મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં મેયર સારો કે મારો તે પ્રશ્નાર્થ: મોરબી મહાપાલિકાના પ્રથમ મેયર માટે ચાલતી ખેંચતાણમાં છેલ્લી ઘડીએ પેનલના નામ ઉપર નીચે કરાતા હોબાળો રાજકોટની જેલમાંથી પેરોલ ઉપર મુક્ત થયેલ કેદી નાસી જતા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો મોરબીમાં સર્કિટ હાઉસ નજીક દેશી દારૂના હાટડા ઉપર સ્થાનિક લોકોની જનતા રેડ, પોલીસની કામગીરી સામે સવાલ વાંકાનેરમાં ચંદ્રપુર ગામે રહેણાક મકાનમાંથી 54 બોટલ દારૂ સાથે આરોપી ઝડપાયો, એકની શોધખોળ મોરબીના જેતપર ગામ નજીક જુગારની રેડ પડતા જુગારીઓમાં નાશ ભાગ: 9 પકડાયા, 4 ફરાર: 1.20 લાખનો મુદ્દામાલ કબજે રે કળયુગ: મોરબીમાં લાઈટ બિલ ભરવાનું કહેતા પિતાને પુત્ર અને પુત્રવધુ સહિત ત્રણ વ્યક્તિઓએ માર માર્યો હળવદના જુના ઇસનપુર ગામે જમીનના ભાગનું મનદુખ રાખીને યુવાન ઉપર ત્રણ શખ્સોએ કર્યો હુમલો
Breaking news
Morbi Today

મોરબીમાં પ્રેમ પ્રકરણ બાબતે આત્મહત્યા કરવાનો વિચાર કરતી સગીરાને ૧૮૧ મહિલા હેલ્પલાઇનની ટીમ ઘરે પહોંચાડી


SHARE











મોરબીમાં પ્રેમ પ્રકરણ બાબતે આત્મહત્યા કરવાનો વિચાર કરતી સગીરાને ૧૮૧ મહિલા હેલ્પલાઇનની ટીમ ઘરે પહોંચાડી

મોરબીમાં તા.૧૨-૬ ના રોજ વહેલી સવારે ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇનમાં કોઇ જાગૃત નાગરિક દ્વારા ફોન કરવામાં આવેલ કે મોરબી જુના બસ સ્ટેશન એક પીડિત યુવતી આત્મહત્યા કરવા જાય છે.તેમને બચાવીને બેસાડી રાખેલ છે.પરંતુ હજુ પણ મરી જવાનું કહે છે.તેથી પીડિત સગીરાને ૧૮૧ ટીમની મદદ ની જરૂર છે જેના પગલે ૧૮૧ ટીમના કાઉન્સિલર ભુવા જાગૃતિબેન મહિલા, કોન્સ્ટેબલ પરમાર જ્યોત્સનાબેન તેમજ પાયલોટ રાજભાઈ ઘટના સ્થળે સગીરાની મદદ માટે પહોંચ્યા હતાં સગીરાને ત્યાંનાં લોકોએ સુરક્ષિત જગ્યાએ બેસાડેલા હતી. યુવતી સાથે ૧૮૧ ની ટીમે વાતચીત કરતા કાઉન્સેલિગ દરમિયાન મારે મરી જવું છે વારંવાર એક જ શબ્દ બોલતા હતા ૧૮૧ ની ટીમ દ્વારા શાંતિપૂર્વ વાતચીત કરી આશ્વાશન આપી વિશ્વાસ આપવામાં આવેલ.

ત્યારબાદ આપઘાતના પ્રયાસ અંગે પુછતા પીડિત સગીરાએ જણાવ્યું કે તેને એક પુરુષ સાથે પ્રેમ સંબંધ છે તેમજ સગીરાનેએ પુરુષ સાથે લગ્ન કરવા હોય અને તેમના માતા-પિતા લગ્નની ના પાડતા હોય તેથી સગીરા છેલ્લા કેટલાક દિવસથી ઘરે લગ્નની જીદ કરતી હતી પરંતુ સગીરાના માતા-પિતા લગ્ન કરાવવા તૈયાર ન હોવાથી સગીરાને મનમાં લાગી આવતા તેમને આત્મહત્યા કરવાનો વિચાર કરી ઘરમાંથી મધ્ય રાત્રીના સમયે નીકળી ગયેલ અને મોરબી જુના બસસ્ટેશન પહોંચેલા.૧૮૧ ટીમે સગીરાને આત્મહત્યાનું પગલું નહીં ભરવા બાબતે સમજાવેલ અને તેમના ભાઈને ફોન કરીને બોલાવેલ તેમના ભાઈને સમજાવેલ કે સગીરા આગળ દિવસમાં કોઈ પગલું ન ભરે તેનું ધ્યાન રાખવાનું જણાવેલ.સગીરાને સાંત્વના આપેલ અને મોટીવેટ કરેલ અને જરુર પડે તો ૧૮૧ નો સંપર્ક કરવાનું કહેલ અને સગીરાને કુશળ કાઉન્સિલિંગ દ્વારા ક્યાંરેય આત્મહત્યા ન કરવા બાબતે લાંબી સમજાવટ આપેલ આમ સગીરાએ આત્મહત્યાનો વિચાર નહીં કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો અને રાજી-ખુશીથી તેના પરિવાર સાથે જવાનું કહેલ. સગીરાના ભાઈ અને તેમના કાકીએ ૧૮૧ ની ટીમનો આભાર માન્યો હતો.






Latest News