મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

વાંકાનેરમાં ગ્રીન ચોક પાસે સરકારી જમીન ઉપર દબાણ !: તંત્ર વાહકો મૌન ? 


SHARE









વાંકાનેરમાં ગ્રીન ચોક પાસે સરકારી જમીન ઉપર દબાણ !: તંત્ર વાહકો મૌન ? 

વાંકાનેર શહેરના ગ્રીન ચોક પાસે છેલ્લા ઘણા સમયથી અસામાજિક તત્વો દ્વારા ટ્રાન્સપોર્ટ ઓફિસ અને ગોદામોની પાછળના ભાગમાં ગેરકાયદે દબાણ કરવામાં આવી રહ્યું છે આ બાબતે સ્થાનિક વેપારીઓએ તા. ૧૯/૪ ના રોજ સરકારી કચેરીઓમાં પાંચ શખસોના નામ જોગ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ આપેલ છે તો પણ જવાબદારી અધિકારી દ્વારા કોઈ પગલાં લેવામાં આવેલ નથી જેથી વેપારીઓએ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી છે

વાંકનાએરમાં રહેતા હમદબીન અલીભાઈ છબીબી, મલકાણી અલીઅસગર જૈનુદ્દીન અને અબ્દુલકરીમ ઠાસરીયાએ અરજી કરી છે તેમાં જણાવ્યુ છે કે, ગ્રીન ચોક ખાતે આવેલ મકાન તથા ગોદામોની પાછળના ભાગે ગેલાભાઈ ડાભી, હીરાભાઈ ભગત, અજય કાળુભાઈ, લાખાભાઈ કાળુભાઈ અને કવાભાઈ ભરવાડ દ્વારા મચ્છુ નદીમાં ગેરકાયદે માટી ભરી અને ગ્રીન ચોક વિસ્તારના પાણીનાં મચ્છુ નદીમાં નિકાલ પર ગેરકાયદે કબ્જો જમાવી દબાણ કરેલ છે અને સરકારી જમીન પર ખોદકામ કરી બાંધકામ કરવાની તૈયારી કરી રહ્યા છે. જેની જાણ અધિકારીને કરવામાં આવી છે તો પણ અધિકારી કેમ કોઈ પગલાં લેતા નથી તે સવાલ છે જેથી કરીને સરકારી જમીન ઉપર દબાણ કરનારા શખ્સોને મોકલું મેદાન મળી રહ્યું છે અને જો તંત્ર વાહકો દ્વારા કોઈ કાર્યાવાહી નહીં કરવામાં આવે તો વેપારીઓ અને સ્થાનિક લોકોએ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચિમકી ઉચ્ચારી છે




Latest News