મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ ગાંધીનગર ખાતે વીજપોલ-કોરિડોરના વળતર સહિત 24 મુદાઓને લઈને ખેડૂતોની બે કેબિનેટ મંત્રી સાથે બેઠક યોજાઇ: મોરબી જીલ્લામાં સત્યાગ્રહ છાવણીનો સુખદ અંત આવે તેવા સંકેત મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે વાંકાનેરની જામસર સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું મોરબી જલારામ મંદિરે સદાવ્રતમાં લંડન ખાતે રહેતા ગાંધી પરિવારે મહાપ્રસાદ યોજીને માતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી કરાઇ મોરબીમાં નવરાત્રિ નિમિતે મહિલા કોર્પોરેટર દ્વારા આંગણવાડીના બાળકોને લ્હાણીનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીમાં શોભાયાત્રાના રથમાં બેસવાની માથાકૂટમાં ત્રણ યુવાનોને માર મારનારા ૧૩ પૈકીનાં ૧૧ આરોપીની ધરપકડ


SHARE









મોરબીમાં શોભાયાત્રાના રથમાં બેસવાની માથાકૂટમાં ત્રણ યુવાનોને માર મારનારા ૧૩ પૈકીનાં ૧૧ આરોપીની ધરપકડ

મોરબીના મહેન્દ્રનગર ગામના બસ સ્ટેશન પાસે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં યુવાન તથા તેના બે મિત્રોને ૧૩ જેટલા શખ્સોએ ગાળો આપીને ઢીકાપાટુનો માર માર્યો હતો અને છરી બતાવીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી જે બનાવ સંદર્ભે બી ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઈ હતી જેના આધારે પોલીસે ૧૧ આરોપીઓની ધરપકડ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મહેન્દ્રનગર ગામના બસ સ્ટેશન પાસે આવેલ બાલાજી પાંઉભાજી નજીક મારામારીનો બનાવ બન્યો હતો જેમાં રાજેશ મનસુખભાઈ શેરસીયા જાતે પટેલ (૩૦) રહે. હનુમંત એપાર્ટમેન્ટ મહેન્દ્રનગર મોરબી-૨ વાળા ઉપર તેમજ તેમની સાથેના સાહેદ પ્રિન્સભાઈ અને પ્રતિકભાઈ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો જેથી રાજેશ મનસુખભાઇ શેરસિયા જાતે પટેલ દ્વારા બી ડિવિઝન પોલીસ ખાતે ફરિયાદ કરવામાં આવી હતી જેમાં તેને રાજેશ ગોધવીયા સહિત કુલ મળીને ૧૩ શખ્સોની સામે ફરિયાદ નોંધાવી હતી અને જણાવ્યુ હતુ કે, મહેન્દ્રનગર ગામે રામનવમીની શોભાયાત્રાના રથમાં બેસવા બાબતે બોલાચાલી થયેલ હતી અને ત્યાર બાદ ફરિયાદ સાથે સમાધાન કરવા માટે બોલાવીને તેને માર મારવામાં આવ્યો હતો તેમજ તેની સાથે પ્રિન્સભાઈ અને પ્રતિકભાઇને પણ માર માર્યો હતો અને છરી બતાવીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી જેથી યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આઇપીસી કલમ ૩૨૩, ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ અને ૧૩૫ મુજબ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી આ ગુનામાં પીઆઇ પી.એ. દેકાવડિયા અને તેની ટીમે આરોપી રાજેશ ઉર્ફે રજૂ કોશોરભાઈ ગોધવીયા (૩૩) રહે. રોયલ પાર્ક ગોકુળ મથુરા એપાર્ટમેંટ મહેન્દ્રનગર, જયેશ અમરાશિભાઈ દલસાણીયા (૩૭) રહે. રાજપર, સોકતઅલી ઉર્ફે ટકો તાજમામદ જેડા (૩૫) રહે. માળીયા, તાજમામદ ઉર્ફે તાજું આમદભાઈ મોવર (૩૫) રહે. વીસીપરા મોરબી, શહેજાદ ઉર્ફે સેજલો અનવર બુખારી (૩૦) રહે. રણછોડનગર, તૌફીક ઉર્ફે તોફલો ગુલામહુસેન સુમરા (૩૫) રહે. કુલીનગર મોરબી, જુસાભાઈ અલારખા મોકરસી જાતે સંધિ (૪૪) રહે. ખાખરેચી, રાજુ ખીમજીભાઇ પરમાર (૨૪) રહે. વીસીપરા મોરબી, અબ્દુલભાઈ અવેશભાઈ સંધવાણી જાતે મિયાણા (૨૩) રહે. વીસીપરા મોરબી, મનીષભાઈ નટવરભાઇ કાલરિયા જાતે પટેલ (૩૯) રહે. ગિરિરાજ સોસાયટી મોરબી અને અનવર ભૂરાભાઈ ભટ્ટી જાતે સંધિ (૩૫) રહે. ઇન્દિરાનગર મોરબીની ધરપકડ કરેલ છે અને બાકીના આરોપીઓને પકડવા માટે તજવીજ ચાલી રહી છે




Latest News