને ટ્રેક્ટર ચાલક યુવાન ટ્રેકટરની નીચે દબાઈ ગયો હતો જેથી કરીને યુવાનનું મોત નીપજ્યું હોવાથી મોરબી તાલુકા પોલીસે મૃતક યુવાનની સામે ગુનો નોંધીને પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે.
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી તાલુકાના રાપર ગામે રહેતા ધનજીભાઈ મગનભાઈ વિડજા (ઉંમર ૪૯) એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ટ્રેકટર ચાલક કુંભાભાઈ લખમણભાઈ અજાણા જાતે રબારી (ઉંમર ૨૪) રહે.હાલ રાપર ગામની રાધા કૃષ્ણ ગૌશાળા મૂળ રહે.ધબડા તાલુકો રાપર જિલ્લો કચ્છ(ભુજ) વાળાની સામે ફરિયાદ નોંધાવી છે.જેમાં તેણે જણાવ્યું છે કે ગઈકાલે બપોરના સમયે એચએમટી કંપનીનું ટ્રેકટર લઈને મૃતક યુવાન ગામની તલાવડી પાસે આવેલ રાધા કૃષ્ણ ગૌશાળાનો પાણીનો અવળો આવેલ છે તેને રીપેર કરવા માટે સિમેન્ટના ગડદા ભરીને ટ્રેક્ટર લઈને ત્યાં ગયો હતો અને ટ્રેક્ટર ખાલી કરીને પરત આવતા સમયે તલાવડી ઉપર ટ્રેક્ટર બેદરકારીથી ચલાવીને ટ્રેકટર ચાલકે પોતાના ટ્રેક્ટરના સ્ટેરીંગ ઉપરનો કાબુ ગુમાવ્યો હતો જેથી કરીને ટ્રેક્ટર પલ્ટી મારી ગયું હતું અને તેની નીચે દબાઈ જવાથી ટ્રેકટરના ચાલક કુંભાભાઈ લખમણભાઈ અજાણા નામના રબારી યુવાનનું મોત નીપજયું હતું હાલમાં પોલીસે મૃતક યુવાનની સામે ગુનો નોંધી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.
વાહન અકસ્માતમાં ઈજા
મોરબીના હળવદ હાઇવે ઉપર આવેલા ઉંચી માંડલ ગામ પાસે રહેતા ઇન્દ્રબહાદુર પ્રેમબહાદુર પુત નામના ૪૦ વર્ષીય યુવાનને બાપા સીતારામ હોટલ ઉચીમાંડલ પાસે તા.૧૦-૫ ના રાત્રિના અગિયારેક વાગ્યાના અરસામાં બાઈક સ્લીપ થઈ જવાના બનેલ બનાવમાં ઈજાઓ પહોંચી હતી જેથી તેને સામાકાંઠે આવેલી હોસ્પિટલે સારવારમાં ખસેડાયો હતો અને બનાવની જાણ થતાં હાલમાં તાલુકા પોલીસ મથકના મહિલા એએસઆઇ જીગ્નાશાબેન કણસાગરાએ બનાવ અંગે આગળની તપાસ હાથ ધરી છે.જ્યારે મોરબીના સામાકાંઠે વાંકાનેર હાઇવે ઉપર જુની કુબેર ટોકીઝની પાછળ આવેલ મફતીયાપરા વિસ્તારમાં રહેતા વિનોદભાઈ મોતીભાઈ નામના ૫૦ વર્ષિય આધેડને તેના ઘેર તેના પુત્ર કિરીટ દ્વારા માર મારવામાં આવતા વિનોદભાઈને સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.
