રાજકોટના વકીલને ચેક રિટર્ન કેસમાં 2 વર્ષની સજા ફટકારતી મોરબી કોર્ટ મોરબી દારૂના ગુન્હામાં છેલ્લા ત્રણેક માસથી ફરાર રીઢા ગુનેગારને પેરોલ ફર્લો સ્કોડે દબોચ્યો વાંકાનેરની ચોટીલા બાઉન્ડ્રી રાજકોટ હાઇવે મોમાઈ હોટલ પાસેથી અજાણ્યા આધેડની લાશ મળી, વાલી વારસની શોધખોળ મોરબી એલસીબીની ટીમે રિક્ષામાં બેઠેલા મુસાફરો પાસેથી રોકડ-દાગીનાની ચોરી કરતી હરીયાણાની ટોળકી દબોચી મોરબીના પોલો સર્કલ પાસે અકસ્માતના બનાવમાં ઇજા પામેલા બીજા યુવાનનું પણ મોત ભારે કરી: મોરબીમાં અકાળે પ્રેમ પાંગરતા ઘરેથી ભાગી ગયેલ પરિણીતાએ તેના બનેવી સાથે કર્યો આપઘાતનો પ્રયાસ મોરબીના જાંબુડીયા ગામ પાસે કારખાના લેબર કવાર્ટરમાં ગળાફાંસો ખાઈએ યુવાને કર્યો આપઘાત મોરબીના રંગપર ગામે પરિણીતાએ કરેલ આપઘાતના બનાવમાં પતિ-દિયરની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબી નજીક સમય કલોકના બંધ કારખાનામાંથી દારૂ બિયરના જથ્થા સાથે બે પકડાયા


SHARE







મોરબી નજીક સમય કલોકના બંધ કારખાનામાંથી દારૂ બિયરના જથ્થા સાથે બે પકડાયા

મોરબી રાજકોટ રોડ વીરપર ગામની સીમ સમય કલોકના બંધ કારખાનામાં પોલીસે દારૂની રેડ કરી હતી ત્યારે ત્યાંથી ઇંગ્લીશ દારૂ તથા બીયરનો ૫૦,૪૦૦ નો જથ્થો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે બે ઇસમોની ધરપકડ કરી હતી

મોરબી જિલ્લા એલ.સી.બી.ના સ્ટાફના રામભાઇ મંઢ, નિર્મળસિંહ જાડેજા, સંજયભાઇ રાઠોડ, ભરતસિંહ ડાભીને મળેલ સયુંકત હકિકત આધારે મોરબી રાજકોટ રોડ વીરપર ગામની સીમમાં આવેલ સમય કલોકના બંઘ કારખાનામાં દારૂની રેડ કરી હતી ત્યારે ત્યાંથી વિદેશી દારૂ તથા બીયરનો જથ્થો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે આરોપી નિકુંજભાઇ વીરજીભાઇ રાજપરા પટેલ (૨૭) રહે. ધ્રુવનગર ટંકારા અને મહેન્દ્રભાઇ ઉર્ફે લાલો ચંદુભાઇ કલાસવા આદિવાસી (૩૦) રહે. હાલ વીરપર ગામની સીમ સમયના બંધ કારખાના વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી પોપટભાઇ ધારાભાઇ ભરવાડ રહે. ટંકારા વાળાનું નામ સામે આવ્યું છે જેથી કરીને તેને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરેલ છે હાલમાં પોલીસે આરોપીઓ પાસેથી દારૂની ૯૬ બોટલો અને ૧૪૪ બીયરના ટીન કબજે કરીને ૫૦૪૦૦ નો મુદામાલ કબ્જે કરેલ છે.






Latest News