મોરબી : પીજીવીસીએલ દ્વારા તા.૨૫ ના રોજ મોટી સંખ્યામાં ટીમો દ્વારા જોડાણ કાપવાની કામગીરી કરવામાં આવશે મોરબીમાં ૧.૯૫ કરોડના ખર્ચે ઓપન જીમ, જોગિંગ ટ્રેક, ચિલ્ડ્રન પ્લે એરિયા બનશે ડિજિટલ મોરબી : પાલિકા દ્વારા નગરજનોની ફરિયાદના ઝડપી નિકાલ માટે નંબર જાહેર કરાયા ટંકારાના હમીરપર ગામ પાસે બે કાર અથડાતા ઇજા પામેલા ચાર લોકોને સારવારમાં રાજકોટ ખસેડાયા મોરબીમાં બાઈક ઓવરટેક કરવા મુદે કરાયેલ જીવલેણ હુમલામાં એલસીબીએ બે ને દબોચ્યા મોરબી : આયુષ્યમાન આરોગ્ય મંદિર પાનેલી ખાતે ટી.બી. મૂક્ત ભારત અંતર્ગત એક્સ રે સ્ક્રીનિંગ કરવામાં આવ્યા બજેટ-૨૦૨૬ એ ગામડા, ગરીબ અને કિશાન, શિક્ષણ, આરોગ્ય, યુવાનો, મહિલાઓનું ઉત્કર્ષએ ગુજરાત સરકારનું કેન્દ્રબિંદુ ગણાવતાં સાંસદ વિનોદભાઈ ચાવડા મોરબીના રાજપર ગામ ખાતે પરમ પૂજ્ય સંતશ્રી નાથાબાપાની ૭મી પુણ્યતિથિ નિમિત્તે ૯ દિવસીય અખંડ શ્રી રામનામ જપ મહાયજ્ઞનું આયોજન
Breaking news
Morbi Today

ટંકારાના ખીજડીયા રોડ પર આવેલી વસાહતમાં સંવિધાન દિવસની ઉજવણી કરાઈ


SHARE













ટંકારાના ખીજડીયા રોડ પર આવેલી વસાહતમાં સંવિધાન દિવસની ઉજવણી કરાઈ

ટંકારામાં ગઈકાલે ઠેર ઠેર સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે ટંકારાના ખીજડીયા રોડ પર આવેલી વસાહતમાં પણ સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

ગઈકાલે તારીખ 26 નવેમ્બરે ટંકારાના ખીજડીયા રોડ પર આવેલી ગરીબ, પીડિત, શોષિત અને વંચિત સમાજના લોકોની વસાહતમાં  ૭૩ માં "સંવિધાન દિવસ" નિમિતે ડૉ. બાબા સાહેબ આંબેડકર અને કાંસીરામ સાહેબની યાદમાં "ભારતીય બંધારણ"ના ઉપક્રમે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ભાવિષા, કિર્તી, ચાહત અને કોમલ દ્વારા દિપ પ્રક્ટાવી ડૉ.બાબા સાહેબ અને કાંસીરામ સાહેબનાં તૈલી ચિત્રોને પુષ્પાંજલિ અર્પણ કરાઈ હતી. કોમલ નામની બાળાએ બાબા સાહેબના જીવન પર પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું. એડવોકેટ હિતેષભાઈ દ્વારા સંવિધાન અને કાયદાકીય પ્રવૃતિઓ વિશે માહિતી આપવામાં આવી હતી.આ તકે ઉપસરપંચ નિર્મળાબેન ચાવડા, ગીતાબેન વાળા, ટંકારાના સામાજીક કાર્યકર હેમંતભાઇ ચાવડા, પ્રવીણભાઈ ચૌહાણ, દિલિપભાઈ મકવાણા, અશ્વિનભાઈ પરમાર, જીતુભાઈ, નરેન્દ્રભાઈ, વિનુભાઈ, મનોજભાઈ વાળા,ગોવિંદભાઈ, ભરતભાઈ અને બહોળી સંખ્યામાં બહેનો અને બાળકો હાજર રહ્યા હતા. કાર્યક્રમ પૂર્ણ થયે સમૂહ ભોજન રાખવામાં આવ્યું હતું. બંધારણ દિવસની ઉજવણીમાં બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યાં હતાં. કાર્યક્રમનું સમાપન હેમંતભાઇ ચાવડા દ્વારા કરાયું હતું.








Latest News