રાજકોટના વકીલને ચેક રિટર્ન કેસમાં 2 વર્ષની સજા ફટકારતી મોરબી કોર્ટ મોરબી દારૂના ગુન્હામાં છેલ્લા ત્રણેક માસથી ફરાર રીઢા ગુનેગારને પેરોલ ફર્લો સ્કોડે દબોચ્યો વાંકાનેરની ચોટીલા બાઉન્ડ્રી રાજકોટ હાઇવે મોમાઈ હોટલ પાસેથી અજાણ્યા આધેડની લાશ મળી, વાલી વારસની શોધખોળ મોરબી એલસીબીની ટીમે રિક્ષામાં બેઠેલા મુસાફરો પાસેથી રોકડ-દાગીનાની ચોરી કરતી હરીયાણાની ટોળકી દબોચી મોરબીના પોલો સર્કલ પાસે અકસ્માતના બનાવમાં ઇજા પામેલા બીજા યુવાનનું પણ મોત ભારે કરી: મોરબીમાં અકાળે પ્રેમ પાંગરતા ઘરેથી ભાગી ગયેલ પરિણીતાએ તેના બનેવી સાથે કર્યો આપઘાતનો પ્રયાસ મોરબીના જાંબુડીયા ગામ પાસે કારખાના લેબર કવાર્ટરમાં ગળાફાંસો ખાઈએ યુવાને કર્યો આપઘાત મોરબીના રંગપર ગામે પરિણીતાએ કરેલ આપઘાતના બનાવમાં પતિ-દિયરની ધરપકડ
Breaking news
Morbi Today

ટંકારાના છતર ગામે દુકાન પાસે ગાળો બોલવાની ના કહેતા યુવાનને ત્રણ શખ્સોએ માર માર્યો


SHARE







ટંકારાના છતર ગામે દુકાન પાસે ગાળો બોલવાની ના કહેતા યુવાનને ત્રણ શખ્સોએ માર માર્યો

ટંકારા તાલુકાના છતર ગામે દેવીપુજક વાસમાં જાહેરમાં દુકાન પાસે ગાળો બોલતા ત્રણ શખ્સોને ગાળો બોલવાની યુવાને ના પાડી હતી જેથી ઉશ્કેરાઈ ગયેલા ત્રણેય શખ્સોએ યુવાનને ઢીકાપાટુનો માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા યુવાને ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ત્રણ શખ્સોની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના છતર ગામે દેવીપુજક વાસમાં આવેલ અબ્દુલભાઈની પાનની દુકાન પાસે ક્રિષ્નાભાઈ રાજેશભાઈ પરમાર જાતે દેવીપુજક (૧૭) ઉભો હતો ત્યારે જાહેરમાં પ્રવીણભાઈ દેવજીભાઈ પરમાર, યુવરાજ ભાઈલાલ પરમાર અને સોહન ભુપતભાઈ પરમાર રહે. બધા છતર વાળા દુકાન પાસેથી બહેન દીકરીઓ નીકળતી હતી ત્યારે ગાળો બોલતા હતા જેથી કરીને યુવાને તેને ગાળો ન બોલવાનું કહ્યું હતું જેથી આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા અને ત્રણેય શખ્સોએ યુવાનને છાતી, પેટ તેમજ માથાના ભાગે ઢીકા પાટુનો માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા યુવાન દ્વારા હાલમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ત્રણ શખ્સોની સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

યુવાનનું મોત

મોરબી તાલુકાના ભરતનગર ગામની સીમમાં આવેલ પાટીદાર પેપર મિલના મજુરના કવાર્ટરમાં ક્વોટરમાં રહેતા સંજુરાજ (ઉંમર ૨૬) નામના યુવાનનું બીમારી સબબ કવાર્ટરમાં મૃત્યુ નીપજ્યું હતું જેથી તેના મૃતદેહને મૃતકના મામા જયસંગભાઈ મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની સિવિલ હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસની જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News