મોરબીમાં જુગારમાં ૨૨ લાખ હારેલ યુવાનને વ્યાજચક્રમાં ફસાવી પઠાણી ઉઘરાણી કરવામાં વધુ એક સામે કાર્યવાહી મોરબીમાં મંદિરની દાન પેટીમાંથી 50 હજારની ચોરી કરનારા બે આરોપીની ધરપકડ મોરબીમાં કોપર વાયરની ચોરીના ગુનામાં પકડાયેલ 4 આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના મચ્છી પીઠ વિસ્તારમાં મહાપાલિકાની ટીમે પરચુરણ ડિમોલેશન કર્યું ! મોરબીના પીપળીયા ચાર રસ્તે સમાધાન માટે બોલાવીને યુવાનની હત્યા કરવાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના બિલિયા-અણીયારી આયુષ્માન આરોગ્ય મંદિરને મળ્યું રાષ્ટ્રીય કક્ષાનું NQAS પ્રમાણપત્ર મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક 16 મેએ યોજાશે મોરબીના નવા સાદુળકા ગામ પાસે ખેત તલાવડીના પાણીમાં ડૂબી જવાથી કાકા-ભત્રીજા સહિત 3 ના મોત
Breaking news
Morbi Today

મોરબી સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા સરસ્વતી સન્માન સમારોહ યોજાશે


SHARE











મોરબી સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા સરસ્વતી સન્માન સમારોહ યોજાશે

મોરબી સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા આગામી સપ્ટેમ્બર માહિનામાં સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે અને આ સન્માન સમારોહ મોરબી શહેરમાં રહેતા વિદ્યાર્થીઓ માટે જ છે માટે મોરબીમાં રહેતા પરિવારના વિદ્યાર્થીઓના પરિણામ મંગાવવામાં આવ્યા છે અને તા ૩૧ સુધીમાં તે આપવાના છે

મોરબી સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ કિશોરભાઈ શુક્લ અને મહામંત્રી કેયુરભાઈ પંડ્યા તેમજ અમુલભાઈ જોશીએ જણાવ્યુ છે કે, આ કાર્યક્રમ અંદાજિત સપ્ટેમ્બર માસના બીજા પખવાડિયામાં યોજાશે અને આ સન્માન સમારોહમાં ધો. ૬ થી ૧૨ તેમજ ઉચ્ચ અભ્યાસ માટે પ્રથમ ત્રણ વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવશે અને બિનશૈક્ષણિક ક્ષેત્રોમાં મેળવેલ ઉપલબ્ધી માટે પણ સન્માનિત કરવામાં આવશે. કે.જી થી ધો. ૫ સુધી પરિણામ જમા કરાવનાર તમામ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર તેમજ પ્રોત્સાહન ઇનામ આપવામાં આવશે. તેમજ અંગ્રેજી અને ગુજરાતી માધ્યમ બંનેમાં અલગ-અલગ ઇનામ આપવામાં આવશે વધુ વિગત માટે પ્રમુખ કિશોરભાઈ ૯૮૨૫૭ ૪૧૮૬૮, સચિનભાઈ ૮૭૨૭૪ ૬૪૧૬૪, અમૂલભાઈ ૯૨૨૭૧ ૦૦૦૧૧, કેયુરભાઈ ૯૪૨૯૪ ૮૪૪૪૦ નો સંપર્ક કરવા જણાવ્યુ છે 






Latest News