મોરબી મહાપાલિકાની પ્રથમ સભામાં કોર્પોરેટરોના પગાર-ભથ્થા અને પદાધિકારીઓનો ઓફિસ ખર્ચ મંજૂર, નંદીઘરમાં અવ્યવસ્થા દૂર ન થાય તો ચોમાસામાં નંદી રિબાઈ રિબાઈને મરે તેવો ઘાટ રાજકોટના વકીલને ચેક રિટર્ન કેસમાં 2 વર્ષની સજા ફટકારતી મોરબી કોર્ટ મોરબી દારૂના ગુન્હામાં છેલ્લા ત્રણેક માસથી ફરાર રીઢા ગુનેગારને પેરોલ ફર્લો સ્કોડે દબોચ્યો વાંકાનેરની ચોટીલા બાઉન્ડ્રી રાજકોટ હાઇવે મોમાઈ હોટલ પાસેથી અજાણ્યા આધેડની લાશ મળી, વાલી વારસની શોધખોળ મોરબી એલસીબીની ટીમે રિક્ષામાં બેઠેલા મુસાફરો પાસેથી રોકડ-દાગીનાની ચોરી કરતી હરીયાણાની ટોળકી દબોચી મોરબીના પોલો સર્કલ પાસે અકસ્માતના બનાવમાં ઇજા પામેલા બીજા યુવાનનું પણ મોત ભારે કરી: મોરબીમાં અકાળે પ્રેમ પાંગરતા ઘરેથી ભાગી ગયેલ પરિણીતાએ તેના બનેવી સાથે કર્યો આપઘાતનો પ્રયાસ મોરબીના જાંબુડીયા ગામ પાસે કારખાના લેબર કવાર્ટરમાં ગળાફાંસો ખાઈએ યુવાને કર્યો આપઘાત
Breaking news
Morbi Today

ટંકારાના હળમતીયા ગામે ઘઉંના ઉભા પાકમાંથી દારૂની ૬૮ બોટલ સાથે બે આરોપી ઝડપાયા


SHARE







ટંકારાના હળમતીયા ગામે ઘઉંના ઉભા પાકમાંથી દારૂની ૬૮ બોટલ સાથે બે આરોપી ઝડપાયા

ટંકારા તાલુકાના હળમતીયા ગામની સીમમાં ખેતરમાં ઘઉંના ઉભા પાક વચ્ચે દારૂનો જથ્થો હોવાની એલસીબીની ટીમને બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી ત્યારે ત્યાંથી અલગ અલગ બ્રાન્ડની ઇંગ્લીશ દારૂની ૬૭ બોટલો મળી આવતા પોલીસે ૨૮,૫૪૫ નો દારૂ તેમજ અન્ય મુદામાલ મળીને ૩૮,૫૪૫ ના મુદામાલ સાથે બે ઇસમોની ધરપકડ કરી છે અને તેની સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે

મોરબી જિલ્લા એલસીબીના પીઆઇ ડી.એમ.ઢોલની સૂચના મુજબ પીએસઆઈ કે.જે.ચૌહાણ, એન.એચ.ચુડાસમા અને સ્ટાફના માણસો કામ કરી રહ્યા છે ત્યારે સુરેશભાઇ હુંબલપૃથ્વીરાજસિંહ જાડેજા, નંદલાલ વરમોરાવિક્રમભાઇ ફુગસીયાને સયુંકતમાં ખાનગી રાહે બાતમી મળી હતી કેવિશાલભાઇ ભરતભાઇ પટેલ તથા કીશન ઉર્ફે જીગો રાજેશભાઇ ડોડીયા રહે. બન્ને હળમતીયા (પાલનપીર) તાલુકો ટંકારા વાળા ભેગામળી ભાગીદારીમાં ઇંગ્લીશ દારૂનો જથ્થો મંગાવે છે અને વિશાલ ભરતભાઇ પટેલે હળમતીયા ગામથી કોઠારીયાના માર્ગે બેકળ તરીકે ઓળખાતી સીમમાં વાવવા રાખેલ પોતાના કબજા ભોગવટા વાળા ખેતરમાં દારૂનો જથ્થો રાખ્યો છે જેથી કરીને પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી વિદેશી દારૂની ૬૮ બોટલ મળી આવી હતી જેથી પોલીસે દારૂ અને બે મોબાઈલ ફોન મળીને ૩૮,૫૪૫ ના મુદામાલ સાથે હાલમાં વિશાલભાઇ ભરતભાઇ ડાકા જાતે પટેલ (૨૭) અને કીશન ઉર્ફે જીગો રાજેશભાઇ ડોડીયા જાતે રજપુત (૨૭) રહે. બંને હળમતીયા વાળાની ધરપકડ કરીને તેની પાસે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાવવામાં આવેલ છે 






Latest News