રાજકોટના વકીલને ચેક રિટર્ન કેસમાં 2 વર્ષની સજા ફટકારતી મોરબી કોર્ટ મોરબી દારૂના ગુન્હામાં છેલ્લા ત્રણેક માસથી ફરાર રીઢા ગુનેગારને પેરોલ ફર્લો સ્કોડે દબોચ્યો વાંકાનેરની ચોટીલા બાઉન્ડ્રી રાજકોટ હાઇવે મોમાઈ હોટલ પાસેથી અજાણ્યા આધેડની લાશ મળી, વાલી વારસની શોધખોળ મોરબી એલસીબીની ટીમે રિક્ષામાં બેઠેલા મુસાફરો પાસેથી રોકડ-દાગીનાની ચોરી કરતી હરીયાણાની ટોળકી દબોચી મોરબીના પોલો સર્કલ પાસે અકસ્માતના બનાવમાં ઇજા પામેલા બીજા યુવાનનું પણ મોત ભારે કરી: મોરબીમાં અકાળે પ્રેમ પાંગરતા ઘરેથી ભાગી ગયેલ પરિણીતાએ તેના બનેવી સાથે કર્યો આપઘાતનો પ્રયાસ મોરબીના જાંબુડીયા ગામ પાસે કારખાના લેબર કવાર્ટરમાં ગળાફાંસો ખાઈએ યુવાને કર્યો આપઘાત મોરબીના રંગપર ગામે પરિણીતાએ કરેલ આપઘાતના બનાવમાં પતિ-દિયરની ધરપકડ
Breaking news
Morbi Today

ટંકારાના એટ્રોસિટી-મારામારીના કેસમાં બંને આરોપીઓ જામીન મુક્ત


SHARE







ટંકારાના એટ્રોસિટી-મારામારીના કેસમાં બંને આરોપીઓ જામીન મુક્ત

ટંકારામાં ફરિયાદી પાછી ખેંચી લેવા ગાળો આપી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી તેમજ જાતી પ્રત્યે અપમાનિત કરવામાં આવેલ જેથી કરીને ટંકારમાં ફરિયાદ નોંધાઈ હતી જેથી આરોપી હરપાલસિંહ ઉર્ફે ભૂરો વિનુભા ઝાલા અને ક્રિપાલસિંહ હેમંતસિંહ ઝાલાની ધરપકડ કરી હતી અને આરોપીઓ સામે એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો હતો જે કેસ એડી. ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજની કોર્ટમાં ચાલી જતાં આરોપીના વકીલે કરેલ દલીલને ધ્યાને લઈને બંને આરોપીને જમીન મુક્ત કરેલ છે

આ કેસમાં બચાવ પક્ષના વકીલ દિલીપભાઈ અગેચણીયાએ એવી દલીલ કરી હતી કે, ફરિયાદી પક્ષે ફરિયાદી, સાહેદો તથા પંચો તેમજ તપાસ કરનાર અધિકારીની જુબાની લેવામાં આવી હતી તમામ પુરાવાના અંતે આરોપી તરફેના વકીલે દલીલો કરી હતી જેમાં ફરિયાદ પક્ષે ફરિયાદ મુજબની હકીકત જણાવેલ નથી તેમજ ફરિયાદીના સાહેદોએ ફરિયાદીને સમર્થનકારી જુબાની આપેલ નથી તેમજ ઈજા પામનારના સગાઓ તેમજ અન્ય સ્વતંત્ર સાહેદોએ તેમના મૌખિક પુરાવામાં ફરિયાદ પક્ષના કેસને કે તેમના નિવેદનને સમર્થન આપેલ નથી આમ બંને પક્ષકારોની દલીલોને ધ્યાને લઈને બચાવ પક્ષના વકીલ  દિલીપભાઈ અગેચણીયાની દલીલોને માન્ય રાખી કોર્ટે આરોપીઑને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરેલ છે આ કેસમાં આરોપી તરફે દિલીપભાઈ અગેચણીયા ઉપરાંત જીતેન ડી. અગેચણીયા, મોનીકાબેન ગોલતર, હિતેશ પરમાર, રવિ ચાવડા, કુલદીપ જીજવાડીયા રોકાયેલ હતા






Latest News