રાજકોટના વકીલને ચેક રિટર્ન કેસમાં 2 વર્ષની સજા ફટકારતી મોરબી કોર્ટ મોરબી દારૂના ગુન્હામાં છેલ્લા ત્રણેક માસથી ફરાર રીઢા ગુનેગારને પેરોલ ફર્લો સ્કોડે દબોચ્યો વાંકાનેરની ચોટીલા બાઉન્ડ્રી રાજકોટ હાઇવે મોમાઈ હોટલ પાસેથી અજાણ્યા આધેડની લાશ મળી, વાલી વારસની શોધખોળ મોરબી એલસીબીની ટીમે રિક્ષામાં બેઠેલા મુસાફરો પાસેથી રોકડ-દાગીનાની ચોરી કરતી હરીયાણાની ટોળકી દબોચી મોરબીના પોલો સર્કલ પાસે અકસ્માતના બનાવમાં ઇજા પામેલા બીજા યુવાનનું પણ મોત ભારે કરી: મોરબીમાં અકાળે પ્રેમ પાંગરતા ઘરેથી ભાગી ગયેલ પરિણીતાએ તેના બનેવી સાથે કર્યો આપઘાતનો પ્રયાસ મોરબીના જાંબુડીયા ગામ પાસે કારખાના લેબર કવાર્ટરમાં ગળાફાંસો ખાઈએ યુવાને કર્યો આપઘાત મોરબીના રંગપર ગામે પરિણીતાએ કરેલ આપઘાતના બનાવમાં પતિ-દિયરની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબી રાજકોટ હાઇવે ઉપર છતર પાસે બાઇક સ્લીપ થતાં યુવાનનું મોત


SHARE







મોરબી રાજકોટ હાઇવે ઉપર છતર પાસે બાઇક સ્લીપ થતાં યુવાનનું મોત

મોરબી રાજકોટ હાઇવે ઉપર આવેલ છત્તર ગામ પાસે ટિફિન લેવા માટે આવેલ યુવાન પોતાના બાઈક ઉપર ટિફિન લઈને પરત વાડી બાજુ જતો હતો ત્યારે રસ્તામાં બાઈક સ્લીપ થઈ ગયું હોવાથી તેને ગંભીર ઇજા થઈ હતી જેથી કરીને તેને સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયો હતો જોકે સારવાર કારગત ન નિવડતા યુવાનનું મોત નીપજ્યું હતું જેથી આ બનાવની જાણ ટંકારા તાલુકા પોલીસને કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મૂળ એમપીના રહેવાસી અને હાલમાં છત્તર ગામે રહેતા  ગણપતભાઈ ડુંગરસિંહ જમરા (ઉંમર ૩૫) રાત્રિના સમયે છત્તર અને મીતાણા વચ્ચે આવેલ સંત કૃપા હોટલે ટિફિન લેવા માટે ગયો હતો અને ત્યાંથી ટિફિન લઈને પાછો આવતો હતો ત્યારે વસિલા હોટલ પાસે તેનું બાઈક અકસ્માતે સ્લીપ થઈ ગયું હતું જેથી કરીને ગણપતભાઈને ગંભીર ઈજા થઈ હોવાથી તેને સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને સારવાર કારગત ન નિવડતા તે યુવાનનું મોત નીપજયું હતું જેથી આ અકસ્માત મૃત્યુના બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

૪૦૦ લિટર દેશી દારૂ

વાંકાનેર તાલુકાના વીડી જાંબુડીયા પાસે ભેટ ચોકડી નજીકથી પસાર થતી ઇકો કાર નંબર જીજે ૧૩ એએમ ૭૮૧૬ ને રોકીને પોલીસે ચેક કરી હતી ત્યારે તે કારમાંથી ૪૦૦ લીટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે ૮૦૦૦ રૂપિયાની કિંમતનો દારૂ અને એક લાખ રૂપિયાની કિંમતની કાર આમ કુલ મળીને ૧૦૮૦૦૦ ના મુદ્દામાલ સાથે ભાભલુભાઈ શિવકુમાર કરપડા જાતે કાઠી (ઉંમર ૩૩) રહે. વેલાળા તાલુકો થાન વાળાની ધરપકડ કરી હતી






Latest News