રાજકોટના વકીલને ચેક રિટર્ન કેસમાં 2 વર્ષની સજા ફટકારતી મોરબી કોર્ટ મોરબી દારૂના ગુન્હામાં છેલ્લા ત્રણેક માસથી ફરાર રીઢા ગુનેગારને પેરોલ ફર્લો સ્કોડે દબોચ્યો વાંકાનેરની ચોટીલા બાઉન્ડ્રી રાજકોટ હાઇવે મોમાઈ હોટલ પાસેથી અજાણ્યા આધેડની લાશ મળી, વાલી વારસની શોધખોળ મોરબી એલસીબીની ટીમે રિક્ષામાં બેઠેલા મુસાફરો પાસેથી રોકડ-દાગીનાની ચોરી કરતી હરીયાણાની ટોળકી દબોચી મોરબીના પોલો સર્કલ પાસે અકસ્માતના બનાવમાં ઇજા પામેલા બીજા યુવાનનું પણ મોત ભારે કરી: મોરબીમાં અકાળે પ્રેમ પાંગરતા ઘરેથી ભાગી ગયેલ પરિણીતાએ તેના બનેવી સાથે કર્યો આપઘાતનો પ્રયાસ મોરબીના જાંબુડીયા ગામ પાસે કારખાના લેબર કવાર્ટરમાં ગળાફાંસો ખાઈએ યુવાને કર્યો આપઘાત મોરબીના રંગપર ગામે પરિણીતાએ કરેલ આપઘાતના બનાવમાં પતિ-દિયરની ધરપકડ
Breaking news
Morbi Today

ટંકારાના નેકનામ ગામે ઝેરી દાવ પી ગયેલ પરિણીતા સારવારમાં


SHARE







ટંકારાના નેકનામ ગામે ઝેરી દાવ પી ગયેલ પરિણીતા સારવારમાં

ટંકારા તાલુકાના નેકનામ ગામે રહેતી પરિણીતાએ કોઈ કારણોસર ઝેરી દવા પી લીધી છે જેથી તેને પ્રાથમિક સારવાર માટે પડધરી સરકારી હોસ્પિટલમાં આપવામાં આવી હતી અને તેને વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલ છે હાલમાં આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના નેકનામ ગામે રહેતી પરિણીતા અનીતાબેન ગોવિંદભાઈ પીપલાજ (૩૮) એ કોઈ કારણોસર ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેને પ્રાથમિક સારવાર માટે પડધરી સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલ છે અને હાલમાં તે ઇમરજન્સી વોર્ડમાં સારવાર હેઠળ છે આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુમાં પોલીસ પાસેથી જાણવા મળતી માહિતી મુજબ પરિણીતાનો લગ્ન ગાળો ૮ વર્ષનો છે અને તેને બે દીકરીઓ છે જોકે તેને કયા કારણોસર ઝેરી દવા પીધી હતી તે દિશામાં પોલીસ આગળની તપાસ કરી રહી છે.

મારામારીમાં ઇજા

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં સોઓરડીની પાછળના ભાગમાં આવેલ ઉમિયા નગરમાં મારામારીનો બનાવ બન્યો હતો જેમાં ત્યાં રહેતા નરેશભાઈ મનુભાઈ બોસિયા (૩૫) ને ઇજાઓ થઈ હોવાથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને મારામારીના આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

મારામારીમાં ઇજા

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં ત્રાજપર ચોકડી પાસે આવેલો હોટલ નજીક મારામારીનો બનાવ બન્યો હતો જેમાં મોરબીના સિપાઈવાસ વિસ્તારમાં રહેતા ફેઝલ ગુલામહુસેન માડકીયા (૩૫) નામના યુવાનને ઇજા થઈ હોવાથી તે યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.






Latest News