મોરબીમાં સમાધાન માટે આવલે કૌટુંબિક જમાઈ સહિત 4 લોકોને ધોકા વાળી કરીને બે યુવાનના માથા ફાડી નાખ્યા હળવદના દેવળીયા ગામ નજીક બોલેરોના ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનની નજર સામે તેની પત્નીનું મોત: બે ઇજાગ્રસ્ત સારવારમાં માળીયા (મી)ના જાજાસર ગામે ખેતરના સેઢા પાસે ગળાફાંસો ખાઈને યુવતીએ કર્યો આપઘાત ઓનલાઈન ગેમમાં રૂપિયા હારી જવાથી દેણું થઈ જતાં હળવદના ધણાદ ગામે યુવાને ન કરવાનું કરી નાખ્યું મોરબી નજીક કારખાનામાં વેલ્ડિંગ કામ કરતાં સમયે 20 ફૂટ ઉપરથી નીચે પડતાં ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે વિદ્યાર્થીનીઓ માટે પ્રિ-નવરાત્રી યોજાઇ ટંકારાના તળાવમાં મગર દેખાયો: લોકોમાં ભયનો માહોલ ટ્રાફિક સમસ્યાનો આવશે અંત: હળવદની વેગડવાવ ફાટકે બનશે 76.19 કરોડના ખર્ચે ઓવરબ્રીજ
Breaking news
Morbi Today

મોરબી સબ જેલમાં રાખવામા આવેલ ત્રિપલ હત્યા કેસના કાચા કામના કેદીનું સારવારમાં મોત


SHARE









મોરબી સબ જેલમાં રાખવામા આવેલ ત્રિપલ હત્યા કેસના કાચા કામના કેદીનું સારવારમાં મોત

મોરબીના લીલાપર રોડે બોરીયા પાટી વાડી વિસ્તારમાં મારા મારી આગું થયેલ હતી જેમાં ત્રણ વ્યક્તિની હત્યા કરવામાં આવી હતી અને આ ગુનામાં પોલીસે જે તે સમયે તમામ આરોપીની ધરપકડ કરી હતી તે પૈકીનાં એક આરોપીને મોરબી સિવિલે સારવાર માટે લઈને આવ્યા હતા અને ત્યાથી રાજકોટ રિફાર કરવામાં આવે તે પહેલા જ હત્યાના કેસના કાચા કામના આ કેદીનું સારવારમાં મોત નીપજયું હતું જેની એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીની સબ જેલમાં રાખવામાં આવેલ ત્રિપાલ હત્યાના ગુનાના હત્યાના કેસના કાચા કામના કેદી શિવાભાઈ રામજીભાઈ સતાવારને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાંથી તેને રાજકોટ સારવાર માટે રિફાર કરવા માટેની તૈયારી ચાલુ હતી તેવામાં તેનું મોત નીપજયું હતું જેથી કરીને આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી અને વધુમાં મળતી માહિતી મુજબ વર્ષ ૨૦૧૮ ના જૂન માહિનામાં મોરબીના લીલાપર રોડ પર આવેલ બોરીયા પાટી વાડી વિસ્તારના કાચા રોડ પર મોડી રાત્રીના પોણા એક વાગ્યાની આસપાસ દિલાવરભાઈ પઠાણ, મોમીનખાન દિલાવરખાન અને દિલાવરખાનના ભત્રીજા અફઝલખાન પઠાણની શિવાભાઈ રામજીભાઈ સતાવાર અને તેના પુત્રો સહિતના ૧૨ જેટલા લોકોએ હત્યા કરવામાં આવી હતી

જેની મોરબીના સિપાઈવાસ મકરાણીવાસમાં રહેતા વસીમભાઈ મહેબૂબભાઈ પઠાણએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી જેમાં જણાવ્યુ હતું કે, તેના કાકા વજેપર ગામની સીમમાં વડીલો પાર્જિત સર્વે નંબર ૧૦૮૬ વાળી ૩૨ વિઘા જમીન આવેલ છે અને ત્યાંજ રહે છે  જો કે, જમીન પડાવી લેવા માટે સતવારા શિવાભાઈ રામજીભાઈ તથા તેમના કુટુંબી દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો અને જેમાં ફરિયાદીના કાકા સહિત ત્રણ વ્યક્તિના મોત થયા હતા જે ગુનામાં જે તે સમયે શિવાભાઈ રામજીભાઈ ડાભી સહિત ૧૨ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી તે પૈકીનાં શિવા રામજીભાઈ ડાભીનું હાલમાં બીમારી સબબ મોત નીપજયું છે




Latest News