મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી તપનભાઈ દવેના જન્મદિવસ નિમિતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૩૨૨ લોકોએ કર્યું રક્તદાન મોરબીમાં પિતા વગરના બાળકને ખાનગી શાળા વગર ફી એ શિક્ષણ આપશે મોરબીમાં પીવાના પાણીની બોટલોની સપ્લાઈ કરતાં 4 પ્લાનમાં ચેકિંગ: બે પ્લાન્ટ ફૂડ વિભાગે બંધ કરાવ્યા મોરબી તાલુકા વિસ્તારમાંથી સગીરાનું અપહરણ મોરબીમાં ટ્રેન હેઠળ ઝંપલાવીને યુવાને કર્યો આપઘાત મોરબીમાં લિફ્ટ માંગીને યુવાન પાસેથી રોકડા અને બાઈકની લૂંટ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ, બીજાની શોધખોળ મોરબી જીલ્લામાં જમ ઘર ભાળી ન જાય તે માટેની ભાજપના વિજેતા ઉમેદવરોના અભિવાદન સમારોહમાં મતોનું એનાલિસિસ કરવા આગેવાનોએ કરી ટકોર હળવદના કડીયાણા ગામે વાડીએથી ચોરી કરેલા 1 લાખના કોપર વાયર સાથે આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીની નાલંદા વિદ્યાલયમાં આયુર્વેદનું અદભૂત પ્રદર્શન યોજાયુ


SHARE













મોરબીની નાલંદા વિદ્યાલયમાં આયુર્વેદનું અદભૂત પ્રદર્શન યોજાયુ

મોરબી રાજકોટ હાઇવે ઉપર આવેલ નાલંદા વિદ્યાલય ખાતે આયુર્વેદ સાયન્સ ઓફ સેલ્ફ હીલિંગ વિષય ઉપર બે દિવસીય પ્રદર્શન ખુલ્લું મુકાવામાં આવ્યું છે જેમાં રોજિંદા જીવનમાં આયુર્વેદનો ઉપયોગ કઈ રીતે કરી શકાય છે અને તે સહિત અન્ય રસપ્રદ માહિતી વિદ્યાર્થીઓએ સહિતનાઓને આપવામાં આવી છે

આપણા પ્રાચીન આયુર્વેદમાં શરીર મન, સ્વસ્થ રાખવા માટેનું શ્રેષ્ઠત્તમ ઉપાય અને જીવનશૈલીનું વર્ણન છે ત્યારે નાલંદા વિદ્યાલય ખાતે યોજાયેલ પ્રદર્શન પ્રાચિનત્તમ આયુર્વેદ જીવનશૈલીનું સચોટ અને સરળ ભાષામાં જ્ઞાન અને સમજ આપનારું છે આ પ્રદર્શન મુખ્ય પાંચ ભાગમાં વહેચાયેલું છે. જેમાં ૧, આયુર્વેદના ઉદભવ અને મૂળભૂત સિદ્ધાંતો જેમાં આયુર્વેદની ઉત્પતિ ક્યારે અને કેવી રીતે થઈ તેની સમજ આપવામાં આવી છે તેમજ આયુર્વેદના મૂળભૂત સિદ્ધાંતો ત્રિદોષ(વાત, પીત, કફ) તથા પ્રાચીન આયુર્વેદના ગ્રંથો અને આયુર્વેદાચાર્યની સચોટ માહિતી રજૂ કરવામાં આવી છે. ૨, આપણું રસોડુએ આપણું દવાખાનું, આપણી ભારતીય આયુર્વેદિક પરંપરા મુજબ આપણા રસોડામાં રસોઈ બનાવવામાં ઉપયોગી તમામ શાકભાજી, ફળો, મારી-મસાલા વગેરે વસ્તુઓ આયુર્વેદિક ગુણોથી ભરપૂર છે તેની માહિતી અને સમજ આપવામાં આવી છે.

આયુર્વેદ અનુસાર ઋતુ ચર્યા પ્રમાણે ખોરાક, જીવનશૈલી અને ભારતીય તહેવારોની ઉજવણી, આયુર્વેદ અનુશાર શરીરને સ્વસ્થ જાળવવા માટે ત્રિદોષ (વાત, પીત, કફ) નું પ્રાકૃતિક સંતુલન જાળવવું જરૂરી છે ૪, સ્વસ્થ જીવન જીવવા માટે ઋતુઓ અનુસાર ક્યાં ખાદ્ય પદાર્થો વધારે ઓછા માત્રમાં ખાવા જોઈએ અને દિનચર્યા કેવી હોવી જોઈએ તેની માહિતી આપવામાં આવી છે ૫, આયુર્વેદ તરફ પાછા વાળીએ, જેમાં પશુ પાલનથી મનુષ્ય જીવન અને આરોગ્ય ઉપર થયેલી વિપરીત અસરો તથા પ્રાકૃતિક ખેતી અને ગાય પાલનનું મહત્વ સમજાવ્યૂ છે તેમજ આધુનિક મેડિકલ સાયન્સ પાસે જે રોગોના કાયમી ઉપાય નથી તેવા હઠીલા અને ગંભીર રોગોનો ઈલાજ કઈ રીતે થઈ શકે છે તે વિષેની માહિતી આપવામાં આવી છે.

તેમજ આપણા જીવનમાં પ્રાણાયામ અને યોગાસનોનું શું મહત્વ છે તેની ઉપયોગીતા વિષે સમજ આપેલ છે. આ પ્રદર્શનમાં ૧૫૦૦ થી વધારે વિદ્યાર્થી અને ૧૦૦ થી વધારે શિક્ષકોએ ભાગ લઈ પ્રદર્શનને સફળ બનાવવા અથાગ પ્રયત્નો કરેલ છે. આ પ્રદર્શન બુધવારે પણ નાલંદાના વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે ખુલ્લુ મૂકવામાં આવેલ છે. જેથી કરીને પ્રદર્શન જોવા માટે શાળાના સંચાલકોએ અનુરોધ કરેલ છે આ પ્રદર્શન સફળ બનાવવા માટે શાળાના પ્રિન્સિપાલ, કોર્ડિનેટર, શિક્ષકો, વિદ્યાર્થીઓને સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી ગામીએ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા છે.






Latest News