મોરબીમાં સમાધાન માટે આવલે કૌટુંબિક જમાઈ સહિત 4 લોકોને ધોકા વાળી કરીને બે યુવાનના માથા ફાડી નાખ્યા હળવદના દેવળીયા ગામ નજીક બોલેરોના ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનની નજર સામે તેની પત્નીનું મોત: બે ઇજાગ્રસ્ત સારવારમાં માળીયા (મી)ના જાજાસર ગામે ખેતરના સેઢા પાસે ગળાફાંસો ખાઈને યુવતીએ કર્યો આપઘાત ઓનલાઈન ગેમમાં રૂપિયા હારી જવાથી દેણું થઈ જતાં હળવદના ધણાદ ગામે યુવાને ન કરવાનું કરી નાખ્યું મોરબી નજીક કારખાનામાં વેલ્ડિંગ કામ કરતાં સમયે 20 ફૂટ ઉપરથી નીચે પડતાં ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે વિદ્યાર્થીનીઓ માટે પ્રિ-નવરાત્રી યોજાઇ ટંકારાના તળાવમાં મગર દેખાયો: લોકોમાં ભયનો માહોલ ટ્રાફિક સમસ્યાનો આવશે અંત: હળવદની વેગડવાવ ફાટકે બનશે 76.19 કરોડના ખર્ચે ઓવરબ્રીજ
Breaking news
Morbi Today

મોરબીમાં ૫.૫ કરોડના ખર્ચે નવું બનેલ બસ પોર્ટ બે મહિનાથી લોકર્પણની રાહમાં !


SHARE









મોરબીમાં ૫.૫ કરોડના ખર્ચે નવું બનેલ બસ પોર્ટ બે મહિનાથી લોકર્પણની રાહમાં !

મોરબી શનાળા રોડ ઉપર આવેલ બસ સ્ટેશનને ૫.૫ કરોડ રૂપિયાના ખર્ચે નવું બનાવવા માટેનું કામ લગભગ બે મહિના જેટલા સમયથી પૂરું થઈ ગયું છે જો કે, આજની તારીખે પણ આ નવ બસ સ્ટેશનને લોકોના ઉપયોગ માટે ખુલ્લુ મૂકવામાં આવેલ નથી જેથી કરીને વિદ્યાર્થીઓ તેમજ નિયમિત રીતે અપડાઉન કરનારા મુસાફરોને તડકામાં અને ધૂળની ડમરીઓ ઊડતી હોય ત્યાં બસની રાહ જોઈને ઊભા રહેવું પડે છે ત્યારે મુસાફરો અને આગેવાનો આ બસ સ્ટેશનને વહેલી તકે શરૂ કરવાની માંગ કરી રહ્યા છે

વર્ષ ૨૦૨૧ ના જૂન મહિનાની ૪ તારીખે ગાંધીનગર ખાતેથી પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની ઉપસ્થિતિમાં રાજ્યના વિવિધ બસ સ્ટેશન તેમજ વર્ક સ્ટેશનનું ઇ-ખાતમૂહુર્ત તેમજ ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું ત્યારે મોરબી જીલ્લામાં આવેલ મોરબીના નવા બસ સ્ટેશન અને વાકાંનેરના બસ સ્ટેશનના કામનું ખાતમૂહુર્ત તેઓના હસ્તે કરવામાં આવ્યું હતુ અને મોરબીમાં મુસાફરોની સુવિધામાં વધારો કરવા માટે  બસ સ્ટેશનની જગ્યાએ ૫.૫ કરોડ રૂપિયાના ખર્ચે બસ પોર્ટ બનાવાનું કામ કોન્ટ્રાકટરને આપવામાં આવ્યું હતું જે કામ કોન્ટ્રાકટર દ્વારા લગભગ બે મહિના પહેલા પૂરું કરી નાખવામાં આવ્યું છે અને કોન્ટ્રાકટર તેનો સમાન લઈને મોરબીના નવા બનેલા બસ પોર્ટ ખાતેથી ચાલ્યો ગયો છે

તો પણ મોરબીમાં નવા બનેલા બસ પોર્ટને મુસાફર માટે હજુ સુધી ખુલ્લુ મૂકવામાં આવેલ નથી જેથી કરીને હંગામી ધોરણે બે વર્ષ પહેલા જે નવ વાસ સ્ટેશન માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી ત્યાં વિદ્યાર્થી સહિતના મુસાફરોને તડકામાં અને ધૂળની ડમરીઓ વચ્ચે બસની રાહ જોઈને ઊભા રહેવું પડે છે જેથી કરીને વિદ્યાર્થી સહિતના મુસાફરો અને આગેવાનો દ્વારા મોરબીમાં નવા બનેલા બસ પોર્ટને કોઈ નેતાની રાહ જોઈને બંધ રાખવાના બદલે વહેલી તકે ખુલ્લુ મૂકવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે




Latest News