રાજકોટના વકીલને ચેક રિટર્ન કેસમાં 2 વર્ષની સજા ફટકારતી મોરબી કોર્ટ મોરબી દારૂના ગુન્હામાં છેલ્લા ત્રણેક માસથી ફરાર રીઢા ગુનેગારને પેરોલ ફર્લો સ્કોડે દબોચ્યો વાંકાનેરની ચોટીલા બાઉન્ડ્રી રાજકોટ હાઇવે મોમાઈ હોટલ પાસેથી અજાણ્યા આધેડની લાશ મળી, વાલી વારસની શોધખોળ મોરબી એલસીબીની ટીમે રિક્ષામાં બેઠેલા મુસાફરો પાસેથી રોકડ-દાગીનાની ચોરી કરતી હરીયાણાની ટોળકી દબોચી મોરબીના પોલો સર્કલ પાસે અકસ્માતના બનાવમાં ઇજા પામેલા બીજા યુવાનનું પણ મોત ભારે કરી: મોરબીમાં અકાળે પ્રેમ પાંગરતા ઘરેથી ભાગી ગયેલ પરિણીતાએ તેના બનેવી સાથે કર્યો આપઘાતનો પ્રયાસ મોરબીના જાંબુડીયા ગામ પાસે કારખાના લેબર કવાર્ટરમાં ગળાફાંસો ખાઈએ યુવાને કર્યો આપઘાત મોરબીના રંગપર ગામે પરિણીતાએ કરેલ આપઘાતના બનાવમાં પતિ-દિયરની ધરપકડ
Breaking news
Morbi Today

ટંકારાના વિરપર ગામેથી ૪.૨૫ લાખનો માલ લઈને રૂપિયા ન આપનારને ૯ ટકા વ્યાજ સાથે રૂપિયા ચૂકવવા આદેશ


SHARE







ટંકારાના વિરપર ગામેથી ૪.૨૫ લાખનો માલ લઈને રૂપિયા ન આપનારને ૯ ટકા વ્યાજ સાથે રૂપિયા ચૂકવવા આદેશ

ટંકારા તાલુકાનાં વિરપર ગામેથી ઉધારીમાં માલ આપ્યો હતો તે રૂપિયા માલ લેનારે આપ્યા ન હતા જેથી કરીને કોર્ટમાં કેસ કરવામાં આવ્યો હતો જે કેસ કોર્ટમાં ચાલી જતાં કોર્ટે રકમ ન ચુકવનાર ટ્રેડિંગ કંપનીને ૯ ટકા વ્યાજ સાથે રકમ ચૂકવવા માટે આદેશ કર્યો છે.


ટંકારાના વીરપર ગામે આવેલ એમ્પલ એલ્યુમીનીયમના ભાગીદારો ચતુરભાઈ માવજીભાઈ કાંજીયા અને કમલેશકુમાર નરશીભાઈ અમૃતિયાએ મોરબીના પંચાસર મેઈન રોડ પર આવેલ સંતકૃપા ટ્રેડીંગ અને તેના ભાગીદાર હરજીવનભાઈ ગોવિંદભાઈ કાંજીયા સામે એલ્યુમીનીયમના વેચાણ કરેલ માલ સામે ,૨૫,૨૮૭ લેણી રકમ હતી જે વ્યાજ સહીત વસુલવા માટે ટંકારા સિવિલ કોર્ટમાં દાવો કર્યો હતો જે કેસ કોર્ટમાં ચાલી જતા ટંકારા સિવિલ કોર્ટે લેણી રકમ દાવાની તારીખથી ૯ ટકા વ્યાજ સહીત ચૂકવવાનો સંતકૃપા ટ્રેડીંગ અને તેના ભાગીદાર હરજીવનભાઈ ગોવિંદભાઈ કાંજીયાને હુકમ કર્યો છે આ કેસમાં એમ્પલ એલ્યુમીનીયમ ભાગીદારી પેઢીના ભાગીદારો વતી મોરબીના વકીલ અને નોટરી ભાવેશભાઈ ફૂલતરીયા અને આર.જે. જોષી રોકાયેલા હતા






Latest News