મોરબીના સરદારનગર રોડ ઉપર મહાપાલિકાએ મેટલ પાથરી અને ઉદ્યોગપતિએ સ્વખર્ચે રોડ રોલર ફેરવ્યું મોરબીના કલેક્ટરે નવલખી પોર્ટ-ક્રિક વિસ્તારની લીધી મુલાકાત: દરિયાઈ સુરક્ષાની કરી સમીક્ષા મોરબી મહાપાલિકાની પ્રથમ સભામાં કોર્પોરેટરોના પગાર-ભથ્થા અને પદાધિકારીઓનો ઓફિસ ખર્ચ મંજૂર, નંદીઘરમાં અવ્યવસ્થા દૂર ન થાય તો ચોમાસામાં નંદી રિબાઈ રિબાઈને મરે તેવો ઘાટ રાજકોટના વકીલને ચેક રિટર્ન કેસમાં 2 વર્ષની સજા ફટકારતી મોરબી કોર્ટ મોરબી દારૂના ગુન્હામાં છેલ્લા ત્રણેક માસથી ફરાર રીઢા ગુનેગારને પેરોલ ફર્લો સ્કોડે દબોચ્યો વાંકાનેરની ચોટીલા બાઉન્ડ્રી રાજકોટ હાઇવે મોમાઈ હોટલ પાસેથી અજાણ્યા આધેડની લાશ મળી, વાલી વારસની શોધખોળ મોરબી એલસીબીની ટીમે રિક્ષામાં બેઠેલા મુસાફરો પાસેથી રોકડ-દાગીનાની ચોરી કરતી હરીયાણાની ટોળકી દબોચી મોરબીના પોલો સર્કલ પાસે અકસ્માતના બનાવમાં ઇજા પામેલા બીજા યુવાનનું પણ મોત
Breaking news
Morbi Today

ટંકારામાં ઘરમાં જ અંતિમ પગલું ભરીને આધેડે જીવન ટૂંકાવ્યું


SHARE







ટંકારામાં ઘરમાં જ અંતિમ પગલું ભરીને આધેડે જીવન ટૂંકાવ્યું

ટંકારાની મેઇન બજારમાં રહેતા આધેડ પોતાના ઘરે હતા ત્યારે કોઈ કારણોસર તેને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને તેનો દીકરો પીએમ માટે ટંકારાની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યો હતો અને આ બનાવની મૃતકના દીકરા દ્વારા ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવી નોંધ કરી આંગળી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ ટંકારાની મેઇન બજારમાં રહેતા જીતેન્દ્રકુમાર દેવકરણભાઈ પરમાર જાતે મોચી (૫૫) પોતાના ઘરે હતા ત્યારે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને તેનો દીકરો ચિરાગ જીતેન્દ્રકુમાર પરમાર (૨૩) ટંકારાની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યો હતો અને આ બનાવની ચિરાગ પરમાર દ્વારા ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરેલ હતી આ બનાવની વધુ તપાસ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનના એસ.બી. સીદીકી ચલાવી રહ્યા છે

મારામારીમાં ઇજા

મોરબીના સનાળા ગામ પાસે આવેલ ગોકુલનગરમાં રહેતા શાંતિલાલ નથુભાઈ કડીવાર જાતે દેવીપુજક (૬૦) નામના વૃદ્ધને મારામારીના બનાવમાં ઈજા થઈ હોવાથી તે ઇજાગ્રસ્તને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવવાની મોરબી સીટી એ ડિવઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના વિપુલભાઈ ફૂલતરિયા ચલાવી રહ્યા છે અને તેની પાસેથી વધુમાં મળતી માહિતી મુજબ સનાળા રોડે ઉમિયા સર્કલ પાસે પૈસા બાબતે બોલાચાલી થતા શાંતિલાલ નથુભાઈ કડીવારના દીકરા અને તેના દીકરાની વહુએ તેને માર માર્યો હોવાનું હાલમાં પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે






Latest News