મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીની દશ શાળાઓમાં દોઢ લાખના ખર્ચે ૧૬૦ ચણીયા ચોલી અર્પણ કરતું અંકલેશ્વરનું યુનિવર્સલ વેલ્ફર ટ્રસ્ટ


SHARE









મોરબીની દશ શાળાઓમાં દોઢ લાખના ખર્ચે ૧૬૦ ચણીયા ચોલી અર્પણ કરતું અંકલેશ્વરનું યુનિવર્સલ વેલ્ફર ટ્રસ્ટ

આજના સમયમાં ઘણા બધા લોકો ફૂલ નહિ તો ફૂલની પાંખડી દાન અર્પણ કરી અનેકવિધ લોકોપયોગી પ્રવૃત્તિઓ દ્વારા લોકોને, સમાજને મદદરૂપ થતા હોય છે અને જીવનમાં પુણ્યનું ભાથું ભેગું કરતા હોય છે એ અન્વયે પૂર્ણિમાબેન કાપડિયા કે જેઓ હાલ અંકલેશ્વર મુકામે રહે છે અને રસિલાબેન અમૃતલાલ વડસોલા કે જેઓ વાપી રહે છે. બંને બહેનો યુનિવર્સલ વેલ્ફેર ટ્રષ્ટ ચલાવે છે તેઓએ મોરબીની શાળાઓમાં ચાલતી વિવિધ પ્રવૃતિઓ, જુદાં જુદાં કાર્યક્રમોમાં બાળાઓ જે સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ચણીયા ચોલી પહેરીને સુંદર અભિનય ગીતો રજૂ કરે છે એ વોટ્સએપ અને ફેસબુકના માધ્યમથી નિહાળીને એનાથી ખુબજ પ્રભાવિત થઇને બંને બહેનોએ દિનેશભાઈ વડસોલા અધ્યક્ષ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘનો સંપર્ક કર્યો હતો અને હાલમાં બાળાઓને તેઓએ ૧૬૦ ચણિયા ચોલી ભેટ આપેલ છે

મોરબીની માધાપરવાડી કન્યા શાળા, રાજપર તાલુકા શાળા, ભરતનગર પ્રા. શાળા, લખધીરનગર પ્રા.શાળા, કપોરીવાડી પ્રા.શાળા, કડીયાણા તાલુકા શાળા, મેરૂપર તાલુકા શાળા, બિલિયા પ્રા.શાળા, મેઘાણીવાડી પ્રા.શાળા, રંગપર તાલુકા શાળા એમ કુલ દશ શાળાઓમાં સોળ સોળ નંગ આશરે એક હજાર રૂપિયાની કિંમતની કુલ ૧.૬૦ લાખનો ખર્ચ કરીને ચણીયા ચોલી અર્પણ કરેલ છે હાલ પાંચ શાળામાં પહોંચાડેલ છે અને બાકીની શાળાઓમાં ટૂંક સમયમાં પહોંચાડવામાં આવશે અને આજુબાજુની શાળાઓમાં જરૂરિયાત હોય તો આ ચણીયા ચોલીનો ઉપયોગ કરવા માટે પણ આપવાની વ્યવસ્થા કરવા જણાવાયું છે, છેક અંકલેશ્વર રહેતા હોવા છતાં મોરબીની બાળાઓ માટે દાન અર્પણ કરવા બદલ તમામ શાળાના આચાર્ય દ્વારા આભાર પત્ર આપીને દાતાઓનો ઋણ સ્વીકાર કરેલ છે આ બહેનો દ્વારા બિલકુલ ગરીબ બાળકો માટે ભોજન વ્યવસ્થા, અભ્યાસની ફી ની વ્યવસ્થા, ગરીબ પરિવાર કે ગરીબ સિંગલ પેરેન્ટ વાળી દીકરીઓ માટે કન્યાદાન કીટ અર્પણ કરવામાં આવે છે જેમાં પાંચ સાડી,પાંચ ડ્રેસ મટિરિયલ્સ, એક ચણીયા ચોલી, ચાંદીના સાંકળા, બેગ એમ આશરે પંદર હજાર રૂપિયાની કિંમતની કિટ હોય છે અનાથ આશ્રમમાં રહેતી દીકરીઓને કન્યાદાન, આંખના ઓપરેશન માટે આર્થિક મદદ, મેન્ટલી ચેલેન્જ બાળકો માટે ભાવતા ભોજન આપવા વગેરે પ્રવૃત્તિઓ ઉપલબ્ધ નાણાંકીય ભંડોળ મુજબ યુનિવર્સલ વેલ્ફેર ટ્રષ્ટ દ્વારા કરવામાં આવે છે




Latest News