મોરબી જિલ્લા પંચાયતમાં 71.09 ટકા મતદાન: 3 પાલિકા-5 તાલુકા પંચાયત માટે ઉત્સાહ પૂર્વક મતદારોએ કર્યું મતદાન મોરબી મહાપાલિકાના મતોની વોર્ડ વાઇઝ ગણતરી માટે કેટલા ટેબલ? ,કેટલા રાઉન્ડ ?: જાણો અહી... મોરબી મહાપાલિકાની પ્રથમ ચુંટણીમાં 65.62 ટકા મતદાન: 177 ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં કેદ, મતગણતરીને લઈને ભારે આતુરતા આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો
Breaking news
Morbi Today

ટંકારા તાલુકાનાં વાઘગઢ ગામે પ્રાથમિક શાળામાં શ્રમયોગી પરિવારનું સ્નેહમિલન યોજાયું


SHARE













ટંકારા તાલુકાનાં વાઘગઢ ગામે પ્રાથમિક શાળામાં શ્રમયોગી પરિવારનું સ્નેહમિલન યોજાયું

 ટંકારા તાલુકાનાં વાઘગઢ ગામે આવેલ પ્રાથમિક શાળામાં ગામના સ્નેહ અને સહકાર સાથે શ્રમયોગી પરિવારના સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું હતું અને શ્રમયોગી પરિવારના બાળકોમાં શિક્ષણનું પ્રમાણ વધે અને નિરક્ષરતા દૂર કરી સાક્ષર સમાજ બને એ હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને બાળકોમાં રહેલ ક્ષમતાઓ તેના માતા પિતા રૂબરૂ જુએ એ હેતુથી શાળામાં બાળકોને તેમની સમક્ષ પોતપોતાની ક્ષમતાઓ અને આવડતનું પ્રદર્શન કરેલ હતું ત્યારે બાળકોમાં રહેલા કૌશલ્યો જોઈને તેમના માતાપિતા પણ દંગ રહી ગયા હતાં આ ઉપરાંત તેઓ પોતાના ધર્મમાં સાચી શ્રદ્ધા ટકે અને કોઈ અંધશ્રદ્ધાનો વ્યાપ પરિવારમાં ન થાય તે બાબતે પણ વિસ્તૃત આધ્યાત્મિક ચર્ચાઓ કરવામાં આવી હતી. તેમજ આ લોકો વ્યસનમુક્ત બને તેના માટેની પણ માહિતી આપવામાં આવી હતી આ ઉપરાંત રાષ્ટ્ર ધર્મ પ્રત્યે દરેક લોકો જાગૃત બને અને પોતાના વતનમાં જાય ત્યાં પણ વિસ્તૃત જાગૃતિ લાવવા માટે આહવાન કરવામાં આવ્યું હતું આ તકે શાળાના શિક્ષક દેવેન્દ્રભાઈ દ્વારા પણ રહેણીકરણીખોરાકમાં સાત્વિકતા અને વાણીમાં પવિત્રતા વગેરે આવે તે અંગે વાલીઓ સાથે વિચાર વિમર્શ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ શ્રમયોગી પરિવારના તમામ લોકોની સાથે ભોજન કર્યું હતું ત્યાર બાદ ટંકારાના દયાલમુની દ્વારા દરેક પરિવાર માટે એક એક બ્લેન્કેટ આપવામાં આવ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે દેવેન્દ્રભાઈ, નવનીતભાઈ , ચાંદનીબેન, સરપંચ વલ્લભભાઈ, રામજીભાઈ, નિલેશભાઈ, મનસુખભાઇએ જહેમત ઉઠાવી હતી






Latest News