મોરબી જિલ્લા પંચાયતમાં 71.09 ટકા મતદાન: 3 પાલિકા-5 તાલુકા પંચાયત માટે ઉત્સાહ પૂર્વક મતદારોએ કર્યું મતદાન મોરબી મહાપાલિકાના મતોની વોર્ડ વાઇઝ ગણતરી માટે કેટલા ટેબલ? ,કેટલા રાઉન્ડ ?: જાણો અહી... મોરબી મહાપાલિકાની પ્રથમ ચુંટણીમાં 65.62 ટકા મતદાન: 177 ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં કેદ, મતગણતરીને લઈને ભારે આતુરતા આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો
Breaking news
Morbi Today

ટંકારાના ટોળ ગામે મુનિશ્રી સંતબાલજીના ૪૧ માં નિર્વાણ દિને જન્મભુમી સ્થળને પુનઃ ઉજાગર કરવાનો કરાયો સંકલ્પ


SHARE













ટંકારાના ટોળ ગામે મુનિશ્રી સંતબાલજીના ૪૧ માં નિર્વાણ દિને જન્મભુમી સ્થળને પુનઃ ઉજાગર કરવાનો કરાયો સંકલ્પ

મુનિશ્રી સંતબાલજીનો ૪૧ મો નિર્વાણ દિવસ જન્મભૂમિ ટોળ ગામે ગોવિંદસિંહ દાજીભાઈ ડાભી પ્રમુખ ભાલ નળકાંઠા ખાદી ગ્રામોદ્યોગ મંડળ રાણપુર (બોટાદ)અમદાવાદ ભાલ નળકાંઠા પ્રાયોગિક સંઘ ગુંદીના પ્રમુખ દાજીભાઈ ફલજીભાઈ ડાભી અને પિનાકી નાનકભાઈ મેઘાણી રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પૌત્ર તથા સ્થાપક ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાનઅમદાવાદ સહિતના અગ્રણીઓની હાજરીમાં ઉજવાયો હતો

ટંકારા તાલુકાના ટોળ ગામે પિતા નાગજીભાઈ દેવજીભાઈ અને માતા મોતીબેનના કુખે તા ૨૬/૮/૧૯૦૪ ના રોજ સંતબાલજીનો જન્મ થયો હતો બાળપણનુ શિવલાલ નામ હતું ૨૫ વર્ષની નાની વયે ૧૮/૧/૧૯૨૯ ના રોજ વાકાનેર ખાતે જૈન સાધુની દિક્ષા ગ્રહણ કરી સૌભાગ્યચંદ્ર નામ ધારણ કર્યું જે આગળ જતા મુનિશ્રી સંતબાલજી ક્રાંતિકારી જૈન સંત તરીકે સ્થાપિત થયા હતા અને તેઓના જીવનકાળ દરમ્યાન તેમણે જૈન ધર્મભારતીય દર્શનો અને અધ્યાત્મ વિષયક વિપુલ સાહિત્યસર્જન કર્યું હતું. તેમની દાયકાઓની વિહારયાત્રામાં તેમણે જૈનધર્મની પ્રભાવના કરવા સાથેસત્ય અને અહિંસાસર્વધર્મ સમભાવવ્યસનમુક્તિઅન્યાય પ્રતિકારસ્ત્રી ઉત્થાનમાનવરાહતધર્મ દૃષ્ટિએ સમાજરચનાખેડૂતોઆદિવાસીઓ વગેરેના વિવિધ સંગઠનો સાથે સમાજ ઘડતરના કાર્યો કર્યા અને ૨૬/૩/૧૯૮૨ ના મુબઈ ખાતે નિર્વાણ પામ્યા હતા જેમની સમાધી સ્થાન ચિચંણી મહાવીરનગર મહારાષ્ટ્ર ખાતે આવેલ છે જ્યા વિશાળ આશ્રમ કાર્યરત છે તેમની પ્રેરણાથી આજે પણ ગુજરાત અને મહારાષ્ટ્રમાં  ધણી બધી સંસ્થાઓ મુનિશ્રીના આદર્શોઉદ્દેશો પ્રમાણે કાર્ય કરી રહી છે.

ત્યારે ૪૧ માં નિર્વાણ દિને સંતબાલની જન્મ સ્થળની મુલાકાત લઈ આ દિવ્ય સ્થાનને  આઝાદી કા અમૃત વર્ષ અને રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના ૧૨૫ માં જન્મજયંતી વર્ષ નિમિતે ટોળ જન્મભુમી સ્થળને પુનઃ ઉજાગર કરવા બીડું ઉપાડવા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીનાં પૌત્ર પિનાકી નાનકભાઈ મેઘાણીગોવિંદસિંહ દામજીભાઈ ડાભીદાજીભાઈ ફલજીભાઈ ડાભીગગુભાઅનિરુધ્ધભાઈરમેશભાઈ દિલીપભાઈટોળ સરપંચ અબ્દુલભાઈસહકારી અગ્રણી મેપાભાઈહીરાભાઈભાવિંનભાઈરમેશભાઈ ગાંધી સહિત મહાનુભાવો ઉપસ્થિત રહેલ હતા અને સંતશ્રી બાલશ્રી જન્મભુમી સ્થળને પુનઃ ઉજાગર કરવા સંકલ્પ સાથે  લાઇબ્રેરી અને રોજગાર લક્ષી  વિવિધ સેવાકીય કામગીરી સાથે આ દિવ્ય ભૂમિનાં વિકાસ માટે સમસ્ત નગરજનો ટોળ ગામના ઐતિહાસિક સ્મારક સ્થળને દેશ દેશાવરના લોકો માટે દર્શનીય બને એવા સંકલ્પ કર્યો હતો






Latest News