રાજકોટના વકીલને ચેક રિટર્ન કેસમાં 2 વર્ષની સજા ફટકારતી મોરબી કોર્ટ મોરબી દારૂના ગુન્હામાં છેલ્લા ત્રણેક માસથી ફરાર રીઢા ગુનેગારને પેરોલ ફર્લો સ્કોડે દબોચ્યો વાંકાનેરની ચોટીલા બાઉન્ડ્રી રાજકોટ હાઇવે મોમાઈ હોટલ પાસેથી અજાણ્યા આધેડની લાશ મળી, વાલી વારસની શોધખોળ મોરબી એલસીબીની ટીમે રિક્ષામાં બેઠેલા મુસાફરો પાસેથી રોકડ-દાગીનાની ચોરી કરતી હરીયાણાની ટોળકી દબોચી મોરબીના પોલો સર્કલ પાસે અકસ્માતના બનાવમાં ઇજા પામેલા બીજા યુવાનનું પણ મોત ભારે કરી: મોરબીમાં અકાળે પ્રેમ પાંગરતા ઘરેથી ભાગી ગયેલ પરિણીતાએ તેના બનેવી સાથે કર્યો આપઘાતનો પ્રયાસ મોરબીના જાંબુડીયા ગામ પાસે કારખાના લેબર કવાર્ટરમાં ગળાફાંસો ખાઈએ યુવાને કર્યો આપઘાત મોરબીના રંગપર ગામે પરિણીતાએ કરેલ આપઘાતના બનાવમાં પતિ-દિયરની ધરપકડ
Breaking news
Morbi Today

ટંકારામાં નગરનાકા પાસે બે પરિવાર વચ્ચે ઝઘડો: સામસામી ફરિયાદ


SHARE







ટંકારામાં નગરનાકા પાસે બે પરિવાર વચ્ચે ઝઘડો: સામસામી ફરિયાદ

ટંકારામાં નગરનાકા પાસે સામાન્ય બોલાચાલી બાદ સામ સામે મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવવાની હાલમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સામસામે ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી જિલ્લામાં આવેલ ટંકારામાં નગરનાકા ઝાપા પાસે રહેતા દલપતભાઈ કાંતિભાઈ સારેસાએ હાલમાં દિનેશભાઈ લાલજીભાઈ જાદવ, હંસાબેન દિનેશભાઈ જાદવ અને દિનેશભાઈની બે દીકરીઓની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેમણે જણાવ્યું છે કે દિનેશભાઈએ તેઓને લાકડાના ધોકા વડે માર્યો હતો અને સાહેદ સરોજબેન તેમજ બાલુબેનને પણ હંસાબેન અને તેની દીકરીઓ દ્વારા માર મારવામાં આવ્યો હતો જેથી તેઓને સારવારમાં લઈ ગયા હતા અને ત્યારબાદ તેઓએ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે માર માર્યો હોવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે દિનેશભાઈ, તેની પત્ની અને બે દીકરીઓની સામે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

તો સામા પક્ષેથી હંસાબેન દિનેશભાઈ જાદવ દ્વારા દલપતભાઈ કાંતિભાઈ સારેસા, સરોજબેન સુરેશભાઈ સારેસા બાલુબેન કાંતિભાઈ સારેસાની સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે જેમાં તેમણે જણાવ્યું છે કે તેઓની સાથે તેમજ દિનેશભાઈની સાથે આરોપીઓ બોલાચાલી કરતા હતા અને દિનેશભાઈ સાથે જપાજપી કરીને સરોજબેન તેમજ બાલુબેનને માર માર્યો હતો તેમજ દલપતભાઈએ ફરિયાદી તથા તેની દીકરીઓને માર માર્યો હતો અને મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા હંસાબેનની ફરિયાદ લઈને પોલીસે દલપતભાઈ તેમજ બે મહિલાઓની સામે હાલમાં ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News