મોરબીના યુવાનની હત્યા મામલે તપાસ હોથલ ફાયનાન્સ સુધી પહોચી: આરોપી પાસે ઘટનાનું રી-કન્સ્ટ્રકશન કરાવ્યુ મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલના વાર્ષિકોત્સવમાં સંસ્કૃતિ, સંસ્કાર અને સન્માનનો અનોખો મેળાપ મોરબીમાં સાઈબર ક્રાઈમના ગુનામાં પડકાયેલ આરોપીના જામીન મંજૂર વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીમાં ધારાસભ્યો સહિતનાઓની હાજરીમાં ડો. બાબાસાહેબ આંબેડકરની ૧૩૨ મી જન્મજયંતી ઉજવાઈ


SHARE













મોરબીમાં ધારાસભ્યો સહિતનાઓની હાજરીમાં ડો. બાબાસાહેબ આંબેડકરની ૧૩૨ મી જન્મજયંતી ઉજવાઈ

સમગ્ર ભારત દેશમાં બંધારણના ઘડવૈયા અને ભારતરત્ન ડો.બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ દર વર્ષે ઉજવણી કરવામાં આવે છે ત્યારે મોરબીમાં પણ સમાજના આગેવાનો દ્વારા મોરબીમાં ડો.બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિતે ભવ્ય શોભાયાત્રા સહિતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે તેવું જ રીતે આ વર્ષ પણ ડો.બાબાસાહેબ આંબેડકરની ૧૩૨ મી જન્મજયંતિ નિમિતે મોરબીના વીસીપાર વિસ્તારમાંથી ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી જે મોરબીના રેલ્વે સ્ટેશન રોડ, પરબજાર, નહેરૂ ગેઇટ ચોક થઈને ગાંધી ચોકમાં પાલિકાના પટાંગણમાં મૂકવામાં અવલે ડો.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે પૂરી કરવામાં આવી હતી ત્યારે આ શોભાયાત્રામાં મોરબી માળીયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, જીલ્લા ભાજપ પ્રમુખ અને ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા, મોરબી શહેર ભાજપના પ્રમુખ લાખાભાઇ જારીયા, મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી જયુભા જાડેજા, અરવિંદભાઇ વાસદડિયા, રિશિપભાઇ કૈલા, પરેશભાઈ કચોરીયા, જયરાજસિંહ જાડેજા, નરેન્દ્રભાઈ પોપટ તેમજ મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ જયંતીભાઈ પટેલ, જિલ્લાના મહામંત્રી મહેશભાઇ રાજ્યગુરૂ, રામજીભાઇ રબારી, કે.ડી. પડસુંબિયા, દીપકભાઈ પરપાર, બાબુભાઇ વેરાણા સહિતના આગેવાનો તેમજ અધિકારી હાજર રહ્યા હતા અને ડો.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાજલી અપર્ણ કરી હતી આ શોભાયાત્રાને સફળ બનાવવા માટે પ્રજ્ઞેશભાઈ વાઘેલા, મનુભાઈ સરેસા, ગૌતમભાઈ સોલંકી અશોકભાઇ ચાવડા, રાવજીભાઇ સોલંકી, ભાનુબેન નગવાડિયા, સુરેશભાઇ સીરોહિયા, પરેશભાઈ પારિયા, જસવંતીબેન સીરોહિયા સહિતના આગેવાનો દ્વારા જેહમત ઉઠાવવામાં આવી હતી






Latest News