હળવદ માર્કેટ યાર્ડના વેપારી પાસે ૯૦ લાખની ખંડણી માંગનારા કોંઢના શખ્સની ધરપકડ
વાંકાનેરના રામપરા અભ્યારણમા માલ ઢોર ચરાવવાની ના કહેતા કર્મચારીને ત્રણ શખ્સોએ માર માર્યો
SHARE
વાંકાનેરના રામપરા અભ્યારણમા માલ ઢોર ચરાવવાની ના કહેતા કર્મચારીને ત્રણ શખ્સોએ માર માર્યો
વાંકાનેર તાલુકામાં વિડીભોજપરા ગામની સીમ રામપરા અભ્યારણમા પોતાના માલ ઢોર ચરાવવાની માલધારીઓને રામપરા સેન્ચ્યુરી કવાટર્સમાં રહેતા કર્મચારી દ્વારા ના પાડવામાં આવી હતી જેથી કરીને તેનો ખાર રાખીને ત્રણ શખ્સો દ્વારા કર્મચારીને ગાળો આપીને લાકડી વડે માર મરવામાં આવ્યો હતો જેથી કરીને તેને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મુળ વિછિયા તાલુકાનાં લોકમીત્ર ઢેઢુકી ગામના રહેવાસી અને હાલ રામપરા સેન્ચ્યુરી કવાટર્સમાં રહેતા વિપુલભાઇ જશમતભાઇ ગોહીલ જાતે કોળી (પટેલ) (ઉ.૨૮) એ હાલમાં વિભાભાઇ નવઘણભાઇ ભરવાડ, ઝાલાભાઇ સિધાભાઇ ગરીયા અને છેલાભાઇ ખેગારભાઇ ગરીયા રહે. ત્રણેય ખીજડીયા તાલુકો વાંકાનેર વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને લખાવ્યું છે કે, આરોપીઓને રામપરા અભ્યારણમા પોતાના માલ ઢોર ચરાવવાની ના પાડતા તે બાબતનો રોષ રાખીને તેઓની કાયદેસરની ફરજમા રૂકાવટ કરી ગાળો આપી ઢીકાપાટુનો માર માર્યો હતો અને વિભાભાઇ નવઘણભાઇ ભરવાડએ ફરિયાદીને લાકડી જમણા પગની ઘુટી ઉપર મારી હતી અને ફેકચર કરી નાખ્યું હતું જેથી ભોગ બનેલા કર્મચારીએ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતાં પોલીસે ત્રણેય આરોપીઓની સામે આઈ.પી.સી. કલમ ૩૩૩, ૩૨૫, ૩૨૩, ૧૮૬, ૫૦૪, ૧૧૪, જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધીને આરોપને પકડવા માટે તજવીજ શરૂ કરી છે