મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીમાં કાલે ભોજાણી પરિવારના કુળદેવીના મંદિરે નવચંડી યજ્ઞ યોજાશે


SHARE









મોરબીમાં કાલે ભોજાણી પરિવારના કુળદેવીના મંદિરે નવચંડી યજ્ઞ યોજાશે

મોરબી શહેરના નહેરૂ ગેટ ચોક પાસે ભોજાણી પરિવારના કુળદેવી ભવાની માતાજીનું મંદિર આવેલ છે ત્યાં દર વર્ષે નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવતું હોય છે તેવી જ રીતે આગામી તા ૫ ના રોજ ભોજાણી પરિવારના કુળદેવીનો નવચંડી યજ્ઞ રાખવામાં આવ્યો છે જેમાં સમગ્ર સૌરાષ્ટ્રમાં વસતા ભોજાણી પરિવારના લોકો સહકુટુંબ હાજર રહેશે તેવું આયોજકોએ જણાવ્યું છે

મોરબીમાં ભોજાણી પરિવારના કુળદેવી માતાજીના નવચંડી યજ્ઞનું દર વર્ષે આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે આગામી તા ૫/૪ ને બુધવારના રોજ કુળદેવી ભવાની માતાજીનું મંદિર મોરબી નહેરુ ગેઇટ ચોક પાસે આવેલ છે ત્યાં નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સવારે ૮:૩૦ વાગ્યા હવન, બપોરે ૧૨:૩૦ વાગ્યે બીડું હોમશે અને ત્યારબાદ મહાપ્રસાદ યોજાશે જેનો સમગ્ર ભોજાણી પરિવારના લોકોએ સહકુટુંબ હાજર રહીને લાભ લેવા માટે થઈને આયોજકોએ જણાવ્યું છે અને આ નવચંડી યજ્ઞ અંગેની વધુ માહિતી માટે મોબાઈલ નંબર ૯૦૩૩૩ ૦૫૧૧૨ ઉપર સંપર્ક કરવા માટે આયોજકોએ જણાવ્યું છે




Latest News