રાજકોટના વકીલને ચેક રિટર્ન કેસમાં 2 વર્ષની સજા ફટકારતી મોરબી કોર્ટ મોરબી દારૂના ગુન્હામાં છેલ્લા ત્રણેક માસથી ફરાર રીઢા ગુનેગારને પેરોલ ફર્લો સ્કોડે દબોચ્યો વાંકાનેરની ચોટીલા બાઉન્ડ્રી રાજકોટ હાઇવે મોમાઈ હોટલ પાસેથી અજાણ્યા આધેડની લાશ મળી, વાલી વારસની શોધખોળ મોરબી એલસીબીની ટીમે રિક્ષામાં બેઠેલા મુસાફરો પાસેથી રોકડ-દાગીનાની ચોરી કરતી હરીયાણાની ટોળકી દબોચી મોરબીના પોલો સર્કલ પાસે અકસ્માતના બનાવમાં ઇજા પામેલા બીજા યુવાનનું પણ મોત ભારે કરી: મોરબીમાં અકાળે પ્રેમ પાંગરતા ઘરેથી ભાગી ગયેલ પરિણીતાએ તેના બનેવી સાથે કર્યો આપઘાતનો પ્રયાસ મોરબીના જાંબુડીયા ગામ પાસે કારખાના લેબર કવાર્ટરમાં ગળાફાંસો ખાઈએ યુવાને કર્યો આપઘાત મોરબીના રંગપર ગામે પરિણીતાએ કરેલ આપઘાતના બનાવમાં પતિ-દિયરની ધરપકડ
Breaking news
Morbi Today

ટંકારાના ઘુનડા (સ.) ગામે યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત


SHARE







ટંકારાના ઘુનડા (સ.) ગામે યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત

ટંકારા તાલુકાના ઘુનડા (સ) ગામે યુવાને કોઈ કારણોસર ઓરડીમાં ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તેનું ઘટના સ્થળે મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે ટંકારાની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલ હતો અને આ બનાવી ટંકારા તાલુકા પોલીસની જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.

બનાવી જાણવા મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના ઘુનડા (સ) ગામે રહેતા ઉમેશભાઈ દેવજીભાઈ ચૌહાણ (ઉંમર ૨૬) એ કોઈ કારણોસર પોતાની જાતે ઓરડીમાં ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે ટંકારાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરી હતી જેથી કરીને પોલીસે બનાવની નોંધ કરીને યુવાને ક્યાં કારણોસર આપઘાત કર્યો હતો તે દિશામાં તપાસ શરૂ કરી છે.

યુવાનનું મોત

મોરબીના હળવદ તાલુકાના વાંકીયા ગામે રહેતા વિક્રમસિંહ મથુરભાઈ સંગોર નામના ૩૦ વર્ષેના યુવાનનું કોઈ કારણોસર મોત નીપજત્તા તેના મૃતદેહને પીએમ માટે ગત મોડી રાત્રિના અહીંની સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યું હતું અને એ ડિવિઝનના વિપુલભાઈ ફુલતરીયા દ્વારા તપાસ કરવામાં આવતા મૃતકના શરીર ઉપર દેખીતા કોઈ ઈજાના નિશાન ન હતા અને ઝેરી દવા પીધી હોય તેવા પણ કોઈ લક્ષણો જણાતા ન હતા છતાં પણ મોતનું સાચું કારણ જાણવા માટે વિશેરા લઈને બનાવના કારણ જાણવા આગળની તજવીજ હાથ ધરવામાં આવેલ છે.
 
વાહન અકસ્માતમાં ઇજા
 
ટંકારા તાલુકાના વીરવાવ ગામે રહેતા ઘનશ્યામભાઈ હેમંતભાઈ બ્રાહ્મણ નામના ૩૦ વર્ષના યુવાનને મીતાણા નજીક વાહન અકસ્માતના બનાવમાં ઈજા થતા સારવારમાં અત્રેની સિવિલે લાવવામાં આવ્યા હતા.જ્યારે દ્વારકા જિલ્લાના જામખંભાળિયા ગામે રહેતો રોહિત જગુભાઈ પરમાર નામનો ૧૧ વર્ષીય બાળક માળીયા મિંયાણા નજીક આવેલ રેલવે ફાટક પાસે હતો ત્યાં તેને વાહન અકસ્માતના બનાવમાં ઈજા તથા મોરબીની સદભાવના હોસ્પિટલે સારવાર માટે લવાયો હતો.





Latest News