લઠ્ઠાકાંડ પછી સ્મશાન વૈરાગ !: મોરબી જિલ્લાના પાંચેય તાલુકામાં દેશીના ધંધાર્થીઓ ઉપર પોલિસની ધોંસ
SHARE









લઠ્ઠાકાંડ પછી સ્મશાન વૈરાગ !: મોરબી જિલ્લાના પાંચેય તાલુકામાં દેશીના ધંધાર્થીઓ ઉપર પોલિસની ધોંસ
બોટાદ અને બરવાળામાં લઠ્ઠાકાંડના લીધે ઘણા લોકોના મોત થયા છે જેથી કરીને ગુજરાતભરમાં પોલીસે દેશીના ધંધાર્થીઓ ઉપર પોલિસની ધોંસ બોલવી છે ત્યારે મોરબી જિલ્લો પણ તેમાંથી બાકાત નથી અને હાલમાં મોરબી જિલ્લાના પાંચેય તાલુકામાં સ્થાનિક પોલીસ દ્વારા દેશીના ધંધાર્થીઓ ઉપર ધોંસ બોલાવવામાં આવી છે જો કે, નિયમિત રીતે દારૂના સેમ્પલ લેવાની કામગીરી કરતી પોલીસ દારૂના દૂષણ બંધ કરવા માટે કોઈ ઘટના બને ત્યાર પછી જે રીતે કામ લાગે છે તેવી જ રીતે રોજિંદા કામ કરવામાં આવે તો જ આ દૂષણને ડમી શકાય તેમ છે
મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ રામદેવપીરના મંદિરની પાછળના ભાગમાં વોકડાના કાંઠે કિરણ ઉર્ફે બેબો નાગજીભાઈ દેગામા દેશી દારૂની ભઠ્ઠી ચલાવતો હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો ૬૦૦ લિટર આથો, બે ગેસના બાટલા સહિત કુલ મળીને ૪૬૫૦ નો મુદામલ પોલીસે કબજે કર્યો હતો અને મુકેશ ઉર્ફે મુન્નો પૂનાભાઈ પાટડીયા (ઉંમર ૩૧) રહે. રામેશ્વર નળિયાનું કારખાનું લીલાપર રોડ વાળાની ધરપકડ કરી હતી અને કિરણ ઉર્ફે બેબો નાગજીભાઈ દેગામા રહે. લીલાપર વાળો ત્યાં હાજર ન હોય તેને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી
મોરબીના કંડલા બાયપાસ રોડ ઉપર આવેલ ૨૫ વરિયામાંથી મહિલા ૨૫ લિટર દેશી દારૂના જથ્થા સાથે ઝડપાઈ હતી જેથી કરીને પોલીસે ૫૦૦ રૂપિયાની કિંમતના દારૂના જથ્થાને કબ્જે કરીને નજમાબેન રિયાઝભાઈ સેડાત (૩૦) રહે ૨૫ વારીયા વાડીની ધરપકડ કરી હતી અને તેની પાસેથી ઈકબાલ હજીભાઇ મિયાણા રહે. ખીરાઇ વાળાનું નામ સામે આવ્યું હોય તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
મોરબીના વાવડી રોડ ઉપર આવેલ સતનામ ગૌશાળાની સામેના ભાગમાં શક્તિધામ પાસે ઝૂપડામાં દારૂની રેડ કરી હતી ત્યારે ત્યાંથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો ૬૦ લીટર આથો તેમજ સાત લીટર તૈયાર દેશી દારૂ મળી આવતા હોઈ કુલ ૨૬૦ રૂપિયાના મુદ્દામાલને પોલીસે કબજે કર્યો હતો અને રાણીગભાઈ હીરાભાઈ વાઘેલા જાતે દેવીપુજક રહે. શક્તિધામ પાસે ઝૂંપડા વાળો હાજર ન હોવાથી તેની સામે ગુનો નોંધી તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
મોરબીના સનાળા ગામથી ઘુનડા ગામ તરફ જવાના રસ્તા ઉપરથી પોલીસે ૨૦ લીટર દેશી દારૂ સાથે રઘુભા બનુભા ઝાલા રહે. સનાળા વાળાની ધરપકડ કરી તેની આગળની કાર્યવાહી હાથ ધરી હતી તો મોરબીના લીલાપર રોડ ઉપર રામદેવપીરના મંદિરના પાછળના ભાગમાં એ ડિવિઝન પોલીસ દ્વારા દારૂની બીજી રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો અઢીસો લીટર આથો તથા તૈયાર દેશી ૧૦ લિટર દારૂ મળી આવ્યો હતો જેથી કરીને ૭૦૦ રૂપિયાની કિંમત મુદ્દામાલ કબજે કર્યો હતો અને લીલાપર ગામે રહેતો બુટલેગર કિરણ ઉર્ફે બેબો નાગજીભાઈ દેગામા હજાર ન હોવાથી તેની સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે
મોરબીના સામાકાંઠા વિસ્તારમાં ત્રાજપરમાં ભરવાડ સમાજની વાડીની સામેના ભાગમાં રહેતા રમેશભાઈ ઉર્ફે ધારો ગોપાલભાઈ ટીડાણી જાતે કોળી (૨૦) ના રહેણાંક મકાનમાં દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો આથો હોવાની હક્કિત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં રેડ કરતા ૧૫૦ લીટર આથો મળી આવ્યો હતો જેથી ૩૦૦ ની કિંમતના મુદ્દામાલને કબજે કર્યો હતો. જોકે, આરોપી હાજર નહીં મળી આવતા તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
વાંકાનેરના રાતાવિરડા ગામની સીમમાં સાદુરભાઈ હરજીભાઈ કોળીની વાડીના શેઢે દારૂની ભઠ્ઠી ચાલુ હોવાની હક્કિત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી ત્યારે દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો ૭૦૦ લીટર આથો તથા ૭૦ લીટર તૈયાર દેશી દારૂ મળી આવ્યો હતો અને અન્ય ભઠ્ઠીના સાધનો મળીને પોલીસે ૬૪૬૦ ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપી સાદુરભાઈ હરજીભાઈ કોળી રહે. વીરપર તાલુકો વાંકાનેર વાળો હાજર ન હોવાથી તેની સામે ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી કરી હતી
માળીયા મીયાણામાં તળાવની પાળ પાસે બાવળના ઝુંડ વચ્ચે દેશી દારૂની ભઠ્ઠી ચાલવાની હક્કિત મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસે ત્યાં દારૂની રેડ કરતા દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો અઢીસો લીટર આથો તથા ૧૫ લિટર તૈયાર દેશી દારૂ અને ભઠ્ઠીના અન્ય સાધનો મળીને પોલીસે ૮૪૦ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને જુસબ ગગાભાઈ જેડા (ઉંમર ૫૦) રહે. માળીયા મીયાણા વાળાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી
હળવદ તાલુકાના ગોલાસણ ગામની સીમમાં આવેલ ધર્મેન્દ્રભાઈ ઉર્ફે ધમો મનુભાઈ ગઢવીની વાડીની ઓરડીમાં દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો આથો હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો દોઢસો લીટર આથો મળી આવ્યો હતો જેથી પોલીસે ૩૦૦ ની કિંમતનો મુદ્દામાલ કબજે કરી આરોપી ધર્મેન્દ્ર ઉર્ફે ધમો મનુભાઈ ગઢવી રહે. ગોલાસણ વાળા સામે ગુનો નોંધીને તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
