મોરબીના ઊંચી માંડલ નજીક કારખાનામાં લાદી ઉપાડતા સમયે ચક્કર આવતા પડી જવાથી યુવાનનું મોત મોરબી નજીક આવેલ સીરામીક કારખાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત ટંકારામાં દેવકુંવર શૈક્ષણિક સંકુલ ખાતે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના જન્મદિવસ નિમિતે રક્તદાન કેમ્પનું આયોજન મોરબીના સરદારનગર રોડ ઉપર મહાપાલિકાએ મેટલ પાથરી અને ઉદ્યોગપતિએ સ્વખર્ચે રોડ રોલર ફેરવ્યું મોરબીના કલેક્ટરે નવલખી પોર્ટ-ક્રિક વિસ્તારની લીધી મુલાકાત: દરિયાઈ સુરક્ષાની કરી સમીક્ષા મોરબી મહાપાલિકાની પ્રથમ સભામાં કોર્પોરેટરોના પગાર-ભથ્થા અને પદાધિકારીઓનો ઓફિસ ખર્ચ મંજૂર, નંદીઘરમાં અવ્યવસ્થા દૂર ન થાય તો ચોમાસામાં નંદી રિબાઈ રિબાઈને મરે તેવો ઘાટ રાજકોટના વકીલને ચેક રિટર્ન કેસમાં 2 વર્ષની સજા ફટકારતી મોરબી કોર્ટ મોરબી દારૂના ગુન્હામાં છેલ્લા ત્રણેક માસથી ફરાર રીઢા ગુનેગારને પેરોલ ફર્લો સ્કોડે દબોચ્યો
Breaking news
Morbi Today

ટંકારામાં પાનની દુકાન પાસે ગાળો બોલવાની ના પાડવા સોડા બોટલ વડે મારામારી: બે ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં


SHARE







ટંકારામાં પાનની દુકાન પાસે ગાળો બોલવાની ના પાડવા સોડા બોટલ વડે મારામારી: બે ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં

ટંકારામાં આવેલ કન્યા છાત્રાલય પાસે પાનની દુકાન પાસે ગાળો બોલવાની ના પાડવા બાબતે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં સોડા બોટલ વડે મારામારી થઈ હતી અને તેમાં બે યુવાનને ઈજા થઈ હોવાથી તેને સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલ છે અને હોસ્પિટલ મારફતે આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરવા માટેની કવાયત કરવામાં આવી છે

બનાવની જાણવા મળતી વિગત મુજબ ટંકારામાં આવેલ કન્યા છાત્રાલય પાસે રાત્રિના ૧૦ વાગ્યાના અરસામાં જય પાન પાસે મારામારીનો બનાવ બનેલ હતો જેમાં સોડા બોટલ મારવામાં આવતા સુનિલ નાગજીભાઈ સિંધવ (૨૩) નામના યુવાનને ઇજા થઈ હતી જેથી કરીને તેને સારવારમાં લઈ ગયા હતા તેવી જ રીતે ટંકારા તાલુકાના જબલપુર ગામે રહેતા જગદીશભાઈ દેવજીભાઈ કાસુન્દ્રા (૩૫) નામના યુવાનને સોડા બોટલ મારવામાં આવી હતી જેથી તેને પણ સારવાર માટે રાજકોટમાં લઈ જવામાં આવેલ છે વધુમાં સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી પ્રમાણે ઇજાગ્રસ્ત સુનિલ નાગજીભાઈ સિંધવ જય પાનમાં નોકરી કરે છે અને ત્યાં કોઈ શખ્સ ગાળો બોલતા હોય તેને ગાળો બોલવાની ના પાડી હતી અને જે બાબતે ઉસકેરાઈ ગયેલ શખ્સ દ્વારા તેને સોડા બોટલ મારવામાં આવી હતી જેથી કરીને મારામારી થયેલ હતી આ બનાવની હોસ્પિટલ મારફતે ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે આ બનાવ કયા કારણોસર બનાવ બન્યો હતો અને કોણે કોને માર માર્યો છે તે દિશામાં હવે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવશે

અકસ્માતમાં ઇજા
મોરબીના વાવડી રોડ ઉપર આવેલ જનકનગરમાં રહેતો રવિ ભરતભાઈ ગોઢાણીયા (૧૪) નામનો બાળક રોડ ક્રોસ કરી રહ્યો હતો ત્યારે પટેલ વાડી પાસે કોઈ અજાણ્યા વાહન ચાલકે તેને હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો અને આ બનાવમાં રવિને ઈજા થઈ હોવાથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

અકસ્માતમાં ઇજા
મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ ગાયત્રી આશ્રમ નજીક રહેતો માલણીયાદ રવિ રમેશભાઈ (૨૧) નામનો યુવાન લીલાપર રોડ સ્મશાન પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે ત્યાં અજાણ્યા વાહન ચાલકે તેને હડફેટે લેતા ઈજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપવામાં આવ્યા બાદ આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના વિપુલભાઈ ફૂલતરિયા ચલાવી રહ્યા છે






Latest News