રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી જિલ્લામાં બાકી રહી ગયેલા અને મતદારો માટે હાથ ધરાશે સતત મતદારયાદી સુધારણા ખાસ ઝુંબેશ મોરબીમાં મુસ્કાન નવરાત્રી મહોત્સવ ઉત્સાહ અને ઉમંગ સાથે યોજાયો મોરબીમાં શ્રી ઉમિયા નવરાત્રિનું 16મું વર્ષ: ગરબાની રમઝટ સાથે સમાજસેવાની સરવાણી પોક્સો-એનડીપીએસ વિગેરે જેવા ગંભીર ગુનામાં આરોપીઓને વધુમાં વધુ સજા થાય તે માટે મોરબીમાં ડી.ઓ.પી. અંબાલાલ પટેલની હાજરીમાં લીગલ સેમીનાર યોજાયો મોરબીના પીપળી નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ સાઇડમાં ઉભેલા આધેડનું મોત મોરબીમાં ઘરમાંથી 96 બોટલ દારૂ-72 બીયરના ટીન ઝડપાયા: આરોપીની શોધખોળ મોરબીમાં આવેલ બ્લૂઝોન ફેક્ટરીની ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન આંબાલાલ પટેલે લીધી મુલાકાત
Breaking news
Morbi Today

મોરબીમાં પિતાનાં નિધન દીકરીના લગ્નમાં સરકારે માંમેરું પુર્યુ


SHARE









મોરબીમાં પિતાનાં નિધન દીકરીના લગ્નમાં સરકારે માંમેરું પુર્યુ

ગુજરાત સરકારની અનેક કલ્યાણકારી યોજનાઓ થકી ગુજરાત રાજ્યમાં મહિલા સશક્તિકરણ અને નારી ગૌરવનો સોનેરી સુરજ ઉગ્યો છે. આશાના કિરણ સમાન કુંવરબાઈનું મામેરું યોજના વિશે મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતા લાભાર્થી કાજલબેન સનુરા જણાવે છે કે મારા પિતા મનસુખભાઈનું વર્ષ ૨૦૦૩માં અવસાન થયેલ ત્યારે અમારા ત્રણેય ભાઈ-બહેનોને ઉછેરવાની જવાબદારી મારી માતા પ્રભાબેનને શીરૈ આવેલી હતી

ખૂબ જ વિકટ પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો હતો. મારી માતા તે સમયે નળિયાના તેમજ લાદીના કારખાનામાં રસોઈ કરી તેમાંથી ઘરનું ગુજરાન ચલાવતા અને મારા લગ્ન વિશે હંમેશા ચિંતા રહેતા આવા સમયે સરકારે મોસાળ પક્ષની ભૂમિકા અદા કરી કુંવરબાઈનું મામેરુ યોજના થકી અમારા પ્રસંગને ઉજળો બનાવ્યો છે. સમાજની દરેક દીકરીઓ આવી કલ્યાણકારી યોજનાનો લાભ લે તેવો હું અનુરોધ કરું છું આ તકે હું સરકારશ્રી પ્રત્યે આભાર વ્યક્ત કરું છું

કાજલબેનના માતૃશ્રી પ્રભાબેન જણાવે છે કે દીકરીના પિતાના નિધન બાદ બાળકોના ભવિષ્ય અંગે સતત ચિંતા રહેતી પણ ગુજરાત સરકારના સકારાત્મક અભિગમથી દીકરીનું  સપનું સરકારે પૂર્ણ કર્યું છે મારી દીકરી કાજલના લગ્ન પ્રસંગે સરકારે  મામેરું પુર્યું છે તેનો અમને સંતોષ છે. આ તકે હું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આભાર માનું છું




Latest News