મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા મોરબીમાં ગુરુવારથી દુર્ગાપુજા મહોત્સવનો પ્રારંભ મોરબીના રાજકોટ હાઇવે ઉપર બે બાઈક સામસામે અથડાતા ઇજાગ્રસ્ત વૃધ્ધ સારવારમાં મોરબી આઈટીઆઈ પાસે ડબલસવારી બાઈકને ટ્રકે ઉડાવતા બે યુવકને ઈજા મોરબી જીલ્લાના સરકારી શિક્ષકોના પગાર માટે એક્સિસ બેંક સાથે સેલેરી એકાઉન્ટ માટે એમઓયુ કરાયા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી નો એક માનવીય સેવાકીય પ્રોજેક્ટ મોરબી જીલ્લામાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા મોબાઇલ વાનને મળ્યો સારો પ્રતિસાદ
Breaking news
Morbi Today

મોરબીના રવાપર ગામે હનુમાન જયંતીએ શોભાયાત્રા: ઉમિયા આશ્રમ ખાતે ભંડારો યોજાશે


SHARE









મોરબીના રવાપર ગામે હનુમાન જયંતીએ શોભાયાત્રા: ઉમિયા આશ્રમ ખાતે ભંડારો યોજાશે

મોરબીના રવાપર ગામે સમસ્ત રવાપર ગામ દ્વારા હનુમાન જયંતિનું ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે અને ૬ એપ્રિલના રોજ સંકટમોચન હનુમાનના જન્મોત્સવને ધામધુમથી ઉજવવામાં આવશે

હનુમાન જયંતિની ગામો ગામ ઉજવણી કરવામાં આવે છે તેવી જ રીતે મોરબીના રવાપર ગામે સમસ્ત રવાપર ગામ દ્વારા તા ૬ એપ્રિલના રોજ રાત્રે ૯:૩૦ વાગ્યે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે ધર્મપ્રેમી જનતાએ શોભાયાત્રામાં જોડાવવા માટે રવાપર ગામ સમસ્ત દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે તેવી જ રીતે શનાળા રોડ ઉપર સમય ગેટ પાસે આવેલ શ્રી સત્ય નારાયણ ગૌશાળા ઉમિયા આશ્રમ ખાતે પણ હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવશે અને સાંજે ૭ કલાકે ઉમિયા આશ્રમ ખાતે ભંડારો યોજાશે

 

હનુમાન મંદિરનો પાટોત્સવ-મારૂતિયજ્ઞ

મોરબીના નવી પીપળી ગામે ધર્મગંગા સોસાયટી, શાંતિનગર સોસાયટી, સિલ્વર સોસાયટી અને ઓમ પાર્ક સોસાયટી દ્વારા રોકડિયા હનુમાનજી મંદિર ખાતે હનુમાનજી મહારાજનો પાટોત્સવ અને મારૂતિયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે અને આગામી તા. ૧૨ એપ્રિલના રોજ આ ધાર્મિક કાર્યક્રમ યોજાશે અને આ તકે સંતો મહંતો સહિતના હાજર રહેશે તેમજ મોરબી માળીયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, ભાજપના અગ્રણી જીજ્ઞેશભાઈ કૈલા સહિતના આગેવાનો હાજર રહેશે ત્યારે સવારે ૭ વાગ્યે મારૂતિ યજ્ઞ, સાંજે ૬ વાગ્યે મહાપ્રસાદ યોજાશે અને રાત્રે ૯ વાગ્યે સંતવાણી કાર્યક્રમ યોજાશે જેમાં ગોપાલ સાધુ, પૂજા ચૌહાણ, રાજભા ગઢવી સહિતના જમાવટ કરશે




Latest News