મોરબી : પીજીવીસીએલ દ્વારા તા.૨૫ ના રોજ મોટી સંખ્યામાં ટીમો દ્વારા જોડાણ કાપવાની કામગીરી કરવામાં આવશે મોરબીમાં ૧.૯૫ કરોડના ખર્ચે ઓપન જીમ, જોગિંગ ટ્રેક, ચિલ્ડ્રન પ્લે એરિયા બનશે ડિજિટલ મોરબી : પાલિકા દ્વારા નગરજનોની ફરિયાદના ઝડપી નિકાલ માટે નંબર જાહેર કરાયા ટંકારાના હમીરપર ગામ પાસે બે કાર અથડાતા ઇજા પામેલા ચાર લોકોને સારવારમાં રાજકોટ ખસેડાયા મોરબીમાં બાઈક ઓવરટેક કરવા મુદે કરાયેલ જીવલેણ હુમલામાં એલસીબીએ બે ને દબોચ્યા મોરબી : આયુષ્યમાન આરોગ્ય મંદિર પાનેલી ખાતે ટી.બી. મૂક્ત ભારત અંતર્ગત એક્સ રે સ્ક્રીનિંગ કરવામાં આવ્યા બજેટ-૨૦૨૬ એ ગામડા, ગરીબ અને કિશાન, શિક્ષણ, આરોગ્ય, યુવાનો, મહિલાઓનું ઉત્કર્ષએ ગુજરાત સરકારનું કેન્દ્રબિંદુ ગણાવતાં સાંસદ વિનોદભાઈ ચાવડા મોરબીના રાજપર ગામ ખાતે પરમ પૂજ્ય સંતશ્રી નાથાબાપાની ૭મી પુણ્યતિથિ નિમિત્તે ૯ દિવસીય અખંડ શ્રી રામનામ જપ મહાયજ્ઞનું આયોજન
Breaking news
Morbi Today

ટંકારાના ગોડાઉનમાંથી જીરૂના ૬૮ કટ્ટાની ચોરી કરનાર ગેંગના છ સાગરીત ઝડપાયા


SHARE













ટંકારાના ગોડાઉનમાંથી જીરૂના ૬૮ કટ્ટાની ચોરી કરનાર ગેંગના છ સાગરીત ઝડપાયા

ટંકારા વિસ્તારમાં થયેલ ૮,૨૧,૦૦૦ ની ચોરીનો ભેદ ઉકેલવા માટે સ્થાનિક પોલીસ તેમજ એલસીબીની ટિમ કામ કરી રહી હતી તેવામાં એલસીબીની ટીમે હાલમાં ચોરીમાં ગયેલ તમામ મુદામાલ સાથે ચોરી કરતી ગેંગના કુલ- ૬ આરોપીઓને ગણતરીની કલાકોમાં પકડી પડી છે અને હાલમાં આરોપીઓના રિમાન્ડ લેવા માટે આગળની કાર્યવાહી કરવામાં આવી છે

મોરબી જિલ્લા એલસીબીના ઇન્ચાર્જ પીઆઇ કે.જે. ચૌહાણની સૂચના મુજબ કામ કરવામાં આવી રહ્યું છે ત્યારે મોરબી જિલ્લાના ટંકારામાં લતીપર રોદે આવેલ તિરૂપતી એન્ટરપ્રાઇઝ નામના ગોડાઉનમાં શટરના તાળા તોડી ગોડાઉનમાં રાખેલ જીરૂ કટ્ટા નંગ- ૬૮ જેની કિંમત ૮,૧૬,૦૦૦  તથા ઇલકેટ્રીક વજન કાંટો આમ કુલ ૮,૨૧,૦૦૦ ના મુદામાલની કોઇ અજાણ્યા ચોર ઇસમો ચોરી કરી લઇ ગયેલ હતા જેથી કરીને ટંકારા તાલુકા પોલીસ સ્ટેશને ચોરીનો ગુનો નોંધાયો હતો જે ગુનો વણશોધાયેલ હોય જેથી એલ.સી.બી./પેરોલ ફર્લો સ્ટાફના માણસોની અલગ અલગ ટીમો બનાવી બનાવ સ્થળનુ નીરીક્ષણ કરી ચોરી કરનાર ઇસમો તથા મુદામાલ શોધી કાઢવા પ્રયત્નશીલ હતા.

દરમ્યાન રજનીંકાત કૈલા, સુરેશભાઇ હુંબલ, નંદલાલ વરમોરા, વિક્રમભાઇ ફુગસીયાનાઓને સયુકત રીતે હકિકત મળેલ કે, અગાઉ ચોરીના ગુનામાં પકડાયેલ નકુલ ઉર્ફે નિકુલ કરશનભાઇ મંદરીયા જાતે દેવીપુજક રહે, ભીમસર મોરબી તથા વિરેન વિજયભાઇ રાઠોડ જાતે તેલી એલ.ઇ. કોલેજના ગ્રાઉન્ડની સામે ઝુપડામાં મોરબી વાળાઓએ તેના સાગરીતો સાથે મળી કરેલ હોવાનું સામે આવતા ઉમીયા સર્કલ પાસે વોચ ગોઠવી હતી ત્યારે આરોપીઓ પાસેથી ગુનામાં ગયેલ મુદામાલ તથા ગુનામાં વપરાયેલ વાહનો, મોબાઇલ ફોન મળી આવેલ છે અને હાલમાં પોલીસે છ આરોપીઓને હસ્તગત કરલે છે આ ગુનામાં પોલીસે હાલમાં પકડાયેલા આરોપીઓ પાસેથી જીરૂ ભરેલ પ્લાસ્ટીકના ૬૮ બાચકા, ઇલેકટ્રીક વજન કાંટો, બોલેરો પીકઅપ ગાડી નં, જીજે ૩૬ વાય ૯૨૦૨ જેની કિંમત બે લાખ અને મારૂતી સ્વીફટ કાર નં જીજે ૩૬ એએફ ૭૨૭૧ જેની કિણાંત ૩,૦૦,૦૦૦ અને અલગ અલગ કંપનીના ૩ મોબાઇલ ફોન આમ કુલ મળીને ૧૩,૩૧,૫૦૦ નો મુદામાલ કબજે કરેલ છે આ આરોપીઓ દિવસ દરમ્યાન જી.આઇ.ડી.સી. વિસ્તારમાં રેકી કરી મોડી રાત્રીના સમયએ વાહનોમાં આવી ગોડાઉન દુકાનના તાળા નકુચા તોડી દુકાના ગોડાઉનમાં પ્રવેશ કરી ચીજ વસ્તુની ચોરી કરવામાંની ટેવ વાળા છે

જેમાં નકુલ ઉર્ફે નિકુલ સઓ કરશનભાઇ મંદરીયા ઉ.વ. ૨૩ રહે. ભીમસર વિહોત માતાજીના મંઢ પાસે મોરબી, વિરેન સાઓ વિજયભાઇ રાઠોડ ઉ.વ. ૨૧ રહે. નટરાજ ફાટક એલ.ઇ. કોલેજના ગ્રાઉન્ડની સામે ઝુપડામાં મોરબી, રાહુલભાઇ રાજુભાઇ કુંઢીયા ઉ.વ રર રહે. દલવાડી સર્કલ પાસે પ્રધાનમંત્રી આવાસ કવાર્ટર બ્લોક નં- બી/૦૨ રૂમ નં-૨૦૨ મોરબી, પપ્પુભાઇ નવાભાઇ પરમાર ઉ.વ. ૨૦ રહે. પાડા પુલ નીચે ઝુપડામાં મોરબી, પાંગળાભાઇ નાનજીભાઇ ડામોર ઉ.વ. ૨૦ રહે. એલ.ઇ. કોલેજ સામે ઝુપડામાં મોરબી અને હરેશભાઇ નરશુભાઇ મોહનીયા ઉ.વ. ૨૦ રહે. પાડા પુલ નીચે ઝુપડામાં મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને આ ગુનામાં હજુ આરોપી દીનેશભાઇ તેજીયાભાઇ મેડા જાતે આદીવાસી રહે. મૂળ એમપી હાલ પાડા પુલ નીચે અને અજય પ્રકાશભાઇ ભુરીયા આદીવાસી રહે. મૂળ એમપી હાલ પાડા પુલ નીચે વાળાને પકડવાના બાકી છે અત્યારે જે આરોપીઓને પકડેલ છે તે અગાઉ હળવદ, મોરબી, મુન્દ્રા ખાતે ચોરીના ગુનાઓમાં સંડોવાયેલ છે








Latest News