મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે વિદ્યાર્થીનીઓ માટે પ્રિ-નવરાત્રી યોજાઇ ટંકારાના તળાવમાં મગર દેખાયો: લોકોમાં ભયનો માહોલ ટ્રાફિક સમસ્યાનો આવશે અંત: હળવદની વેગડવાવ ફાટકે બનશે 76.19 કરોડના ખર્ચે ઓવરબ્રીજ મોરબીના સરદારબાગ પાસે બોલેરોની પાછળ બાઇક ઘૂસી જતાં યુવાનનું કમકમાટીભર્યું મોત સૌરાષ્ટ્ર યુનિ. યુથ ફેસ્ટીવલની વકતૃત્વ સ્પર્ધામાં મોરબીનો વિસ્મય ત્રિવેદી પ્રથમ ક્રમે વિજેતા મોરબીના કોર્પોરેટર નવનિતભાઈ કુંડારિયાની સૌરાષ્ટ્ર ઓઈલ મિલ એસો.ના પ્રમુખ પદે વરણી મોરબીના મહેન્દ્રનગર ગામે મન્ચુરીયનની લારીએ મારામારી : ત્રણ લોકો સારવારમાં મોરબીના જાંબુડીયા ગામે લોડર ચાલકે હડફેટે લેતા ત્રણ વર્ષના બાળકનું મોત
Breaking news
Morbi Today

ભાજપના ભ્રષ્ટાચાર અને બિન આવડત ભર્યા વહીવટથી મોરબીની પ્રજાને છુટકારો: મહેશભાઈ રાજ્યગુરુ


SHARE









ભાજપના ભ્રષ્ટાચાર અને બિન આવડત ભર્યા વહીવટથી મોરબીની પ્રજાને છુટકારો: મહેશભાઈ રાજ્યગુરુ

મોરબી શહેરની પ્રજાએ વિશ્વાસ મૂકીને નગરપાલિકામાં ભાજપને બાવાને બાવન સભ્યો આપીને સત્તા આપી હતી પરંતુ ખાટલે મોટી ખોટ હોય તેમ બિન અનુભવી, બિન આવડત વાળા  લોકોના હાથમાં નગરપાલિકાનુ સુકાન આપવામાં આવ્યું હતું જેથી કરીને મોરબી શહેરની પરિસ્થિતિ નર્કાગાર સમાન બની ગઈ હતી તેવામાં સરકારે આ પાલિકાનું વિસર્જન કરતાં મોરબીની પ્રજાને પાલિકાના ગેરવહીવટમાંથી મુક્તિ મળી છે તેવું મોરબી જિલ્લા કોંગ્રેસનાં મહામંત્રી કહ્યું છે

એક વખતનું સૌરાષ્ટ્રનું પેરિસ કહેવાતું મોરબી ભાજપના શાસનમાં નર્કાગાર સમાન બની ગયું છે અને મોરબીની આન, બાન અને શાન સમાન રાજાશાહી વખતનો ઝુલતો પુલ પણ ભાજપની પાલિકામાં સત્તા હતી ત્યારે તૂટી પડ્યો હતો અને ૧૩૫ લોકોના મોત નિપજ્યાં હતા જેથી કરીને હાઇકોર્ટે સુઑમોટો દાખલ કરી છે અને ગુજરાત સરકારને મોરબી નગરપાલિકા કામ કરવામાં નિષ્ફળ ગયેલ છે જેની બેદરકારીથી મોરબી ઝુલતાપુલની ગોજારી ઘટના બની હોય નિર્દોષ લોકોના મૃત્યુ થયા તેની તમામ જવાબદારી નગરપાલિકા અને ઓરેવા કંપનીની  કોર્ટ માની અને કોન્ટ્રાક્ટ મોરબી પાલિકાના બિન જવાબદાર વહીવટ અને બેદરકારી ગણી  સરકારને નોટિસ પાઠવી  કે પાલિકા સામે સરકાર શું પગલાં લેવા માંગે છે ?, સુપર સિડ શ માટે ન કરવી ? તેવી નોટિસ સરકારને આપી હતી જેના અનુસંધાને પાલિકામાં બોર્ડનો ઠરાવ કરીને જવાબ માંગવામાં આવ્યો હતો જે જવાબો સરકારમાં રજુ કરવામાં આવ્યા હતા તે સંતોષકારક ન  લાગતા ભાજપના ચૂંટાયેલ સદસ્યો નગરપાલિકા ચલાવવામાં નિષ્ફળ ગયા છે તેને કારણે  મોરબીની નગરપાલિકાનુ વિસર્જન કરીમાં આવ્યું છે

મોરબી શહેરની એ ગ્રેડની પાલિકાને સરકારે સુપરસીડ કરતા મોરબી શહેરની પ્રજામાં તેનો અતિ આનંદ પ્રજાના મુખ ઉપર દેખાય છે કારણ કે પૂરી બહુમતી સાથે ભાજપને બાવાને બાવન સભ્યો આપ્યા હતા છતાં પ્રજાના કામ તો ઠીક ચેરમેનો અને સભ્યોના પણ કામ થતાં ન  હતા અને પ્રજાને પ્રાથમિક સુવિધા અને સુખાકારી આપવામાં પાલિકાના સત્તાધીશો નિષ્ફળ નિવડેલ છે અને ભ્રષ્ટાચારે માઝા મુકેલ હતી આટલું જ નહીં પ્રજાના ટેક્સના પૈસાનો મન ફાવે તેમ ગેરઉપયોગ થતો હતો જેથી પાલિકાનું વિસર્જન થતાં મોરબીના લોકોને ગેર વહીવટમાંથી મુક્તિ મળી છે અને પાલિકાના વહીવટદાર શાસનમાં મોરબીની પ્રજાને પ્રાથમિક સુવિધા સારી રીતે મળસે  તેવું મોરબી જિલ્લા કોંગ્રેસના મહામંત્રી મહેશભાઈ રાજગુરુએ જણાવ્યુ છે




Latest News