મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની મતગણતરી પહેલા જિલ્લા મેજીસ્ટ્રેટે પ્રસિધ્ધ કર્યુ જાહેરનામું મોરબીમાં લોકડાઉનમાં થયેલ મારામારીના ગુનામાં આરોપીઓને નિદોર્ષ છોડવાનો હુકમ મોરબીના વનાળિયા ગામે શાળામાં ધો. ૮ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો મોરબી જિલ્લા ભાજપ મહામંત્રીના જન્મદિન નિમિત્તે કાલે હળવદમાં રકતદાન કેમ્પ  મોરબીના સોની બજાર ઉપાશ્રયમાં શાસન સ્પર્શ કાર્યક્રમની ભવ્ય ઉજવણી કરાઈ મોરબીના રાતાભેર ગામે વાડીએ ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત હળવદ પોલીસ લાઈનમાં જમાદારના ઘરે સમાધાન માટે આવેલા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓ પર ગ્રાઉન્ડમાં છરી વડે હુમલો: હવે સામસામે ફરિયાદ મોરબીમાં સમાજ સેવાનું કામ કરતાં યુવાનને બે શખ્સોએ ઢીકાપાટુનો માર માર્યો: સામસામે ફરિયાદ
Breaking news
Morbi Today

ટંકારામાં ઉગમણા નાકા પાસે લો પરિવારના સ્વજનના સ્મરણ અર્થે બનાવવામાં આવેલ પ્રવેશદ્વાર ધડાકાભેર તૂટી પડ્યો


SHARE













ટંકારામાં ઉગમણા નાકા પાસે લો પરિવારના સ્વજનના સ્મરણ અર્થે બનાવવામાં આવેલ પ્રવેશદ્વાર ધડાકાભેર તૂટી પડ્યો

મોરબી જિલ્લાના ટંકારામાં ઉગમણા નાકા પાસે લો પરિવારના સ્વજનના સ્મરણ અર્થે પ્રવેશદ્વાર બનાવ્યો હતો આ પ્રવેશદ્વાર ધડાકાભર બપોરે તૂટી પડ્યો હતો જોકે સદનસીબે બપોરે ટંકારાના માર્ગ ઉપર અવરજવર ઓછી હતી જેથી કોઈ જાનહાની થયેલ નથી પરંતુ જો આ ગેટ ત્યાંથી પસાર થઈ રહેલ ખાનગી સ્કુલ બસ ઉપર તૂટી પડ્યો હોત તો ગોઝારો અકસ્માત સર્જાત તેવું ગામના લોકો કહી રહ્યા છે

મોરબીમાં આવેલ ઝુલતો પુલ તૂટી પડ્યો હતો જેથી કરીને 135 જેટલા લોકોના મોત નીપજ્યા હતા આ દુર્ઘટના ના પડઘા ન માત્ર મોરબી કે ગુજરાત પરંતુ સમગ્ર ભારત દેશની અંદર પડ્યા છે અને આ ઘટનાની સાહી હજુ તો સુકાઈ નથી અને જે લોકોએ પોતાના પરિવારના સભ્યો ગુમાવ્યા હતા તેની આંખના આંસુ સુકાયા નથી ત્યાં આજે વધુ એક દુર્ઘટના મોરબી જિલ્લાના ટંકારામાં બનતા સહેજમાં પડી છે આજે બપોરના સમયે ટંકારાના ઉગમણા નાકા પાસે હેમંતભાઈ લો ના સ્મરણાર્થે તેના દીકરા અને ભત્રીજાઓ દ્વારા જે પ્રવેશ દ્વાર બનાવવામાં આવ્યો હતો તે ગેટ ધડાકાભેર તૂટી પડ્યો હતો.

જોકે સદનસીબે આ ગેટ તૂટી પડ્યો ત્યારે ત્યાં નીચેથી કોઈ નિર્દોષ વ્યક્તિ પસાર થતી ન હતી જેથી કરીને જાનહાની કે ઈજાનો બનાવ બન્યો નથી પરંતુ સ્થાનિક લોકોના કહેવા પ્રમાણે આ ગેટ તૂટી પડ્યો તેની ગણતરીની સેકન્ડો પહેલા જ ત્યાંથી બે ખાનગી સ્કૂલની બસો પસાર થઈ હતી અને જો આ ગેટ તે સ્કુલ બસ ઉપર તૂટી પડ્યો હોત તો મોરબીમાં જે રીતે ગોજારો અકસ્માત બન્યો હતો તેવો જ ગોઝારો અકસ્માત આજે ટંકારામાં બન્યો હોત અને વધુમાં લોકોના કહેવા મુજબ સાત મહિના પહેલા બનાવવામાં આવેલ ગેટ તૂટી પડ્યો છે ત્યારે અન્ય જોખમી બાંધકામોનો પણ સર્વે કરીને મોરબી જિલ્લામાં વહેલામાં વહેલી તકે જોખમી બાંધકામોને હટાવી લેવામાં આવે તેવી ટંકારા ના લોકોની માંગ છે






Latest News